તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હત્યાનો બનાવ:વાડજમાં સગીરાની છેડતી કરનાર યુવકને પરિવારજનોએ માર માર્યો, સારવાર દરમિયાન મોત થયું

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતક નીરવની ફાઈલ તસવીર - Divya Bhaskar
મૃતક નીરવની ફાઈલ તસવીર
  • વાડજ પોલીસે સગીરાના પરિવાર સહિત ચાર લોકો સામે હત્યાનો ગુનો નોંધી એક મહિલાની ધરપકડ કરી

અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં રામાપીરના ટેકરા પર રહેતી સગીરાની છેડતી કરનાર શખ્સને સગીરાના પરિવારજનોએ ઢોર માર મારતા યુવકનું સારવાર દરમિયાનન મોત નીપજ્યું છે. વાડજ પોલીસે મૃતકના પિતાની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી એક મહિલા આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપીઓની તપાસ ચાલી રહી છે.

યુવક તેના માસીયાઈ ભાઈ સાથે ગયો હતો
દાણીલીમડા વિસ્તારમાં મંગલવિકાસ સોસાયટીમાં રમેશ સોલંકી તેમના પરિવાર સાથે રહે છે. પરિવારમાં નાનો દીકરો નીરવ હતો. 17 માર્ચે નીરવ તથા માસીયાઈ ભાઈ રાહુલ પરમાર બન્ને કોઇ મિત્રનો જન્મદિવસ તથા એ.સી રિપેર કરવાનું છે તેમ કહી ઘરેથી નીકળ્યા હતા. વહેલી સવારે નીરવની માતાના મોબાઇલ ઉપર ફોન આવ્યો હતો કે, વાડજ રામાપીરના ટેકરા ઉપરથી હસમુખ મોદી બોલું છું અને તમારા છોકરા નીરવે ભરતભાઇની દીકરીની છેડતી કરી છે. તમારે સમાધાન કરવું હોય તો આવો. સવારે આઠ વાગ્યે વાડજ રામાપીરના ટેકરા ઉપર રમેશભાઈના સગા સંબધીઓ રહે છે, ત્યાંથી જાણ થઈ કે નીરવને વાડજ પોલીસ સ્ટેશન લઇ ગયા છે.

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

મારપીટની વાડજ પોલીસમાં ફરિયાદ કરી હતી
વાડજ પોલીસ સ્ટેશન જઇ તપાસ કરતા નીરવને સિવિલ હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટરમાં દાખલ કર્યો હોવાની જાણ થતા ત્યાં ગયા હતા. નીરવ સંપૂર્ણ ભાનમાં હતો જ્યાં તેણે જણાવ્યું હતું કે, ભરત કાઠીયાવાડીની દીકરી દૂધ લેવા જતી હતી પરંતુ મને જોઇને બૂમાબૂમ કરતા હંસીયો બાડીયો તથા ભરતની પત્ની ગાયત્રી તથા બીજા બે છોકરાઓ આવી ગયેલા અને ચારેય જણાએ મને ફેટોનો તથા ગડદા પાટુનો માર માર્યો હતો. જે મામલે વાડજ પોલીસ સ્ટેશન ફરીયાદ કરી છે.

નીરવ તેના માસીયાઈ ભાઈ સાથે રામાપીરના ટેકરા ગયો હતો
નીરવ તેના માસીયાઈ ભાઈ સાથે રામાપીરના ટેકરા ગયો હતો

બનાવ હત્યામાં પલટાયો
25 માર્ચે સવારના સાડા આઠેક વાગ્યાના સુમારે અચાનક નીરવને ખેંચ ઉપડી અને મરી ગયો હતો. નીરવને હંસીયો બાડીયા, ભરતની પત્ની ગાયત્રી તથા બીજા બે અજાણ્યા માણસોએ ફેટો તથા ગડદાપાટુનો માર મારી શરીરના અંદરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડતા સારવાર દરમિયાન મોત થતાં વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો