તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાના આંકડા મુદ્દે આક્ષેપબાજી:MLA ઈમરાન ખેડાવાલાનું ટ્વિટ, ડૉ.રાજીવ ગુપ્તા સાહેબ શહેરની જનતાને મોતના મોઢામાં ન નાંખો અને સાચું બોલો, ગુપ્તાએ ખેડાવાલાને બ્લોક કર્યાં

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડાબેથી ઈમરાન ખેડાવાલા અને ડૉ.રાજીવ ગુપ્તા - Divya Bhaskar
ડાબેથી ઈમરાન ખેડાવાલા અને ડૉ.રાજીવ ગુપ્તા

હાલ અમદાવાદમાં કોરોના બેફામ બનીને લોકોના જીવ લઈ રહ્યો છે. શહેરમાં દરરોજ 330-340 નવા કેસ સામે આવી રહ્યાં છે. હાલ કોરોના પર કાબૂ મેળવવા તંત્ર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યાં હોવાછતાં કોરોના કાબૂમાં આવતો નથી. જો કે મહામારી વચ્ચે AMCના અધિકારી પર આંકડા છુપાવવાથી લઈને કામગીરીમાં ઢીલાશ દાખવવાના અનેક આક્ષેપો થઈ રહ્યાં છે. તેમાં પણ આજે કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ તો AMCના અધિકારીઓ પર આંકડા છુપાવવાનો આક્ષેપ કર્યો છે. માત્ર એટલું જ નહીં, ખાસ ફરજ પરના અધિકારી એવા ડૉ.રાજીવ ગુપ્તાને નિશાને લેતા ટ્વિટ કરી કહ્યું કે, ડૉ.રાજીવ ગુપ્તા સાહેબ શહેરની જનતાને મોતના મોઢામાં ન નાંખો અને સાચું બોલો એવી અપેક્ષા. આ ટ્વિટ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને પણ ટેગ કર્યું છે. ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાના આ ટ્વિટ બાદ ડૉ.રાજીવ ગુપ્તાએ તેમને બ્લોક કરી દીધા હતા.

આ પણ વાંચો: 10 વોલન્ટિયર્સને 0.5 MLનો વેક્સિનનો ડોઝ અપાયો, આડઅસરો તપાસવા અડધો કલાક ઓબ્ઝર્વેશનમાં રાખ્યા

ડૉ.રાજીવ ગુપ્તાએ ઈમરાન ખેડાવાલાને બ્લોક કર્યા તેનો સ્ક્રીન શોટ
ડૉ.રાજીવ ગુપ્તાએ ઈમરાન ખેડાવાલાને બ્લોક કર્યા તેનો સ્ક્રીન શોટ

ખેડાવાલાએ SVPમાં કોરોનાની સારવાર લીધી હતી, સુવિધાઓની પ્રશંસા કરી હતી
આ પહેલા ગત 14 એપ્રિલના રોજ જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ તેમને AMC સંચાલિત SVP હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં 14 દિવસની સારવાર બાદ ખેડાવાલાનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ એસવીપી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હોસ્પિટલમાંથી ઘરે જતા પહેલાં ખેડાવાલાએ હોસ્પિટલના તબીબો અને હોસ્પિટલના સ્ટાફ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો પણ આભાર માન્યો હતો. તેમણે SVP હોસ્પિટલની સર્વોત્તમ સુવિધાઓ બદલ તત્કાલીન AMC કમિશનર વિજય નેહરાનો પણ આભાર માન્યો હતો.

આ પણ વાંચોઃ કોરોનામુક્ત થયા બાદ ખેડાવાલાએ કહ્યું હતું SVPમાં ખૂબ સારી સારવાર મળે છે

શહેર અને જિલ્લામાં સતત નવમા દિવસે 300થી કેસ અને 10ના મોત
અમદાવાદ શહેર જિલ્લામાં કોરોના ફરીવાર આતંક મચાવી રહ્યો છે. 24 કલાકમાં શહેર અને જિલ્લામાં સતત નવમા દિવસે 300થી વધુ એટલે કે 357 નવા કેસ નોંધાયા હતા અને 378 દર્દી સાજા થયા હતા. જ્યારે 10 દર્દીના મોત થયા હતા. 27 નવેમ્બરની સાંજથી 28 નવેમ્બરની સાંજ સુધીમાં શહેરમાં 332 અને જિલ્લામાં 25 નવા કેસ નોંધાયા હતા. તેમજ શહેરમાં 10 દર્દીના મોત થયા. તેમજ શહેરમાં 351 અને જિલ્લામાં 27 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 49,421 થયો છે. જ્યારે 43,121 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે અને મૃત્યુઆંક 2,036 થયો છે.