તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:પોસ્ટ ઓફિસમાં ‘આધાર’માં મોબાઈલ નંબર અપડેટ થશે, મુખ્ય પોસ્ટ ઓફિસ-પોસ્ટ પેમેન્ટ બેંકમાં ટ્રાયલ શરૂ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પોસ્ટ ઓફિસમાં ગણતરીના સેકન્ડમાં આધાર કાર્ડ અપડેટ કરાવી શકાશે. આધાર કાર્ડમાં મોબાઈલ ન હોય અથવા નંબર ખોટો હશે તો પોસ્ટ ઓફિસમાં સુધારા થશે. જીપીઓ સહિત મુખ્ય પોસ્ટ ઓફિસમાં ટ્રાયલ બેઝ પર આ પ્રક્રિયા શરૂ કરાઈ છે.

હવે તમામ સરકારી-નોનસરકારી કામકાજ માટે પુરાવા તરીકે આધાર કાર્ડને સૌથી વધુ પ્રાથમિકતા અપાય છે. પરંતુ 70 ટકાથી વધુ આધાર કાર્ડધારકોના કાર્ડમાં મોબાઈલ નંબર નથી કે ખોટો છે. તેવા લોકો આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપટેડ કરાવી શકે તે માટે પોસ્ટ વિભાગ અમદાવાદ સહિત દેશભરમાં અભિયાન શરૂ કરનાર છે. હાલમાં ગુજરાતમાં ટ્રાયલ શરૂ કરી દેવાયું છે. જે માટે પોસ્ટના કર્મચારીઓ એપ્લિકેશનમાં જે-તે વ્યક્તિનો આધાર કાર્ડ નંબર નાખી નવો મોબાઈલ નંબર નાખશે. ત્યારબાદ બાયોમેટ્રિક્સ સિસ્ટમમાં વ્યક્તિના અંગૂઠા (થમ્બ) નિશાન લેવાશે.

થમ્બ લીધા બાદ તરત જ વ્યક્તિના મોબાઈલમાં ઓટીપી આવશે જે પોસ્ટના કર્મચારી એપ્લિકેશનમાં નાખતા જ અપડેટનો મેસેજ આવી જશે. આ સંપૂર્ણ પ્રક્રિયા માટે વ્યક્તિએ 50 રૂ.નો ચાર્જ પોસ્ટ વિભાગને ચૂકવવો પડશે. હાલમાં અમદાવાદમાં રોજના 350થી 400 લોકો, ગુજરાતમાં 600થી 700 લોકો આધાર કાર્ડમાં મોબાઇલ નંબર અપડેટ કરાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...