ભૂલ સુધારી શકાશે:ધોરણ 10ના ફોર્મમાં સ્ટાન્ડર્ડ અને બેઝિક ગણિત પસંદ કરવામાં ભૂલ થઇ હશે તો 2 દિવસમાં સુધારી શકાશે

6 મહિનો પહેલા
ભૂલ સુધારીને બે દિવસમાં મેઈલ કરવાનો રહેશે
  • અગાઉના રીપિટર વિદ્યાર્થીઓએ ફોર્મમાં ગણિતનો કોર્ડ 12 લખવાનો હતો
  • કેટલીક સ્કૂલ કે વિદ્યાર્થીઓની ભૂલના કારણે ગણિતનો કોર્ડ 18 લખાઈ ગયો

વર્ષ 2021-22થી ધોરણ 10માં ગણિત વિષયની પરીક્ષા 2 પ્રકારે લેવામાં આવશે.વિદ્યાર્થીઓએ ધોરણ 11માં કઈ સ્ટ્રીમમાં પ્રવેશ લેવો છે તેના આધારે સ્ટાન્ડર્ડ અને બેઝિક ગણિત પસંદ કરવાનું રહેશે. ધોરણ 10ના બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરાઈ ગયા છે પરંતુ તેમાં અનેક ફોર્મમાં ભૂલ જોવા મળી છે જેથી બોર્ડ દ્વારા ગણિતના આ ૨ વિષયોના ફોર્મમાં સુધારો કરવા ૨ દિવસનો સમય આપવામાં આવ્યો છે.

વિદ્યાર્થીઓથી ભૂલના કારણે 18 કોડ લખાઈ ગયો
માર્ચ -2022ની પરીક્ષામાં જ સ્ટાન્ડર્ડ અને બેઝિક ગણિત શરૂ થયું છે, પરંતુ અગાઉના રીપિટર વિદ્યાર્થીઓએ ફોર્મમાં ગણિતનો કોર્ડ 12 લખવાનો હતો. પરંતુ કેટલીક સ્કૂલ કે વિદ્યાર્થીઓની ભૂલના કારણે ગણિતનો કોર્ડ 18 લખાઈ ગયો છે અને ફોર્મ ભરવામાં આવ્યું છે. જેથી આ કોર્ડમાં સુધારો કરવા બોર્ડે સૂચના આપી છે. ઉપરાંત રેગ્યુલર વિદ્યાર્થીઓને પણ સ્ટાન્ડર્ડ અને બેઝિક ગણિત પસંદ કરવામાં ભૂલ થઇ હોય તો સુધારવા માટે સમય આપવામાં આવ્યો છે.

સુધારો કરવા મેઈલ કરવો પડશે
રીપિટર અને રેગ્યુલર વિદ્યાર્થીઓએ ગણિતનો કોર્ડ સુધારવાનો હોય તો તે માટે રીપિટર વિદ્યાર્થીઓએ અગાઉની માર્કશીટ, સ્કૂલના લેટર પેડ અને ઓનલાઈન ફોર્મની નકલમાં ગણિતનો કોર્ડ સુધારવાનો છે ત્યાં લાલ કલરની પેનથી સુધારીને ssc10exam2022@gmail.com પર મેલ કરવાનો રહેશે, તે જ રીતે રેગ્યુલર વિદ્યાર્થીએ પણ સ્કૂલના લેટર પેડ અને ફોર્મમાં લાલ પેનથી સુધારો કરીને 2 દિવસમાં મેલ કરવાનો રહેશે.

અન્ય સમાચારો પણ છે...