તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

હવામાન:અમદાવાદમાં 18થી 24 જૂન વચ્ચે ચોમાસું બેસવાની આગાહી

અમદાવાદ3 મહિનો પહેલાલેખક: સમીર રાજપૂત
  • કૉપી લિંક
શહેરમાં શનિવારે દિવસભર વાદળછાયું વાતાવરણ રહેતા ગરમીમાં બે ડિગ્રી ઘટાડો નોંધાયો હતો.
  • 15-16 જૂન સુધી દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં આવી જશે
  • 8 જૂને બંગાળની ખાડીમાં સક્રિય થનારા લૉ પ્રેશરથી ચોમાસાને વેગ મળશે
  • વાવાઝોડું ભેજવાળા પવન ખેંચી લાવતા પ્રી-મોન્સૂન એક્ટિવિટી વધી

નિસર્ગ વાવાઝોડાને કારણે રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી વધી છે. આગામી 8 જૂને બંગાળની ખાડીમાં સક્રિય થનારા લો-પ્રેશરથી ચોમાસાને વેગ મળશે. 15થી 16 જૂન વચ્ચે દ. ગુજરાત-સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠા, 18થી 24 જૂન વચ્ચે અમદાવાદ અને જૂનનાં અંત સુધીમાં સમગ્ર રાજ્યમાં ચોમાસું બેસી જશે એમ હવામાન વિભાગે જણાવ્યું છે.
જૂનના અંત સુધીમાં રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ
હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલ જણાવે છે કે, નિસર્ગ વાવાઝોડું ભેજવાળા પવનો ખેંચી લાવ્યું છે, જેની લીધે રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી વધી છે, જે હજુ બે દિવસ ચાલુ રહેશે. 8મી જૂને બંગાળની ખાડીમાં સક્રિય થનારા લો-પ્રેશરથી ચોમાસાને વેગ મળશે. જોકે, હાલની સ્થિતિ પ્રમાણે ચોમાસાનું આગમન આગામી 15થી 16 જૂન વચ્ચે મુંબઇની સાથે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના દરિયા કાંઠે તેમજ 18થી 24 જૂન વચ્ચે અમદાવાદ અને જૂનનાં અંત સુધીમાં સમગ્ર રાજ્યમાં ચોમાસું બેસી જશે. 
અમદાવાદમાં દિવસ દરમિયાન વાદળિયાં વાતાવરણને કારણે ગરમીનો પારો 2 ડિગ્રી જેટલો ગગડીને 37.5 ડિગ્રી અને લઘુતમ તાપમાન 1 ડિગ્રી ગગડીને 25.2 ડિગ્રી નોંધાયું હતું. જોકે, બપોરે વાદળનું પ્રમાણ ઘટતાં 12થી 3 વાગ્યા દરમિયાન લોકોએ ગરમીની સાથે બફારાનો અનુભવ કર્યો હતો. આગામી બે દિવસો દરમિયાન શહેરમાં વાદળિયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે, સાથે ગરમીનો પારો વધતાં બફારાનું પ્રમાણ વધવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. 
ચોમાસું કર્ણાટકના દરિયાકાંઠે સ્થિર છે
કેરળમાં સક્રિય થયેલું ચોમાસું હાલમાં કર્ણાટકનાં દરિયાકાંઠે સ્થિર થયું છે. કર્ણાટકમાં સ્થિર થયેલું ચોમાસું મુંબઇ, દક્ષિણ ગુજરા-સૌરાષ્ટ્ર સુધી પહોંચશે. ત્યારબાદ અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આગમન થશે, જોકે, લો-પ્રેશર બન્યાં પછી કેટલું મજબૂત અને કઇ દિશામાં આગળ વધે છે, તે ટ્રેકને આધારે ચોમાસાની પ્રગતિનો આધાર રાખશે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો