મોર્નિંગ ન્યૂઝ બ્રીફમોદી, ગાંધી અને કેજરીવાલનો રોડ શો અને સભા:'આ વખતે નરેન્દ્રના બધા રેકોર્ડ ભૂપેન્દ્ર તોડે, એના માટે નરેન્દ્ર જ કામ કરે, એથી વિશેષ શું હોય': PM, મોદીને ગેહલોતનો જવાબ

અમદાવાદ10 દિવસ પહેલા

નમસ્કાર,

આજે સોમવાર, તારીખ 21 નવેમ્બર, કારતક વદ બારસ

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) વડાપ્રધાન મોદી સુરેન્દ્રનગર, નવસારી અને જંબુસરમાં સભા સંબોધશે.
2) રાહુલ ગાંધી સુરતના મહુવા અને રાજકોટના શાસ્ત્રી મેદાનમાં જાહેર સભા સંબોધશે.
3) અરવિંદ કેજરીવાલ અમરેલીમાં રોડ શો કરશે.
4) અમિત શાહ દ્વારકા, ગિર સોમનાથ, જૂનાગઢ અને કચ્છમાં જાહેર સભા સંબોધશે.
5) પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ઉમરગામ, કપરડા, ધરમપુર અને વાંસદામાં રોડ શો કરશે.
6) ધારાસભ્યોના પક્ષાંતરના મુદ્દે સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ દ્વારા ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષને હાજર થવા સમન્સ.

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) નરેન્દ્ર મોદીનો પ્રચંડ પ્રચાર: સોમનાથ મહાદેવના દર્શન કરીને સભા સંબોધી; કહ્યું- 'આ વખતે નરેન્દ્રના બધા રેકોર્ડ ભૂપેન્દ્ર તોડે, તેના માટે નરેન્દ્ર જ કામ કરે તેથી વિશેષ શું હોય'

વિધાનસભાની ચૂંટણી જંગમાં આજે પ્રધાનમંત્રી મોદીએ મેદાનમાં આવીને સૌરાષ્ટ્રમાં પ્રથમ સભા સોમનાથ મહાદેવને શીશ ઝુકાવીને સોમનાથ સાનિધ્યે કરી છે. આ તકે પ્રધાનમંત્રીએ સોમનાથ મહાદેવ અને જનતાના આશીર્વાદ સાથે હોવાનો વિશ્વાસ વ્યક્ત કરીને વિજયનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
વાંચો સમાચાર વિગતવાર

2) રાહુલ ગાંધીના PAના નામે નાણાં માંગનાર ઝડપાયો: ધો. 4 પાસ શખ્સે પંજાબથી વડોદરાના કોંગ્રેસના નેતાઓને ટિકિટ માટે ફોન કરી રૂપિયા માંગ્યા હતા, અમૃતસરથી ધરપકડ
વડોદરામાં કોંગ્રેસના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને સત્યજીસિંહ ગાયકવાડને રાહુલ ગાંધીના પીએના નામે ફોન કરી વિધાનસભાની ચૂંટણીની ટિકિટ માટે રૂપિયાની માંગણી કરનાર શખ્સને સાયબર ક્રાઇમની ટીમે પંજાબના અમૃતસરથી ઝડપી લીધો છે.
વાંચો સમાચાર વિગતવાર

3) મોદીને ગેહલોતનો જવાબ: ‘ભારત જોડો યાત્રા કોંગ્રેસની નથી, ભાજપ ગભરાયું છે, મેઘા પાટકરને અમે ન રોકી શકીએ, NGO તરીકે આવ્યા હતા’
અશોક ગેહલોતે જણાવ્યું હતું કે, ભાજપની ગૌરવ યાત્રા નિષ્ફળ ગઈ છે. કેજરીવાલ અહીં આવીને ખોટા વાયદા આપે છે. ગુજરાત સરકાર આખી બદલવી પડી છે. મોરબી દુર્ઘટનામાં કોઈ ખાસ એક્શન લેવામાં આવ્યા નથી. વડાપ્રધાન મોદીને અહીંયા દર અઠવાડિયે આવવું પડે છે.
વાંચો સમાચાર વિગતવાર

4) અમેરિકામાં શીખ સ્ટુડન્ટ કોલેજમાં કિરપાણ રાખી શકશે: USમાં યુનિવર્સિટીએ બદલી પોલિસી; 2 મહિના પહેલા કિરપાણ રાખેલા વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી હતી
અમેરિકામાં ભણતા શીખ વિદ્યાર્થીઓ હવે શિક્ષણ સંસ્થાનમાં પોતાની સાથે કિરપાણ (સિરી સાહિબ-ધર્મનું પ્રતીક) રાખી શકશે. યુનિવર્સિટીએ તેની વેપન્સ ઓન કેમ્પસ પોલિસી અપડેટ કરી છે. બે મહિના પહેલા એક શીખ વિદ્યાર્થીની ધરપકડ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
વાંચો સમાચાર વિગતવાર

5) મુકેશ અંબાણી નાના બન્યા: ઈશાએ ટ્વિન્સને જન્મ આપ્યો, દીકરીનું નામ આદ્યા અને દીકરાનું નામ ક્રિષ્ના પાડ્યું
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીએ ટ્વિન્સ બાળકોને જન્મ આપ્યો છે. પરિવારે દીકરીનું નામ આદ્યા અને દીકરાનું નામ ક્રિષ્ના પાડ્યું છે. બાળકો અને ઈશાની તબિયત સારી હોવાનું પરિવારે જણાવ્યું છે. નીતા અને મુકેશ અંબાણીની દીકરી અને સ્વાતિ-અજય પિરામલના પુત્ર આનંદના ઘરે પારણું બંધાયું છે.
વાંચો સમાચાર વિગતવાર

