તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિવ્યાંગની વ્યથા:એક કામ માટે 6 મહિનાથી RTOમાં ધક્કા ખાવ છું, અધિકારીઓ ઉડાઉ જવાબ આપે છે, શું હું દિવ્યાંગ છું એટલે આવું વર્તન કરે છે? હવે હારી ગયો છું

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
સમીર કકડ, દિવ્યાંગ - Divya Bhaskar
સમીર કકડ, દિવ્યાંગ
  • દિવ્યાંગને પોતાની કાર ટ્રાન્સફર અને પાસિંગ રીન્યુ કરાવવા RTO ધક્કા ખવડાવે છે
  • મારા જેવા દિવ્યાંગને RTO આવી રીતે હેરાન કરે છે તો સામાન્ય માણસનું કામ કેમનું કરતા હશે: સમીર કકડ, દિવ્યાંગ

અમદાવાદ RTOમાં કોરોના મહામારી આવી ત્યારથી તમામ સુવિધાઓ ઓનલાઈન કરી દેવામાં આવી છે. જેથી લોકોને RTO આવવું ન પડે અને સરળતાથી તેઓ તમામ કામ માટે ઓનલાઇન એપ્લિકેશન કરી શકે છે.પરંતુ તેમાં પણ ઘણીવાર સર્વરની ખામી ના લીધે લોકોને હેરાન થવું પડે છે. સામાન્ય લોકોને તેમના ધંધા રોજગારમાં રજા રાખીને RTOમાં પોતાનું કામ કરાવા આખો દિવસ પસાર થઈ જતો હોય છે. જો સામાન્ય લોકોને આટલી હાલાકી પડે તો દિવ્યાંગ લોકો કઈ રીતે પોતાના RTO ના કામ સમયસર કરી શકતા હશે તે પણ એક સવાલ છે. ત્યારે અમદાવાદના એક દિવ્યાંગ છેલ્લા 6 મહિનાથી પોતાની કાર ટ્રાન્સફર કરાવવા અને તેનું પાસિંગ રીન્યુ કરાવવા RTOના ધક્કા ખાય છે.

ધરણાની ચીમકી ઉચ્ચારી છતાં અધિકારીઓના પેટનું પાણી ન હલ્યું
અખિલ હિન્દુસ્તાન વિકલાંગ એસો.ના પ્રમુખને જ RTO માં ધક્કા ખવડાવવામાં આવે છે તેવી ઘટના સામે આવી છે. સમીર કકડને RTO દ્વારા સોફ્ટવેરની ખામી કહીને દર વખતે તેમને RTOથી પાછા ધકેલી દેવામાં આવે છે. તેઓની અનેક રજૂઆત બાદ પણ તેઓને RTOમાંથી માત્ર ઉડાઉ જવાબો જ મળે છે બીજી તરફ સમાજમાં લોકો કહે છે આવા દિવ્યાંગ લોકોને ઓછી હેરાનગતિ થાય અને તેઓ કામ સરળતાથી થાય તેવા સંદેશાઓ આપતા હોય છે. સમીર કકડ અગાઉ પણ દિવ્યાંગને સાથે રાખીને ધરણાની ચીમકી ઉચ્ચારી હતી. છતાંય અધિકારીઓના પેટનું પાણી પણ ન હલ્યું.

અખિલ હિન્દુસ્તાન વિકલાંગ એસો.ના પ્રમુખ છે સમીર કકડ
અખિલ હિન્દુસ્તાન વિકલાંગ એસો.ના પ્રમુખ છે સમીર કકડ

RTO દર વખતે મને કોઈ કારણ કાઢી ના પાડી દે છે
RTOમાં પોતાના કામ માટે ધક્કા ખાઈ રહેલા સમીર કકડએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, મેં સેકન્ડ હેન્ડ કાર ખરીદી હતી. તેને મારા નામે ટ્રાન્સફર કરવા અને તેનું ફરીથી પાસિંગ રીન્યુ કરવા માટે મેં 6 મહિના પહેલા એપ્લિકેશન કરી હતી. હવે RTOમાં હું ત્યારથી લઈને અત્યાર સુધી ઘણા ધક્કા ખાધા. દર વખતે મને RTO કોઈ કારણ કાઢી ના પાડી દે. અમદાવાદની RTO કચેરી 2 માળે છે મારે કાર બીજીતરફ પાર્કિંગમાં મૂકીને વ્હીલચેરમાં આ બિલ્ડીંગ સુધી આવવું પડે છે તેમાં ઘણી મુશ્કેલીઓ પડે છે.

સમીર કકડ, દિવ્યાંગ
સમીર કકડ, દિવ્યાંગ

કોઈ નિકાલ નથી મારી સમસ્યા નો, હવે હારી ગયો છું
છેલ્લે 10 દિવસ પહેલા RTOના પૂર્વ મુખ્ય અધિકારી બી.વી.લિબાસિયાને મેં રજુઆત કરી હતી. તેઓએ મને વિશ્વાસ અપાવ્યો હતો કે, તમારું કામ થઈ જશે હવે તેમની બદલી થઈ અને હવે દેસાઈ સાહેબ આવ્યા, તો તેઓને મેં રજુઆત કરી તો તેઓએ કહ્યું કે, આમાં હું કઈ ન કરી શકું તમે પૈસા ભરીને કરાવી દો. જોકે દિવ્યાંગને આના માટે કોઈ ચાર્જ ચૂકવવો પડતો નથી. હવે હું ક્યાં જાવ કોને કહું તેઓ કહે છે મેં આગળ પત્ર લખ્યો છે. પણ એ તો કોઈ નિકાલ નથી મારી સમસ્યા નો. હું હવે હારી ગયો છું એક દિવ્યાંગ થઈને મને હવે દુઃખ થાય છે કે આ રીતે આમરી જોડે વર્તન થઈ રહ્યું છે. મારી જોડે આવું થયું છે. કેટલા આવા દિવ્યાંગો હશે જે આવી રજુઆત પણ નહીં કરતા હોય અને આવી હાલાકી નો ભોગ બનતા હશે.