તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજેટ મંજૂર:એમ.જે લાયબ્રેરીનું વર્ષ 2021-22 માટે રૂ.15.82 કરોડનું બજેટ મંજૂર, તમામ લાયબ્રેરીઓ સંપૂર્ણપણે વાતાનુકુલીત કરાશે

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેયર કિરીટ પરમારની અધ્યક્ષતામાં મળેલી બજેટ સભામાં વ્યવસ્થાપક મંડળે રૂ.50 લાખનો વધારો કર્યો

અમદાવાદની એમ.જે લાયબ્રેરીનું ગ્રંથપાલ બી.જે.મોદીએ વર્ષ 2021-22નું રૂ. 15.32 કરોડનું. ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું. જેમાં આજે મેયર કિરીટ પરમારની અધ્યક્ષતામાં મળેલી બજેટ સભામાં વ્યવસ્થાપક મંડળે વર્ષ રૂ.50 લાખનો વધારો કરી અને રૂ.15.82 કરોડનું બજેટ મંજૂર કર્યું છે. બજેટમાં રૂ.20 લાખના ખર્ચે એમ.જે લાયબ્રેરી અને સંલગ્ન લાયબ્રેરીઓને સંપૂર્ણપણે વાતાનુકુલીત કરવાનો નિર્ણય લેવાયો છે. ઉપરાંત ઇ-લાયબ્રેરી માટે આધુનિકરણ માટે રૂ.20 લાખ અને એમ.જે લાયબ્રેરી અને તેને સંલગ્ન લાયબ્રેરીઓની સુવિધાઓના પ્રચાર માટે રૂ.10 લાખ ખર્ચવામાં આવશે.

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

મેયર કિરીટ પરમાર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે, એમ.જે લાયબ્રેરી અને તેને સંલગ્ન લાયબ્રેરીઓમાં દરરોજ સરેરાશ 2000 લોકો વાંચન માટે આવે છે. ઉનાળામાં અસહ્ય ગરમી હોય છે. વાંચનમાં ગરમીનો એહસાસ ન થાય તેના માટે ક્રમશ લાયબ્રેરીઓને સેન્ટ્રેલી એસી કરવામાં આવશે. એમ.જે. લાઇબ્રેરીને સ્માર્ટ લાયબ્રેરી વિકસાવવાના ભાગરૂપે કિઓસ્ક મશીન, કમ્પ્યુટર સિસ્ટમ સાથે ઇ બુક રીડર, લાયબ્રેરી વેબ પોર્ટલ, વેબ ઓપેક, RFID સિસ્ટમ શરૂ કરવામાં આવશે.

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

આગામી માસથી ઈશ્યુ રિટર્ન, રિન્યુઅલ, રિઝર્વેશન અને મેમ્બરશીપ જેવી સુવિધાઓ લાયબ્રેરી નેટવર્કના માધ્યમથી ઓનલાઇન પુરી પાડવામાં આવશે. જેના માટે રૂ.20 લાખ ખર્ચ કરાશે. એમ.જે લાયબ્રેરીમાં પ્રવેશ કરતાં જ સંસ્થામાં આપવામાં આવતી વિવિધ સેવાઓથી અવગત કરવા અને બહારના ભાગે LEDથી પ્રચાર પ્રસાર માટે રૂ. 10 લાખની જોગવાઈ કરવામાં આવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો