તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાનરનો આતંક:રથયાત્રા રૂટ પર ખાડિયા અને ઘીકાંટા વિસ્તારમાં વાનરનો આંતક, આજે એક જ દિવસમાં ચાર લોકો પર હુમલો કરી ઇજાગ્રસ્ત કર્યા

અમદાવાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
બચકાં ભરતાં લોકોને ઈજા થતાં સારવાર કરાવી પડી - Divya Bhaskar
બચકાં ભરતાં લોકોને ઈજા થતાં સારવાર કરાવી પડી
  • છેલ્લા એક અઠવાડિયામાં 10થી વધુ લોકો વાનરના હુમલાનો ભોગ બન્યાં છે

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા સોમવારે કર્ફ્યૂ વચ્ચે નીકળવાની છે. રથયાત્રા દરમિયાન કોઈ ઘટના ન બને તેની તકેદારી માટે પોલીસ અને કોર્પોરેશન તંત્ર કામ કરી રહ્યું છે. પરંતુ રથયાત્રા રૂટ પર આવતા ખાડિયા વોર્ડમાં ઘી કાંટા ચાર રસ્તા, રૂપમ સિનેમા, અશોક સિનેમા, બ્રહ્મચારીની વાડીની આસપાસમાં એક વાનરે આંતક મચાવ્યો છે.

લોકોમાં વાનરનો ભય
છેલ્લા 7 દિવસથી એક કે બે મોટા વાનર વિસ્તારમાં 10થી વધુ લોકોને બચકાં ભરી ઇજાગ્રસ્ત કરી ચૂક્યા છે. જેના કારણે ખાડિયા વિસ્તારમાં રહેતા લોકોમાં ભારે ભય ફેલાયો છે ત્યારે રથયાત્રા દરમ્યાન જો વાનરને પકડવામાં નહીં આવે તો વાનર કોઈપણ વ્યક્તિ પર રથયાત્રા દરમ્યાન હુમલો કરી શકે છે.

વાનરે પિતાને બચકાં ભરતાં દીકરો સિવિલ લઈ ગયો
ખાડિયા વિસ્તારમાં રહેતા સ્થાનિક આકાશ પરમારે Divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ખાડિયા રૂપમ સિનેમા અને અશોક સિનેમા પાસે આજે કુલ ચાર વ્યક્તિઓને વાનરે બચકાં ભર્યા છે. મહાકાળીની વાડી, નાગોરી શાળા, ઘી કાંટા સહિતના ખાડિયા વિસ્તારમાં જ્યાં રથયાત્રા પસાર થાય છે. તેવા જ જગ્યાએ વાનરે લોકોને બચકાં ભર્યા છે. મારા પિતાને પણ આજે સવારે વાનરે હુમલો કરી અને બચકાં ભરતા સિવિલ હોસ્પિટલમાં લઈ જવા પડ્યા છે. ચાર પાંચ દિવસ પહેલા એક સફાઈ કામદારને પણ વાનરે પાછળથી હુમલો કરી ઇજાગ્રસ્ત કર્યા હતા. 10થી વધુ લોકો અત્યાર સુધીમાં વાનરના હુમલાનો ભોગ બની ચૂક્યા છે.

અન્ય સમાચારો પણ છે...