6) શ્રદ્ધાનું માથું શોધવા તળાવ ખાલી કરવા પહોંચી પોલીસ: મહેરૌલીના જંગલમાંથી 17 હાડકાં મળ્યાં, આજે આફતાબનો નાર્કો ટેસ્ટ થશે
શ્રદ્ધા મર્ડર કેસમાં રોજ નવા નવા ખુલાસા સામે આવી રહ્યા છે. અહેવાલો અનુસાર, આફતાબે દિલ્હી પોલીસને જણાવ્યું છે કે તેણે શ્રદ્ધાનું માથું દિલ્હીના એક તળાવમાં ફેંકી દીધું હતું. આ પછી દિલ્હી પોલીસ રવિવારે સાંજે છતરપુર જિલ્લાના મેદાન ગઢી પહોંચી અને અહીં હાજર એક તળાવને ખાલી કરી રહી છે. ડાઇવર્સને પણ બોલાવવામાં આવ્યા છે.
વાંચો સમાચાર વિગતવાર

7) ટીમ ઈન્ડિયાનો 65 રને ભવ્ય વિજય:કિવી ટીમ 126 રનમાં જ ઓલઆઉટ, દીપક હુડાએ 4 વિકેટ ઝડપી; સૂર્યાની ધમાકેદાર સેન્ચુરી
ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે. ત્યારે બીજી મેચમાં ન્યૂઝીલેન્ડે ટૉસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં ટીમ ઈન્ડિયાએ 65 રને જીત મેળવી હતી. ટીમ ઈન્ડિયાએ આપેલા 192 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઊતરેલી ન્યૂઝીલેન્ડની ટીમ 18.5 ઓવરમાં 126 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. દીપક હુડાએ 4 વિકેટ ઝડપી હતી.
વાંચો સમાચાર વિગતવાર

8) બંગાળી એક્ટ્રેસનું અવસાન: કેન્સર સામે લડીને બેઠી થયેલી 24 વર્ષીય એંડ્રિલાને મલ્ટિપલ કાર્ડિયાક અટેક આવ્યા
બંગાળી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી એંડ્રિલા શર્માનું 24 વર્ષની વયે નિધન થયું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, એંડ્રિલાના શનિવાર (19 નવેમ્બર)ની રાત્રે મલ્ટિપલ કાર્ડિયેક અરેસ્ટ આવ્યા હતા અને તેનું રાત્રે 12.59 વાગે અવસાન થયું હતું.
વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) 2261 સિનિયર સિટિઝન અને 139 દિવ્યાંગોની ઘરેથી વોટ આપવા અરજી, 5 ડિસેમ્બરે ટીમ પહોંચશે અને બેલેટ પેપરથી વોટ આપશે
2) કોંગ્રેસનો ગઢ કબજે કરવા ભાજપે કમર કસી, ભિલોડા બેઠક ચાર ટર્મથી કોંગ્રેસ હસ્તક; ભાજપ દ્વારા પૂર્વ IPSની પસંદગી
3) PM બન્યા પછી મોદીની ધોરાજીમાં પ્રથમવાર સભા યોજાઇ, મોદીએ જયેશ રાદડિયાની પીઠ થપથપાવી, બન્ને ખડખડાટ હસ્યા
4) અમિત શાહે કોંગ્રેસ પર પ્રહાર કર્યા: કહ્યું- મનમોહનસિંહની સરકાર વખતે રોજ આલીયા, માલીયા, જમાલીયા ભારતમાં ઘૂસતાં; જ્યારે મોદીએ પાકિસ્તાનીઓને ઘરમાં ઘૂસીને માર્યા
5) અમદાવાદના બાપુનગરમાં હિન્દી સમાજ અને નરોડામાં સિંધી સમાજ નિર્ણાયક, ઓછા માર્જિનથી હાર જીત નક્કી થાય, જાણો બંને બેઠકની સ્થિતિ
6) પ્રાથમિક સુવિધા માટે આંદોલન: હમારી માંગે પૂરી કરોના સૂત્રોચ્ચારો સાથે સમરસ અને નરસિંહ ભગત હોસ્ટેલના વિદ્યાર્થીઓનું પ્રદર્શન, નારાબાજી કરી ન્યાય માંગ્યો
7) ઇરાક અને સીરિયા પર તુર્કીયેની એર સ્ટ્રાઇક:આતંકવાદી અડ્ડાઓ પર બોમ્બ વરસાવ્યા, ઈસ્તાંબુલમાં થયેલા હુમલાનો બદલો લીધો
8) જમ્મુ અને કાશ્મીરમાં લશ્કરનો આતંકવાદી માર્યો ગયો:શ્રીનગરમાં ત્રણ આતંકવાદીઓ ઝડપાયા; સેનાએ હથિયારો જપ્ત કર્યા

આજનો ઇતિહાસ
1941ના રોજ ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલનો જન્મ થયો હતો.

આજનો સુવિચાર
ઘરનાં સભ્યોનો સ્નેહ ડૉકટરની દવા કરતાંય વધુ લાભદાયી હોય છે –પ્રેમચંદ

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...