તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોશિયલ મીડિયા પર સિદ્ધિ:“મોબાઈલ ટુ સ્પોર્ટ્સ: પ્લે એટ હોમ” ઈનિશિયેટિવ ફેસબુક પેજ વિઝિટર્સનો આંકડો 14 લાખને પાર

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

આપની સમક્ષ મને એ વાત જણાવતા ખૂબ આનંદ થાય છે કે, 15 જૂનના રોજ અમારી “મોબાઈલ ટુ સ્પોર્ટ્સ: પ્લે એટ હોમ” ઈનિશિયેટિવ ફેસબુક પેજ વિઝિટર્સનો આંકડો 14 લાખને પાર થઈ ગયો છે. હજી નવ મહિના પહેલાં જ 1 ઓક્ટોબર, 2020ના રોજ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી દ્વારા આ ફેસબુક પેજને લોંચ કરવામાં આવ્યું હતું. આટલા ટૂંકા ગાળામાં વિશ્વના 60 ભિન્ન દેશોમાંથી 14 લાખ કરતા વધુ વિઝિટર્સ આ ફેસબુક પેજની મુલાકાત લઈ ચૂક્યા છે. આ પેજના લોન્ચિંગનો ઉદ્દેશ સ્પોર્ટ્સ, યોગ, ફિઝિકલ એક્ટિવિટી પ્રત્યે વધુને વધુ લોકોને આકર્ષિત કરવાનો (અને સાથે લોકોને મોબાઈલ પર વધુ સમય વિતાવવાની ટેવ છોડાવવાનો!) હતો.

કોરોના મહામારીના આ કપરાકાળમાં આ પહેલે વધુ મહત્ત્વ હાંસલ કર્યું છે કારણ કે આ પહેલ લોકોની રોગપ્રતિકારકશક્તિ વધારવાની સાથે-સાથે મેદસ્વિતા ઘટાડવા ઉપરાંત તંદુરસ્ત શરીરને જાળવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરી શકે છે!

જોન્ટી રોડ્સ, માઈકલ ઓવેન, ધનરાજ પિલ્લાઈ, આદિર સુમરિવાલા (પૂર્વ-ઓલિમ્પિયન અને પ્રેસિડેન્ટ ઓલ એથ્લેટિક્સ ફેડરેશન) તેમજ બીજા ઘણા અગ્રણી રમતવીરોએ મોબાઈલ ટુ સ્પોર્ટ્સ ઈનિશિયેટિવને આવકાર આપ્યો છે!

મોબાઈલ ટુ સ્પોર્ટ્સ ફેસબુક પેજ અને યુટ્યુબ ચેનલ પર વધુ વિગતો ઉપલબ્ધ છે, તેની લિંક નીચે અપાઈ છેઃ https://www.facebook.com/mobile2sports

અન્ય સમાચારો પણ છે...