તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોર્નિંગ બ્રીફ:પ્રવાસીઓ માટે ખૂલશે મોઢેરા સૂર્ય મંદિર, આણંદમાં પત્નીના મોતના વિરહમાં પતિનો બે દીકરી સાથે આપઘાત, બંને પુત્રીને ઝેર આપી પોતે ગળેફાંસો ખાધો

3 મહિનો પહેલા

નમસ્કાર!
કચ્છ-સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે. માહિતી-પ્રસારણ વિભાગની વિવિધ સંવર્ગની પરીક્ષાના પ્રવેશપત્રો બપોરના 2 વાગ્યાથી ડાઉનલોડ થઈ શકશે.... ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...

સૌથી પહેલા જોઇએ, બજાર શું કહે છે....

સેન્સેક્સ52,773.05221.52
ડોલરરૂ.73.310.04

સોનું(અમદાવાદ)પ્રતિ 10 ગ્રામ

50,300300

આ 3 ઘટના પર રહેશે નજર
1) પ્રવાસીઓ માટે આજથી ફરીથી ખૂલશે મોઢેરા સૂર્ય મંદિર, પર્યટકો માટે ઓનલાઇન-ઓફલાઈન ટિકિટની સુવિધા ઉપલબ્ધ.
2) સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, તાપી, ડાંગ, નર્મદા, નવસારી, વલસાડ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ, કચ્છમાં વરસાદ પડી શકે.
3) માહિતી-પ્રસારણ વિભાગ હેઠળની વિવિધ સંવર્ગની પરીક્ષાના પ્રવેશપત્રો બપોરના 2 વાગ્યાથી https://ojas.gujarat.gov.in પરથી ડાઉનલોડ થઈ શકશે.

હવે જોઈએ ગઈકાલના 5 ખાસ સમાચાર
1) આણંદમાં પત્નીના મોતના વિરહમાં પતિનો બે દીકરી સાથે આપઘાત, બંને પુત્રીને ઝેર આપી પોતે ગળેફાંસો ખાધો

આણંદ શહેરની બોરસદ ચોકડી પાસે જીટોડિયા રોડ વેરહાઉસની પાછળના ભાગે રહેતા 30 વર્ષીય પ્રજાપતિ યુવકે પોતાની બે દીકરીને ઝેરી દવા પાઈ પેતો ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરતાં ચકચાર મચી છે. મૃતક યુવકની પત્નીનું તાજેતરમાં જ મોત થયું હતું અને બાળકોની જવાબદારી પિતા પર આવી પડી હતી. રોજમદાર મજૂરીકામ કરી ગુજરાન ચલાવતો હોવાથી અને પત્ની વગર ઘરસંસાર સાચવવા પડતો હોવાથી મુશ્કેલીમાં મુકાયો હતો.
વાંચો સમાચાર વિગતવાર

2) અરવિંદ કેજરીવાલે રેલવે જમીન વિવાદમાં અંબરીશ ડેરને ફોન કરી વિગતો જાણી, શંકરસિંહે પીયૂષ ગોયલને નિવેડો લાવવા ટ્વીટ કર્યું
8 દિવસથી રાજુલા શહેરી વિસ્તારમાં રેલવેની પડતર જમીનનો શહેરના વિકાસ માટે ઉપયોગ કરવાનો મુદ્દો જોર પકડતો જાય છે. રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેરે બર્બટાણા રેલવે સ્ટેશને ઉપવાસ આંદોલન હાથ ધર્યું છે. એવામાં હવે દિલ્હીના મુખ્યમંત્રી અરંવિદ કેજરીવાલે પણ આ મુદ્દામાં રસ લીધો છે અને આ સંદર્ભે ધારાસભ્ય અંબરીશ ડેર સાથે વાત કરીને તમામ વિગતો સાંભળી ડોક્યુમેન્ટ મગાવ્યા છે.
વાંચો સમાચાર વિગતવાર

3) મનોવૈજ્ઞાનિકના મતે વેક્સિન બાદ શરીર ચુંબકીય બનવામાં સાઇકોલોજિકલ કારણો, મન ધારે એ તત્ત્વ શરીરમાં ડેવલપ કરી શકે
દેશના અમુક ખૂણે કોરોનાની વેક્સિન લેનારી વ્યક્તિના શરીર પર વિવિધ ચીજવસ્તુઓ ચીપકી જતી હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. એટલું જ નહીં, આવી ઘટનાઓના અનેક વીડિયો અને ફોટો વાઇરલ થઇ રહ્યા છે. રાજકોટ, સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પણ આવા બનાવો સામે આવતાં લોકોમાં અચંબિત છે તો અનેક લોકોએ આવી ઘટનાને પગલે રસીથી દૂર રહેવાનું મન બનાવી લીધાનું પણ સામે આવી રહ્યું છે, પરંતુ વેક્સિન લીધા પછી શરીર ચુંબકીય બની જવું વૈજ્ઞાનિક રીતે અશક્ય છે.
વાંચો સમાચાર વિગતવાર

4) વડગામના મેમદપુરના શહીદની વતનમાં અંતિમ યાત્રામાં આખું ગામ ભીની આંખે જોડાયું, શહીદના પિતા અને બે ભાઈ પણ આર્મીમાં
વડગામના મેમદપુરના શહીદ જવાનના પાર્થિવદેહને આજે માદરે વતન લવાયો હતો. મેમદપુરના જશવંતસિંહ જવાનજી રાઠોડ જમ્મુ-કાશ્મીર ખાતે મા ભોમની રક્ષા.કરતાં કરતાં શાહીદ થયા હતા. જવાન શહીદ થતાં તેમના પાર્થિવદેહને વતન લવાયો હતો, જ્યાં સમગ્ર ગામ સહિત આગેવાનોએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
વાંચો સમાચાર વિગતવાર

5) રાજ્યમાં 112 દિવસ બાદ 400થી ઓછા કેસ અને 4 દર્દીનાં મોત, 352 નવા કેસ સામે 1006 દર્દી ડિસ્ચાર્જ
રાજ્યમાં કોરોનાની બીજી લહેર હવે શાંત થઈ ચૂકી છે. 24 કલાકમાં 352 નવા કેસ નોંધાયા છે અને 4 દર્દીનાં મોત થયાં છે, જ્યારે 1 હજાર 6 દર્દીએ કોરોનાને માત આપી છે, જેને પગલે રિક્વરી રેટ સુધરીને 97.70 ટકા થયો છે. 7 મહાનગર અને 31 જિલ્લામાં એકપણ મોત નોંધાયું નથી. સતત સાતમા દિવસે એટલે કે અઠવાડિયાથી એકેય જિલ્લા કે શહેરમાંથી 100થી વધુ કેસ નોંધાયા નથી.
વાંચો સમાચાર વિગતવાર

અન્ય સમાચારો પણ છે...