હું સહી સલામત છું:​​​​​​​આસારામ આશ્રમમાંથી ગુમ થયેલ વિજય યાદવે જમ્મુ કાશ્મીરથી વીડિયો રેકોર્ડ કરી આશ્રમના મેઇલ આઈડી પર મેલ કર્યો

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દીકરો ઘરે પરત ન ફરતા માતા-પિતા અમદાવાદ આવી પહોંચ્યા હતા
  • આશ્રમમાં દીકરો ન મળતા પરિવારે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ જાણવા જોગ કરી હતી

ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે આસારામ આશ્રમમાંથી 28 વર્ષના હૈદરાબાદ ખાતે રહેતા વિજય યાદવ નામના યુવાનની ગુમ જાણવાજોગ દાખલ થયેલી હતી. જે બાબતે આજે આ કામના ગુમ થનારે સામેથી પોલીસનો સંપર્ક કરી પોતે સલામત હોવાની વાત કરી હતી અને આ બાબતે તેને એક વીડિયો પણ રેકોર્ડ કરીને મોકલાવેલ હતો.

વિજયે પોતાના ઇ-મેઇલ આઇ-ડીથી મેસેજ મોકલ્યો હતો
પોલીસે આશારામ આશ્રમ ખાતે રહેતા માણસોની પુછપરછ કરી તેમજ આશારામ આશ્રમની તથા તેની આજુબાજુના વિસ્તારના સી.સી.ટી.વી. ફુટેજ મેળવી ગુમ થનાર બાબતે માહિતી મેળવી ગુમ થનારની તપાસ કરવામાં આવેલ હતી. આ દરમ્યાન આ કામના ગુમ થનાર વિજય યાદવ નાઓએ તેઓના ઇ-મેઇલ આઇ-ડીથી આશા રામ આશ્રમના ઇ-મેઇલ આઇ.ડી ઉપર મેઇલ દ્વારા મેસેજ કરી જણાવેલ કે તે હાલ એકાંતમાં ગયેલ છે અને તે પોતાના સમયે પરત આવી જશે.

પોલીસે વિજયના મોબાઇલ નંબરનું લોકેશન મંગાવવા તજવીજ હાથ ધરી
આ બાબતે ઇ-મેઇલ આઇ-ડીના આઇ.પી. એડ્રેસની માહિતી મંગાવવા તજવીજ કરેલ બાદ આજરોજ અમો આ બબાતે તપાસ કરી રહેલ હતા. દરમ્યાન આ કામના ગુમ થનારના સંજય યાદવએએ તેઓના મોબાઇલ નંબર ઉપરથી ફોન કરી જાણ કરેલ કે તેઓના ભાઇનો તેઓના મોબાઇલ નંબર ઉપર વોટસએપમાં મેસેજ આવેલ છે અને તે હાલમાં બહાર છે અને તે પરત આવી જશે તેવુ જણાવેલ જેથી તેઓના ભાઇ વિજયના મોબાઇલ નંબરનું લોકેશન મંગાવવા તજવીજ કરેલ છે.

વિજય વૈષ્ણોદેવી જમ્મુ કાશ્મીર ગયો છે
આ દરમ્યાન તેઓના ભાઇ સંજય યાદવ નાઓએ જણાવેલ કે, તેઓના ભાઇએ તેઓની સાથે મોબાઇલ ફોનથી વાત કરી જણાવેલ છે કે તે હાલમા વૈષ્ણોદેવી જમ્મુ કાશ્મીર ખાતે ગયેલ છે અને તે બે દિવસમાં પરત આવી જશે તેમજ આ દરમ્યાન આ કામના ગુમ થનાર વિજય યાદવ નાઓએ અત્રેના ચાંદખેડા પોલીસ સ્ટેશનના ઇ.પોલીસ ઇંસ્પેક્ટર શ્રી આર.એસ. ઠાકર સાહેબ નાઓની સાથે તેઓના મોબાઇલ ફોન ઉપર વાતચીત કરેલ અને તેઓને જણાવેલ કે તે હાલમાં વૈષ્ણોદેવી જમ્મુ કાશ્મીર ખાતે ગયેલ છે અને તે પરત બે દિવસમાં પોતાના ઘરે જતા રહેશે અને તેઓએ તેઓના ભાઇનો સંપર્ક કરી તેઓને આ બાબતે જાણ કરી દીધેલ છે તે દરમ્યાન આ ગુમ થનાર વિજય યાદવના મોબાઇલ નંબરનું લોકેશન કઢાવતા પઠાનકોટ પંજાબ ખાતેનુ આવેલ જે આ કામના ગુમ થનાર હાલ પઠાનકોટ પંજાબ ખાતે છે અને તેઓએ બે દિવસમાં પોતાના ઘરે આવવાનું જણાવેલ છે.

અન્ય સમાચારો પણ છે...