તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રહાર:મોદીજી જનતા તો સમજી જ ગઈ છે કે તમારી આત્મનિર્ભરતાનો અર્થ તો ‘ભગવાન ભરોસે’ જ થાય છેઃ જયરાજસિંહ

અમદાવાદ9 મહિનો પહેલા
  • કૉપી લિંક
જયરાજસિંહ પરમાર - ફાઇલ તસવીર - Divya Bhaskar
જયરાજસિંહ પરમાર - ફાઇલ તસવીર

કોંગ્રેસના નેતા જયરાજસિંહ પરમારે સરકાર પર પ્રહાર કરતા કહ્યું છે કે, કોરોના વોરિયર્સ જેવા કે ડોક્ટર્સ, નર્સ, દવાખાનાના કર્મચારીઓ, સફાઈ કામદારો અને પોલીસ પણ PPE કીટ અને N-95 માસ્ક આ સંકટની ઘડીએ સરકાર કરતાં ખુદ પર વધુ ભરોસો મૂકીને કામ કરી રહ્યા છે અને આત્મનિર્ભર બની જ ગયા છે. વેપારીઓ, ખેડૂતો, દુકાનદારો, ફેરીયાઓ તથા અસંગઠીત મજૂરો પેટ ભરવા મજબુરીમાં આત્મબળે પ્રયત્નશીલ છે જ ત્યારે આત્મનિર્ભર જનતા નહીં ખુદ મોદી સરકારે થવાની જરૂર છે. પોતાના ખર્ચે અને જોખમે રઝળપાટ વેઠીને વતન જતા આત્મનિર્ભર મજૂરો 50 દિવસ સુધી ભૂખ્યા-તરસ્યાં સરકાર પર નિર્ભર રહ્યા પણ પછી તેમને સમજાયું કે ખુદ સરકાર પોતે જ ભગવાન ભરોસે છે તો આપણું તો શું ભલુ કરવાની છે? કોરોનાના દર્દીઓ પણ સરકારી સિવિલમાં જઈને જ આત્મનિર્ભરતાના જોરદાર પાઠ શીખ્યા જ છે. દવાના બદલે દુઆ એ જ કોરોનાનો ઈલાજ હોય તેમ જાતને બચાવવા જાત મહેનત જ એક માત્ર ઉપાય છે તે સમજાયું જ છે સાહેબ.
સૌથી પહેલા રૂપાણીને સલાહ આપવાની જરૂરઃ જયરાજસિંહ
મોદી સરકાર પી.પી.ઈ. કીટ હોય એન-95 માસ્ક હોય ટેસ્ટીંગ કીટ હોય તમામ માટે ચીન પર નિર્ભર છે અને જનતાને આત્મનિર્ભર થવા સલાહ આપી રહી છે. માત્ર ને માત્ર ઉદ્યોગપતિઓના ખભે બેસી રાજકીય દુકાનો ચલાવનારા જ્યારે પોતાના ખભે આવેલી જવાબદારીથી છટકી જવા લોકોને આત્મનિર્ભર થવાની સુફીયાણી સલાહ આપે ત્યારે નિર્માલ્યતા છતી થાય છે. તપ મજદૂરો કરે અને આત્મનિર્ભરતાના જપ મોદીજી કરે. તાળીઓ તમે પાડો, થાળીઓ તમે ખખડાવો, દીવા તમે સળગાવો, ઘરમાં તમે રહો, વૃદ્ધોની સંભાળ તમે રાખો, મજૂરોને તમે સાચવો, ગરીબોને તમે જમાડો, પગાર તમે આપો હું તો બસ બોલવા પુરતો જ આત્મનિર્ભર રહીશ બસ આ સંદેશ આપી મોદીજી કોરોના સામે ઘૂંટણીયે પડી ગયા છે. અડવાણી પર નિર્ભર રહી રાજકીય સીડી ચઢનારે ખુદ અડવાણીને આત્મનિર્ભર થવા મજબૂર કર્યા છે. ત્યારે સૌથી પહેલા દિલ્હી બાજુ પડખું ફરીને સૂવા ટેવાયેલા રૂપાણીએ આત્મનિર્ભર થવાની સલાહ આપવાની જરૂર છે. રીઝર્વ બેંક પાસે વારંવાર હાથ લંબાવતા અગાઉ ખુદ દેશના અર્થતંત્રને આત્મનિર્ભર કરવું પડશે. ટ્રમ્પના ભરોસે રહી પોતાની છબી ચમકાવતા રહેતા મોદીજીએ પોતાની જાત પર ભરોસો કેળવવો પડશે. ભાષણો પર નિર્ભર રહેવાના બદલે શાસનને ભરોસાપાત્ર બનાવવું પડશે બાકી સાહેબ જનતા તો સમજી જ ગઈ છે કે તમારી આત્મ નિર્ભરતાનો અર્થ તો "ભગવાન ભરોસે" જ થાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો