સરદારનગર પોલીસની કાર્યવાહી:અકસ્માત કરી છેલ્લા 4 વર્ષથી પૈસા પડાવતી ગેંગ ઝડપાઈ, એકની ધરપકડ; ડોક્ટરની કાર સાથે અથડાતા પોલી ખૂલી

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પોલીસે એક આરોપીની ધરપકડ કરી - Divya Bhaskar
પોલીસે એક આરોપીની ધરપકડ કરી

અમદાવાદમાં અકસ્માત કરીને પૈસા પડાવતી ગેંગનો સરદારનગર પોલીસે પર્દાફાશ કર્યો છે. કુબેરનગર નજીક ડોક્ટરની ગાડી સાથે અકસ્માત કરીને ફેક્ચરના નામે ખંડણી ઉઘરાવતા આરોપી ગેંગની પોલ ખુલી ગઈ. જો કે સરદારનગર પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે અને અન્ય કેટલા લોકોને આવી રીતે અકસ્માતના નામે પૈસા પડાવ્યા હતા તે બાબતે વધુ પૂછપરછ શરૂ કરી છે.

અકસ્માતમાં ચાર વર્ષ પહેલાં ફેક્ચર થયું હતું
અકસ્માતમાં ચાર વર્ષ પહેલાં ફેક્ચર થયું હતું

પૈસા પડાવવા અને ખંડણી ઉઘરાવવા અનેક ગેંગ અમદાવાદમાં ધીરે ધીરે સક્રિય થઈ રહી છે. ત્યારે વધુ એક ગેંગે અમદાવાદમાં આંતક મચાવ્યો છે. એક્સિડન્ટ કરીને ફેક્ચર થયું હોવાનું કહીને ઓપરેશનના નામે ખંડણી ઉઘરાવવાની મોડેસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો હતો. આ ગેંગની હકીકત ત્યારે સામે આવી જ્યારે એક ડોક્ટર સાથે આ ગેંગે કાર સાથે અકસ્માત કર્યો. ઘટનાની વાત કરીએ તો કુબેરનગરમાં રહેતા ડોક્ટર મનોજ કોડવાણી ક્લિનિકથી પોતાના કારમાં જઈ રહ્યા હતા. ત્યારે આ એક્સિડન્ટ ગેંગના બે વ્યક્તિ એક્ટિવા લઈને આવીને અકસ્માત કર્યો. જેમાં ઉમર પઠાણને હાથમાં ફેક્ચર થયું અને ડોકટર પાસે 65 હજારના ઓપરેશનના માંગ્યા. ડોક્ટરે એક્સ રે પડાવીને ઓર્થોપેડિક ડોક્ટરની મદદ લીધી તો આ ગેંગનો ભાંડો ફૂટ્યો. આ ગેંગે અગાઉ પણ આ પ્રકારે એક્સિડન્ટના નામે પૈસા પડાવ્યા હોવાનું સામે આવતા ડોક્ટરે સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ.

ફેક્ચરના એક્સ-રેની તસવીર
ફેક્ચરના એક્સ-રેની તસવીર

CCTV કેમેરામાં કેદ થયેલા આ શખ્સ ઉમર પઠાણ છે અને પોલીસ કસ્ટડીમાં જોવા મળતા તેનો સાગરિત મહેશ ઠાકોર છે. આ આરોપી પોતાનું વાહન લઈને નીકળતા હતા અને ત્યારબાદ કોઈપણ વાહન સાથે અકસ્માત કરીને ફેકચરનું નાટક રચતા હતા. ઉમરના હાથના ખંભે પહેલેથી ફેક્ચર છે. પરંતુ આરોપીએ ઓપરેશન કરાવવાના બદલે આ ફેક્ચરથી લોકોને લૂંટવાનું ષડયંત્ર શરૂ કર્યુ. તે અકસ્માત કરીને એક્સ-રે કઢાવતો હતો. જ્યાં ફેક્ચર બતાવવા હતા અને હોસ્પિટલમાં સારવારના ખર્ચ પેટે પૈસા પડાવતા હતા. આ પ્રકારે આ ગેંગે અનેક લોકોને ટાર્ગેટ કર્યા. પરંતુ જ્યારે એક ડોકટરને ઠગવાનો પ્રયાસ કર્યો તો ખબર પડી કે આ ફેક્ચર 2018માં થયેલું છે અને છેલ્લા ચાર વર્ષથી આ ગેંગ અકસ્માત કરીને લોકો પાસેથી પૈસા પડાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...