તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સારવાર:અમદાવાદમાં પ્રથમવાર કોવિડના 38 વર્ષના દર્દીને મોનોક્લોનલ એન્ટિબોડીઝ કોકટેઇલ થેરપી અપાઈ

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • ઓક્સિજનની જરૂર ન હોય તેવા દર્દીને અપાતી આ થેરપી શરીરના કોષોમાં કોવિડને પ્રવેશતા રોકે છે
  • કેસિરિવિમેબ અને ઇમ્ડેવિમેબની મોનોક્લોનલ એન્ટિબોડીઝ કોકટેઇલ થેરપી દર્દીને અપાઈ છે

અમદાવાદમાં સિમ્સ હોસ્પિટલ દ્વારા ડાયાબિટીસની સાથે કોવિડનાં લક્ષણો ધરાવતા 38 વર્ષીય દર્દીને મોનોક્લોનલ એન્ટિબોડીઝ કોકટેઇલ થેરપી આપવામાં આવી છે. મહત્ત્વની વાત એ છે કે આ થેરપી શરીરના કોષોમાં કોવિડને પ્રવેશતા રોકે છે, જેથી કોવિડના શરૂના તબક્કામાં હળવાં કે તીવ્ર લક્ષણો, ઓક્સિજનની જરૂર ન હોય તેમજ ભારે જોખમ ધરાવતા દર્દીઓને અપાય છે, પરંતુ, હાયપોક્સિયા સાથે કોવિડના મધ્યમ અથવા તીવ્ર રોગ ધરાવતા દર્દીને આપવાની ભલામણ કરાતી નથી.

સિમ્સ હોસ્પિટલના ચેપીરોગ વિભાગના વડા ડો. સુરભિ મદન જણાવે છે કે કોવિડ-19ના માઈલ્ડ દર્દીઓ માટે મોનોક્લોનલ એન્ટિબોડીઝ કોકટેઇલ થેરપીનો પ્રારંભ હજુ ગયા અઠવાડિયે જ શરૂ થયો છે. ત્યારે અમે હોસ્પિટલમાં દાખલ ડાયાબિટીસની સાથે કોવિડનાં લક્ષણો ધરાવતા 38 વર્ષીય દર્દીને કેસિરિવિમેબ અને ઇમ્ડેવિમેબની મોનોક્લોનલ એન્ટિબોડીઝ કોકટેઇલ થેરપી આપી છે. અમદાવાદમાં અમારી હોસ્પિટલે પ્રથમ વખત આ સારવાર શરૂ કરી છે. આ થેરપી ભારે જોખમ ધરાવતા દર્દીઓને કોવિડ-19નો ચેપ લાગ્યાના શરૂઆતના જ તબક્કામાં કરવામાં આવે છે. મહત્ત્વની વાત એ છે કે વર્ષ- 2020માં આવી સારવાર અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ટ્રમ્પને આપવામાં આવી હતી.

સિમ્સ હોસ્પિટલના ચેપીરોગ વિભાગના વડા ડો. સુરભિ મદન જણાવે છે, કોવિડ-19ના માઈલ્ડ દર્દીઓ માટે મોનોક્લોનલ એન્ટિબોડીઝ કોકટેઇલ થેરપીનો પ્રારંભ હજુ ગયા અઠવાડિયે જ શરૂ થયો છે. ત્યારે અમે હોસ્પિટલમાં દાખલ ડાયાબિટીસની સાથે કોવિડનાં લક્ષણો ધરાવતા 38 વર્ષીય દર્દીને કેસિરિવિમેબ અને ઇમ્ડેવિમેબની મોનોક્લોનલ એન્ટિબોડીઝ કોકટેઇલ થેરપી આપી છે. અમદાવાદમાં અમારી હોસ્પિટલે પ્રથમ વખત આ સારવાર શરૂ કરી છે. આ થેરપી ભારે જોખમ ધરાવતા દર્દીઓને કોવિડ-19નો ચેપ લાગ્યાના શરૂઆતના જ તબક્કામાં કરવામાં આવે છે. મહત્ત્વની વાત એ છે કે વર્ષ- 2020માં આવી સારવાર અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ટ્રમ્પને આપવામાં આવી હતી.

થેરપી કોવિડના કોષોને શરીરમાં પ્રવેશ રોકે છે?
આ કોમ્બિનેશન ડ્રગનો ઉદ્દેશ સાર્સ- કોવિડ-2નો શરીરના કોષોમાં થતો પ્રવેશ રોકવા માટે કરાય છે. શરીરમાં કોવિડના કોષોમાં વધારો થાય તો મધ્યમ અને તીવ્ર કોવિડ-19 ધરાવતા દર્દીઓને ચેપ વકરવાનો ભય રહે છે. ખાસ કરીને હાઇ રિસ્ક પેટાજૂથોમાં 60થી વધુની વય ધરાવતા દર્દીઓ, કિડનીના ગંભીર ધરાવતા દર્દીઓ, ફેફસાંના રોગ તથા લિવરના રોગ, કાર્ડિયોવાસ્ક્યુલર રોગ, ટ્રાન્સપ્લાન્ટ અને કેન્સર વગેરેના દર્દીઓનો સમાવેશ થાય છે.

તીવ્ર લક્ષણો ધરાવતા દર્દીને ન આપી શકાય
આ થેરપી દર્દીને કોવિડનાં હળવાં લક્ષણો, શરૂના તબક્કામાં ઓક્સિનનની જરૂર ન હોય તેમજ ભારે જોખમ ધરાવતા દર્દીને આપી શકાય છે, પરંતુ આ સારવાર કોવિડ-19ના જે દર્દીઓ હાયપોક્સિયા સાથે મધ્યમ અથવા તો તીવ્ર લક્ષણો ધરાવતા દર્દીને આપવાની ભલામણ કરાતી નથી.