તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:અશેષને શોધવા મોબાઇલના સીડીઆરનું એનાલિસીસ શરૂ

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
એસ્ટેટ બ્રોકર અશેષ અગ્રવાલની ફાઇલ તસવીર - Divya Bhaskar
એસ્ટેટ બ્રોકર અશેષ અગ્રવાલની ફાઇલ તસવીર
  • સેટેલાઇટના એસ્ટેટ બ્રોકરની 17 દિવસે પણ ભાળ મળી નથી
  • અશેષે જતાં પહેલાં કોની કોની સાથે કયા નંબર પરથી વાત કરી હતી તે જાણવા પોલીસે 7 નંબરના સીડીઆર કઢાવ્યા

સેટેલાઈટના અસાવરી ટાવરમાં રહેતા એસ્ટેટ બ્રોકર અશેષ અગ્રવાલનો 17 દિવસ પછી પણ કોઈ પત્તો લાગ્યો નથી. જોકે અશેષે જતાં પહેલા કોની, કોની સાથે કયા નંબર પરથી વાત કરી હતી તે જાણવા માટે પોલીસે તેના 7 નંબરના સીડીઆર કઢાવ્યા છે. ઉપરાંત તેની પત્ની અને ભાઈના સીડીઆર કઢાવીને તેનું પણ એનાલિસીસ શરૂ કર્યું છે તેમ જ અશેષનાં પત્ની અને ભાઈને બુધવારે પણ સેટેલાઇટ પોલીસે પૂછપરછ માટે બોલાવ્યાં હતાં.

સેટેલાઇટના રિઅલ એસ્ટેટ બ્રોકર અશેષ અગ્રવાલની પત્ની દીપિકાબહેન અને ભાઈ અનુરાગને સેટેલાઇટ પોલીસે બુધવારે પૂછપરછ માટે બોલાવ્યાં હતાં. જોકે તે બંને બુધવારે પોલીસ સ્ટેશન આવતા પોલીસે તે બંનેની પૂછપરછ કરી હતી, પરંતુ તેઓ અશેષ વિશે કશું જાણતા જ નહીં હોવાનું રટણ કરી રહ્યાં હતાં. જ્યારે અશેષ અગ્રવાલ અને દીપિકાબહેન તથા અનુરાગના મોબાઇલ ફોનમાંથી મળેલા કેટલાક નંબરો વિશે પણ પોલીસે દીપિકાબહેન અને અનુરાગની પૂછપરછ કરી હતી.

આ ઉપરાંત બોપલ પોલીસ સ્ટેશનમાં આશિષ પટેલે અશેષ વિરુદ્ધ આપેલી અરજીની તપાસમાં બોપલ પોલીસે આશિષ પટેલને જરૂરી પુરાવા લઈને બોલાવ્યો હતો, પરંતુ બુધવારે પણ આશિષ પટેલ પુરાવા લઈને બોપલ પોલીસ સ્ટેશન પહોંચ્યા ન હતા.

સેટેલાઈટ કે બોપલ પોલીસ સ્ટેશનમાં અશેષ વિરુદ્ધ બીજી કોઈ અરજી કે ફરિયાદ હજુ સુધી થઈ નહીં હોવાનું પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું. આથી અશેષે ઘર છોડીને જતા પહેલા જે વ્યક્તિઓ સાથે વાત કરી હતી તે લોકોની પણ પોલીસે યાદી તૈયાર કરીને તેમની સાથે વાત કરવાનું શરૂ કર્યું છે. પોલીસનું કહેવું છે કે, હજુ સુધી અશેષની કોઈ ભાળ મળી નથી, પરંતુ અશેષ - દીપિકાબહેન અને અનુરાગના મોબાઇલ ફોનના સીડીઆરમાંથી જ કોઈ કડી મળી શકે તેમ હોવાથી તે દિશામાં ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અશેષ ગુમ થયાની તેની પત્નીએ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...