તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હેવાનિયત:અમદાવાદમાં 16 વર્ષની સગીરા સાથે પાંચ નરાધમોએ દુષ્કર્મ આચર્યું, પાલક પિતા જ 1 વર્ષ સુધી હેવાન બની પીંખતો રહ્યો

અમદાવાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પાલક પિતા દીકરી પર દુષ્કર્મ આચરતો હોવાની જાણ થતા સગી માતા મદદ કરવાને બદલે દૂર મૂકી આવી
  • માતાને મળવા જતા સગીરાને લગ્નની લાલચ આપી રીક્ષા ચાલકે મિત્ર સાથે મળીને પીંખી નાખી

શહેરના ઇસનપુરમાં રહેતી એક સગીરા પર પાંચ-પાંચ શખ્સો બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. દુષ્કર્મની આ ઘટનામાં સગીરાનો પાલક પિતા પણ હોવાનું સામે આવ્યું છે. 16 વર્ષીય સગીરાએ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે પાલક પિતા સહિત પાંચ આરોપીને ઝડપી મેડીકલ ટેસ્ટ કરાવી વધુ તપાસ શરૂ કરી છે.

પાલક પિતા જ દુષ્કર્મ આચરતો
ઘટનાની વિગતો મુજબ, આશરે 1 વર્ષ પહેલા કિરણસિંહ ઝાલા નામના વ્યક્તિએ પીડિતાને પાલક પિતા તરીકે ચાંગોદરમાં પોતાના ઘરે રાખી હતી. આરોપી સગીરાની માતાની અનુપસ્થિતિમાં અવાર નવાર બળજબરી કરીને દુષ્કર્મ આચરતો હતો, અને કોઈને કહેવા પર સગીરાને ઘરેથી કાઢી મૂકવાની ધમકી આપતો. જોકે આ વાતની જાણ સગીરાની માતાને થઈ જતા બે મહિના પહેલા તે તેને ઈસનપુર ચંડોળા તળાવ ખાત મૂકી આવી હતી.

ઈસનપુર પોલીસ સ્ટેશનની તસવીર
ઈસનપુર પોલીસ સ્ટેશનની તસવીર

લગ્નની લાલચે રીક્ષા ચાલકે પણ દુષ્કર્મ આચર્યું
જોકે સગીરાને પોતાની માતાની સાથે રહેવું હોવાથી તે ઈસનપુરથી ચાંગોદર જવા નારોલ સર્કલ રીક્ષા સ્ટેન્ડ પર ઊભી હતી. આ દરમિયાન રવિ નામનો વ્યક્તિ તેને મળ્યો અને લગ્ન કરાવાની લાલચ આપી સગીરાને રીક્ષામાં લાંભામાં પોતાના મિત્ર હસમુખના ઘરે લઈ ગયો અને ત્યાં તેની સાથે બળજબરી દુષ્કર્મ આચર્યું. આ વાતની જાણ હસમુખને થતા તેણે પણ સગીરા સાથે જબરજસ્તી કરી સંબંધ બાંધ્યા હતા.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

ઈસનપુર પોલીસે પાંચ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધ્યો
બાદમાં રવિ અને હસમુખ બંને પીડિતાને હસમુખના મમ્મીના ઘરે પીપળજ લઈ ગયા અને ત્યાં જ તેને રાખી હતી. અહીં દશરથ તથા સેધીયા નામના બે વ્યક્તિએ સગીરાને પોતાની સાથે રાખવા અને લગ્ન કરવાનું કહીને એકબીજાની મદદથી વારંવાર દુષ્કર્મ ગુજારતા રહ્યા. આખરે પીડિતાએ ઈસનપુર પોલીસને જાણ કરતા હાલમાં તમામ પાંચેય આરોપીઓ વિરુદ્ધ પોક્સો તથા IPCની કલમ હેઠળ ફરિયાદ નોંધીની તપાસ કરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો