તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Modi To Inaugurate 10 storey Gandhinagar Station hotel With One Crore Chandeliers, Specially Ordered Wood From Canada And Italian Marble

ભાસ્કર એક્સક્લૂઝિવ:એક કરોડના ઝુમ્મર, કેનેડાથી ખાસ મગાવેલું લાકડું અને ઇટાલિયન માર્બલવાળા 10 માળના ગાંધીનગર સ્ટેશન-હોટેલનું મોદી ઉદઘાટન કરશે

અમદાવાદ3 મહિનો પહેલાલેખક: ઓમકારસિંહ ઠાકુર
  • કૉપી લિંક
ગાંધીનગરની રેલવે સ્ટેશનની ઝલક - Divya Bhaskar
ગાંધીનગરની રેલવે સ્ટેશનની ઝલક

ગાંધીનગર કેપિટલ ખાતે રેલવે અને ગુજરાત સરકારે સંયુક્ત રીતે 550 કરોડથી વધુના ખર્ચે સ્ટેશન ઉપર 60 ફૂટની ઊંચાઈ ધરાવતી 10 માળની ફાઇવસ્ટાર હોટેલ તૈયાર કરી છે. ફેમસ કેનેડિયન વૂડના ઇન્ટીરિયર, ઇટાલિયન માર્બલ્સ અને 1-1 કરોડના ખર્ચે મગાવેલા આકર્ષક ઝુમ્મર ધરાવતી આ હોટેલ-સ્ટેશન પર ગુજરાતની હેરિટેજ થીમ દર્શાવી છે. 318 રૂમ ધરાવતી આ હોટેલ અને ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશનનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 18 જુલાઈના રોજ ઉદ્ઘાટન કરવામાં આવે તેવી શક્યતા છે. ત્યાર બાદ પહેલી ઓગસ્ટથી હોટેલ જનતા માટે ખુલ્લી મુકાશે.

હોટેલમાં ઉપલબ્ધ સુવિધાઓ
હોટેલમાં સાદા રૂમ, ડિલક્સ રૂમ, લક્ઝરી રૂમ, રોયલ સ્યુટ, ક્લબ રૂમ, પ્રેસિડેન્શિયલ સ્યુટ, 300 લોકોની ક્ષમતાવાળો કોન્ફરન્સ હોલ, બે રેસ્ટોરાં, ફુલ સર્વિસ સ્પા, આઉટડોર પૂલ, સેફ ડિપોઝિટ બોક્સ, કોફી શોપ, બ્રેકફાસ્ટ સર્વિસ, ડોક્ટર ઓન કોલ, સીસીટીવી સાથે સિક્યોરિટી, બ્યુટી પાર્લર, કરન્સી એક્સચેન્જ સહિતની સુવિધાઓ હશે.

રેલવે સ્ટેશનનું પ્રવેશદ્વાર
રેલવે સ્ટેશનનું પ્રવેશદ્વાર
સ્ટેશનમાં આવેલી હોટેલની તસવીર
સ્ટેશનમાં આવેલી હોટેલની તસવીર