હાઇકોર્ટની નોટીસ:પોલ્ટ્રી બર્ડસની એમ.આઇ.ટી. શોપમાં તેમજ પોલ્ટ્રી શોપમાં થતા કતલ અટકાવવા હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી

અમદાવાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

પોલ્ટ્રી બર્ડસની એમ.આઇ.ટી. શોપમાં તેમજ પોલ્ટ્રી શોપમાં થતા કતલ પર પ્રતિબંધ ફરમાવવાની દાદ માંગતી હાઇકોર્ટમાં જાહેર હીતની અરજી થઇ હતી. આ અરજી પરની પ્રાથમિક સુનાવણી બાદ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ એ.જે. શાસ્ત્રીની ખંડપીઠે જાહેર હીતની અરજી દાખલ કરીને રાજ્યના તમામ મ્યુનિ. કોર્પોરેશન, ગુજરાત રાજય સ્લોટર હાઉસ કમિટી, ગુજરાત સરકારના અલગ અલગ ખાતા, કમિશનર ઓફ ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન, ડાયરેકટર ઓફ એનિમલ હસબન્ડરી, કેન્દ્ર સરકારની ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી સામે નોટીસ કાઢવાનો હુક્મ કર્યો છે.

રાજ્યના કોઇપણ કતલખાનામાં પોલ્ટ્રી બર્ડસની કતલ થતા નથી
એનિમલ વેલફેર ફાઉન્ડેશન અને અહિંસા મહાસંઘ સંસ્થા જે પ્રાણીઓ પર થતાં અત્યાચાર અને ક્રૂરતાને અટકાવવા નિરંતર પ્રયાસો કરે છે. તેઓ દ્વારા હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરી છે. આ અરજીમાં રજૂઆત કરવાની સાથે રજૂ કરવામાં આવેલાં દસ્તાવેજોમાં દર્શાવવામાં આવ્યું છે કે, રાજ્યના કોઇપણ કતલખાનામાં પોલ્ટ્રી બર્ડસની કતલ થતા નથી અને રાજ્યના અમદાવાદ, વડોદરા અને સુરત મ્યુનિસિપાલિટી કોર્પોરેશન દ્વારાએ વિગતો આરટીઆઇ કાયદા હેઠળ કરેલી અરજીના જવાબમાં સ્વીકારવામાં આવી છે.

એનિમલ શબ્દમાં મનુષ્ય સિવાયના બધા જીવતા પ્રાણીનો સમાવેશ થાય
સાથોસાથ ડાયરેકટર ઓફ એનિમલ હસબન્ડરી દ્વારા પબ્લિસ કરવામાં આવેલા લાઇવ સ્ટોક રિપોર્ટ પર મૂકવામાં આવ્યા છે. જેમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે, દર વર્ષે લાખો ટન જેટલું પોલ્ટ્રી બર્ડસનું માંસ જનરેટ કરવામાં આવે છે. આ અરજી પરની પ્રાથમિક સુનાવણી દરમિયાન અરજદાર તરફથી એડવોકેટ નિસર્ગ સંજય શાહે એવી રજૂઆત કરી હતી કે, પ્રિવેન્શન ઓફ કુઅલ્ટી ટુ એનિમલ એક્ટની કલમ 2 ( એ )માં પ્રાણી શબ્દની વ્યાખ્યા આપવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે, એનિમલ શબ્દમાં મનુષ્ય સિવાયના બધા જીવતા પ્રાણીનો સમાવેશ થાય છે. આ પ્રિવેન્શન ઓફ કુઅલ્ટી ટુ એનિમલ એક્ટ હેઠળ સ્લોટર હાઉસ રૂલ્સ-2001 જારી કરવામાં આવ્યા છે. જેમાં એવી જોગવાઇ કરવામાં આવી છે કે, પ્રાણીની કતલ માત્ર અને માત્ર રજીસ્ટર્ડ લાઇસન્સ સ્લોટર હાઉસમાં જ થઇ શકે. તેથી મરઘાંઓની કતલ પોલ્ટ્રી શોપ કે મીટ શોપમાં થઇ શકે નહીં.

​​​​​​​મરઘાંનો સમાવેશ એનિમલની વ્યાખ્યામાં થાય છે ​​​​​​​
અરજદારની આ રજૂઆતને ધ્યાનમાં લઇને હાઇકોર્ટ દ્વારા સંસ્થાઓના વકીલને પૂછવામાં આવ્યું કે, મરઘાંનો સમાવેશ એનિમલની વ્યાખ્યામાં થાય છે અને માછલી જેને પાણીમાંથી પકડીને વેચવામાં આવે છે તેને પણ કતલખાને મોકલવી ફરજિયાત છે. આ પ્રશ્નના જવાબમાં અરજદારના વકીલે એવી રજૂઆત કરી હતી કે, માછલીઓ જયારે પાણીની બહાર કાઢવામાં આવે છે ત્યારે તે મરણ ગયેલી સ્થિતિમાં હોય છે અને હાલના વિષયમાં મરઘાંઓને જીવતા, બીજા પ્રાણીઓની નજર સમક્ષ ઘણી ક્રૂરતાપૂર્વક કતલ કરવામાં આવે છે.

કોઇપણ મીટ શોપમાં જીવતા પ્રાણીઓને રાખી શકાય નહીં
ફૂટ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ( લાયસન્સીંગ એન્ડ રજીસ્ટ્રેશન ઓફ ફૂડ બિઝનેસ રેગ્યુલેશન 2011 ) પ્રમાણે કોઇપણ મીટ શોપમાં જીવતા પ્રાણીઓને રાખી શકાય નહીં. તેવા સંજોગોમાં જીવતા પ્રાણીઓની દુકાનોમાં અથવા કાયદેસર કતલખાના સિવાયની જગ્યાએ કતલ કરી શકાય નહીં. અરજદારની રજૂઆતને ધ્યાનમાં લઇને હાઇકોર્ટે ઉપર્યુક્ત હુક્મ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...