તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હે રામ! મોક્ષ મેળવવા માટે પણ લાંચ:કોરોનાકાળમાં ઝડપથી અંતિમવિધિ માટે લાંચ આપવાની? અમદાવાદના સ્મશાનગૃહમાં મૃતદેહના વેઇટિંગના નામે પૈસાની માગણી

અમદાવાદ18 દિવસ પહેલા
બાપુનગરના ચામુંડા સ્મશાનગૃહ.
  • બાપુનગર ચામુંડા સ્મશાનગૃહમાં વેઇટિંગ ન હોવા છતાં બે મહિલાએ રૂ. 1500ની માગ કરી
  • પરિવારજનોએ ઉતારેલા વીડિયોમાં મહિલાઓ કહે છે, કોન્ટ્રેક્ટ પર છીએ અને મહેનતના પૈસા છે; આપવા પડે
  • ધારાસભ્ય પ્રદીપ પરમારે પૈસા તેમને આપવાની ના પાડી, તો મહિલાઓએ કહ્યું, ધારાસભ્યને બોલાવો, ફોન કરો

કોરોના મહામારીમાં અમદાવાદમાં હોસ્પિટલમાં દાખલ થવાથી લઈ સ્મશાનમાં મોક્ષ મેળવવા માટે હવે વેઈટિંગ થઈ ગયું છે. ત્યારે અમદાવાદ શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તગત આવેલા બાપુનગર ચામુંડા સ્મશાનગૃહમાં કામ કરતી બે મહિલાએ મૃતદેહ વેઈટિંગમાં હોવાથી ઝડપથી બાળવા માટે રૂ.1500ની માગ કરી હતી. મૃતદેહોનું કોઈ વેઈટિંગ ન હોવા છતાં કોરોનાની બોડી આવે છે કહી પૈસાની માગણી કરવામાં આવી હતી.

અમદાવાદના એક સ્મશાનમાં આ રીતે ત્યાં કામ કરતા કર્મચારીઓ શબના વેઈટિંગના નામે પૈસા ઉઘરાવતા હોવાનું સામે આવ્યું છે. ચામુંડા સ્મશાનગૃહનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ડેડબોડી લઇને જનારાં સ્વજનોએ ઉતાર્યો હતો. એમાં મહિલાઓ ખુદ કબૂલે છે કે અમે કોન્ટ્રેક્ટ પર છીએ પણ અમારા મહેનતના પૈસા છે, એ તો માગીએ.

બાપુનગરના ચામુંડા સ્મશાનગૃહમાં લાંચની માગણી
કલાપીનગર વિસ્તારમાં રહેતા વિજય પટેલે Divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મંગળવારે સાંજે મારા પાડોશમાં રહેતા 99 વર્ષના વૃદ્ધનું કુદરતી મૃત્યુ થઈ જતાં તેમને અંતિમવિધિ માટે ચામુંડા સ્મશાનગૃહમાં લઇ ગયા હતા, જ્યાં અમારી પહેલાં બે કોરોનાની ડેડબોડી હતી, જે બાળવામાં આવી હતી. બાદમાં ત્યાં કામ કરતા લોકોએ ચિતા ખાલી હોવા છતાં હમણાં વેઈટિંગમાં છે લાશ, એમ કહી મૂકવાની ના પાડી હતી. બાદમાં જાણવા મળ્યું કે તેમને પૈસા જોઈએ છીએ, માટે આવું કહ્યું હતું. જેથી તેમને જઈને પૂછ્યું કે શેના પૈસા લો છો. ધારાસભ્ય પ્રદીપ પરમારને ફોન કર્યો હતો, તેમણે પૈસા આપવાની ના પાડી બાદમાં અસ્થિ લઈ પરત ફરતા હતા ત્યારે બે મહિલાઓએ રૂ. 1500 માગ્યા હતા.

લાઈન ન હોવા છતાં મૃતકનાં પરિવારજનો પાસે 1500 રૂપિયાની માગણી કરાઈ.
લાઈન ન હોવા છતાં મૃતકનાં પરિવારજનો પાસે 1500 રૂપિયાની માગણી કરાઈ.

'1500 રૂપિયા માગીએ છીએ, અમારી મહેનત છે'
વીડિયો ઉતાર્યો હતો, જેમાં મહિલાઓ જણાવે છે કે અમે કોન્ટ્રેક્ટ પર કામ કરીએ છીએ અને અમે લઈએ છીએ. વેઈટિંગ હોય તો ઊભું રહેવું પડશે. અમને અમારી મહેનતના પૈસા જોઈશે. કોન્ટ્રેક્ટ પર છીએ, કોર્પોરેશન અમને પગાર નથી આપતું અને ધારાસભ્યને અહીં બોલાવો. 1500 રૂપિયા માગીએ છીએ, અમારી મહેનત છે. સવારે બોડી જોવા આવજો, એટલે ખબર પડે એમ કહી લાશને નામે પૈસાની માગણીઓ કરવામાં આવી હતી.

મૃત્યુ બાદ મોક્ષ અપાવવા માટે પણ પૈસાની માગણી
નોંધનીય છે કે એક તરફ પરિવારજનોને પોતાના સ્વજન ગુમાવવાનું દુઃખ હોય છે ત્યારે બીજી તરફ આ રીતે મોક્ષ અપાવવા માટે પણ પૈસાની માગણી કરાય છે, ત્યારે આવી પરિસ્થિતિમાં મોતનો મલાજો જળવાય એ જરૂરી છે. કોર્પોરેશન અને સરકારે આવા લોકો સામે કડક પગલાં ભરવા જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો