તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લવ સેક્સ અને ફરિયાદ:અમદાવાદની મોડલ યુવતીએ વેપારી યુવક પાસે રૂ. 10 લાખની માગ કરી, મોડલે યુવક બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ નોંધાવી

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેપારી યુવક અને મોડલ દુબઇમાં મળ્યા હતા અને બાદમાં તેમની વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો
  • યુવતીના અન્ય યુવક સાથે સંબંધ હોવાથી તેણે સંબંધ તોડી નાખતા પૈસાની માગ કરી
  • યુવકે હોટલમાં લઈ જઈ લગ્નના નામે બળાત્કાર કર્યાની ફરિયાદ મોડલે નોંધાવી

અમદાવાદ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા અને વેપારી યુવકને અમદાવાદની મોડલ વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. દરમિયાનમાં મોડલને અન્ય યુવકો સાથે સંબંધ હોવાની જાણ થતાં યુવકે મોડલ સાથે સંબંધ ઓછા કરી નાખ્યા હતાં. જેથી મોડલ અને તેની માતાએ યુવકને સમાધાન માટે ઘરે બોલાવી રૂ. 10 લાખની માગ કરી હતી. જે બાબતે યુવક અને તેના પરિવારજનોએ રેકોર્ડિંગ કરી લીધું હતું. આ મામલે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. બીજી તરફ મોડલ યુવતીએ પણ યુવકે ચાંદખેડા અને નરોડા ખાતે હોટલમાં લઈ જઈ તેના પર મરજી વિરૂદ્ધ બળાત્કાર કર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે.

બંનેની ફરિયાદ પોલીસે નોંધી, રેકોર્ડિંગ અને અન્ય પુરાવા પણ લીધા
કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પીઆઇ જે.આર.પટેલે Divyabhaskar સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, યુવકના પિતાની અને મોડલ યુવતી બંનેની ફરિયાદ લેવાઈ છે. રેકોર્ડિંગ અને અન્ય પુરાવા આપવામાં આવ્યા છે. જેની તપાસ ચાલુ છે. યુવતીની ફરિયાદમાં પણ મેડિકલ તપાસ કરવામા આવી અને તપાસ ચાલુ છે.

મોડલ અને વેપારી યુવક વચ્ચે સોશિયલ મીડિયાની મિત્રતા બાદ નિકટતા વધી
કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા અને એસ્ટેટ બ્રોકરનો પુત્ર ગાર્મેન્ટનો વ્યવસાય કરે છે. ઓગસ્ટ 2019માં તેમનો પુત્ર જ્યારે વિદેશમાં એરલાઇન્સનો અભ્યાસ કરવા ગયો ત્યારે સોશિયલ મીડિયા પર કૃષ્ણનગર વિસ્તારમાં રહેતી મોડલ યુવતી સાથે મિત્રતા થઈ હતી. અમદાવાદ પરત ફરતી વખતે દુબઇ એરપોર્ટ પર બંનેની મુલાકાત થઈ હતી. અમદાવાદ આવ્યા બાદ બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો ને તેઓ ફરવા જતા હતાં. દરમિયાનમાં મોડલ યુવતીને અન્ય યુવક સાથે સંબંધો હોવાની જાણ થતાં તેણે સંબંધ ઓછો કરી નાખ્યો હતો. તેથી મોડલ યુવતીએ યુવકને તેના ઘરે બોલાવ્યો હતો. મોડલ યુવતી અને તેની માતાએ તારા પિતા રૂ. 10 લાખ આપશે તો કોઈ પોલીસ ફરિયાદ કરશે નહીં તેમ કહી પૈસા માંગ્યા હતા. યુવકે પરિવારને આ બાબતે જાણ કરી હતી.

મોડલ યુવતી અને તેની માતાની મીટિંગ દરમિયાનની વાતચીતનું યુવકના પરિવારે રેકોર્ડિંગ કરી લીધું
કૃષ્ણનગર ખાતે એક એસ્ટેટ બ્રોકરના ત્યાં મોડલ યુવતી અને તેની માતાએ યુવકના પરીવારજનો સાથે મીટિંગ કરી હતી. યુવકના મોડલ યુવતી સાથે લગ્ન કરવા તેની માતાએ કહ્યું હતું પરંતુ યુવકના પરિવારે ના પાડતા રૂ. 10 લાખની માગ કરી હતી. જે બાબતે રેકોર્ડિંગ કરી લીધું હતું અને અન્ય વાતચીત પણ હતી જે રેકોર્ડિંગ કરી છે. મોડલ યુવતી અને તેની માતા પૈસાની માંગણી કરતા તેઓએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

યુવતીએ યુવક સામે દુષ્કર્મ અને ઉઠાવી જવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી
બીજી તરફ મોડલ યુવતીએ પણ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે વિશાલ નામના યુવક સાથે દુબઈમાં તેની મિત્રતા થઈ હતી અને તેણે અમદાવાદ ઘરે આવી લગ્નની વાત કરી હતી. બાદમાં લગ્નની લાલચ આપી ચાંદખેડાની આર. આર હોટેલ અને નરોડા ગેલેક્સી ખાતે ગેસ્ટહાઉસમાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં તેને વિશાલ જોડે વાત કરવાનું બંધ કરી દીધું હતું તો તેના કામની જગ્યાએ આવી હેરાન કરતો હતો. બાદમાં ઘરે તેને વાત કરવા બોલાવતા તને રસ્તામાંથી ઉઠાવી જઈશ તેવી ધમકી આપી હતી. કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી તપાસ શરું કરી છે.

આ બાબતે ફરિયાદીએ DivyaBhaskar સાથેની વાતચીતમાં કહ્યું હતું કે અમે બધા પુરાવા પોલીસને આપી દીધા છે અને ફોન પણ પોલીસે જમા કરી લીધો છે. બીજી તરફ મોડલ યુવતીએ આ બાબતે કોઈ વાતચીત કરવાનો ઇનકાર કરી દીધો છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો