તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોર ઝડપાયા:મોબાઇલ ઝૂંટવતા, ઘરફોડ ચોરી કરનારા 2ની ધરપકડ

અમદાવાદ18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગાયકવાડ હવેલી પોલીસમાં ગુના નોંધાયા હતા

શહેર ક્રાઇમ બ્રાંચે વાહનચાલકોના ફોન ઝૂંટવનારા અને ઘરફોડમાં સંડોવાયેલા બેને ઝડપી પાડ્યા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે શાહઆલમ ટોલનાકા પાસેથી મહેબુબ ઉર્ફે નોની અજમેરી (ઉં.વ.52 અલ રહેમાની સોસાયટી, મુસ્કાન ગાર્ડન પાસે વેજલપુર)ને ઝડપી લીધો હતો. તેની પાસેથી પોલીસે રૂ.15 હજારની કિંમતનો ફોન કબજે કર્યો હતો. આરોપીએ કબૂલાત કરી હતી કે તેણે આ ફોન 8 નવેમ્બરે વિક્ટોરિયા ગાર્ડન પાસેથી બાઇક પર જતા યુવકના હાથમાંથી ઝૂંટવ્યો હતો.

આ દરમિયાન પોલીસની ટીમે બહેરામપુરાના મેલડી મંદિર પાસેથી આસિફ ઉર્ફે મામલે શેખ (ઉં.24, ન્યૂ શાહઆલમ સોસા., બેરલ માર્કેટ, દાણીલીમડા)ને એક ફોન સાથે ઝડપી લીધો હતો. આ અંગે તેણે કબૂલાત કરી હતી કે, તેણે આ ફોન જમાલપુર મુંડા દરવાજા પાસે ઘરફોડ ચોરી કરી મેળવેલ છે. આ બંને ગુના ગાયકવાડ હવેલી પોલીસમાં દાખલ થયા હતા, જેને ક્રાઈમ બ્રાંચે ડિટેક્ટ કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો