ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2022:મોહમ્મદઅલી મીરે અંડર-17માં 2 ટાઈટલ જીત્યા, એશાની તિવારી-અદિતા રાવ પણ વિજેતા

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બ્રિન્દા શિન્દે 2 કેટેગરીમાં વિજેતા, અંડર-19 બોય્ઝ સિંગલ્સમાં જીત પટેલ જીત્યો

ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2022 અમદાવાદની બ્લેક એન્ડ વન એકેડમી ખાતે યોજાઈ હતી. જેમાં બોયઝ અંડર-17ની સિંગલ્સમાં મેહસાણાના મોહમ્મદઅલી મીરે ફાઈનલમાં દર્પન સાનેને 21-19, 11-21, 21-12થી હરાવી ટાઈટલ જીત્યું. જ્યારે ગર્લ્સ અંડર-17 સિંગલ્સમાં એશાની તિવારીએ અનેરી કોટકને 21-10, 15-21, 22-20થી હરાવી ટાઈટલ જીત્યું હતું.

બોય્ઝ અંડર-17 ડબલ્સમાં દ્રવ્ય ચોક્સી અને શૌરીન અબ્બાસીની જોડી વિજેતા બની હતી. અંડર-17 ગર્લ્સ ડબલ્સમાં રુતુજા કુલકર્ણી-તનિષ્કા નૈરની જોડી ચેમ્પિયન બની હતી. અંડર-17ના મિક્સ્ડ ડબલ્સમાં મોહમ્મદઅલી મીર-બ્રિન્દા શિન્દેની જોડી વિજેતા રહી હતી. બોય્ઝ અંડર-19ની સિંગલ્સમાં જીત પટેલે દર્પન શાનેને 21-15, 22-20થી ચેમ્પિયન બન્યો હતો.

અંડર-19 ગર્લ્સ સિંગલ્સમાં અદિતા રાવે એશાની તિવારીને 21-10, 21-14થી હરાવી ટાઈટલ જીત્યું હતું. બોય્ઝ અંડર-19 ડબલ્સમાં દેવ રાજપૂત-જીત પટેલની જોડી ચેમ્પિયન બની. અંડર-19 ગર્લ્સ ડબલ્સમાં બ્રિન્દા શિન્દે-ફ્લોરા એન્જિનિયર ચેમ્પિયન બની હતી. અંડર-19 મિક્સ્ડ ડબલ્સમાં ઉર્વ પટેલ-પ્રિયાંશી રાઠોડની જોડી ચેમ્પિયન બની હતી.

અન્ય સમાચારો પણ છે...