તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવ:નેશનલ પાવરલિફ્ટિંગ સ્પર્ધામાં મિત્તલ પટેલને ગોલ્ડ-સિલ્વર મેડલ

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નેશનલ લેવલ ટુર્ના.10 રાજ્યોના 400 ખેલાડીઓએ ભાગ લીધો

દિલ્હીમાં યોજાયેલી પાવરલિફ્ટિંગ સ્પર્ધામાં 10 રાજ્યોના 400 ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં મિત્તલ પટેલે 57.2 કિલો. કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળ્વ્યો હતો. વસ્ત્રાલની મિત્તલ પટેલ છેલ્લાં બે વર્ષથી અક્ષય સિંહ પાસેથી વેઇટ લિફ્ટિંગની ટ્રેનિંગ લઇ રહી છે. હાલમાં દિલ્હી ખાતે યોજાયેલી આ નેશનલ ટૂર્નામેન્ટમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું હતું. હવે તે એશિયન ગેમ માટે તૈયારી કરી રહ્યાં છે. દિલ્હી ખાતે યોજાયેલી આ રમત પહેલા તમામ ખેલાડીઓનાં કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને દર કલાકે થર્મલ ગન દ્વારા ટેમ્પેચર માપવામાં આવતું હતું. આ ઉપરાંત તમામ સ્વાસ્થ્ય સંબંધિત તકેદારીઓ સાથે ઇવેન્ટ યોજી હતી.

પતિના પ્રોત્સાહન થકી જ આજે પાવરલિફ્ટિંગ કરી શકી મારા લગ્નબાદ મારા પતિએ મને પાવરલિફ્ટિંગ કરવા માટે પ્રોત્સાહિત કરી હતી. કોરોના મહામારી દરમિયાન લદાયેલા લોકડાઉનમાં ટ્રેનિંગના અભાવે મારું વજન 68 કિલો થઇ ગયું હતું. પરંતુ આ સ્પર્ધા માટે મારે 58 કિલો. વજન મેન્ટેન કરવાનું હતું. તેથી મેં મારંુ ઘણું ગમતું ફૂડ છોડવું પડ્યું. તમામ ઓઇલી, ફાયબરવાળું ફૂડ છોડીને માત્ર પ્રોટીનયુકત ફૂ઼ડ લઇને 3 મહિનામાં 10 કિલો વજન ઘટાડ્યું. - મિત્તલ પટેલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો