તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમદાવાદમાં કોંગ્રેસના ઉમેદવાર જાહેર કરવાની પ્રક્રિયા પર અનેક પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. જેના કારણે કોંગ્રેસના કાર્યકરોનો રોષ સપાટી પર આવ્યો હતો. શનિવાર સવારથી બપોર સુધી રાજીનામાં પડ્યા અને GPCCની બહાર કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ સૂત્રો ચાર થયા હતા. પણ આ બધાની વચ્ચે શહેરના પૂર્વ વિસ્તારમાં એક ઉમેદવારને ફોન આવ્યો કે, તમારી ટિકિટ ફાઇનલ છે જેથી લોકો મીઠાઈ વહેંચવા લાગ્યા પણ એકાદ કલાકમાં તેમને ટિકિટ કેન્સલ થઈ હોવાની જાણ થતાં ગમગીનીનો માહોલ બન્યો અને એક ધારાસભ્યના ત્યાં વિરોધ કરવા પણ પહોચ્યા હતા.
ટિકિટ લેવા માટે અનેક પ્રયાસો કર્યા, છતાં અંતે કપાયા
ચૂંટણીની ટિકિટ વહેંચણી દરમિયાન નેતાઓએ અનેક ઉમેદવારને આશ્વાશન આપ્યા હતા. જાણે પોતાના પ્રમાણે જ બધુ થતું હોય પરંતુ આ બધાની વચ્ચે શહેરના પૂર્વ વિસ્તારમાં ઘણા લોકોને ટિકિટની લોલીપોપ આપી પણ છેલ્લી ઘડીએ ના પાડી દેવામાં આવી હતી. આવી એક ઘટના અમદાવાદના લઘુમતી મતદારો ધરાવતા વિસ્તારમાં બની હતી. જ્યાં પોતાના ઉમેદવારને ટિકિટ મળે તે માટે અનેક પર્યાસ થયા એટલું જ નહીં કોંગ્રેસના કેટલાક મોટા નેતાઓએ ત્યાં પ્રોગ્રામ પણ કર્યા હતા.પરંતુ ત્યાંની જ ટિકિટ કપાઈ ગઈ છે.
એક ફોનમાં ખુશી ગમમાં બદલાઈ ગઈ
ચોંકાવનારી બાબત એવી છે કે, ઉમેદવારને શુક્રવારે રાતે ફોન કરીને જાણ થઈ કે તમારી ટિકિટ ફાઇનલ છે તમારે ફોર્મ ભરવા જવાનું છે. જેથી ઉમેદવારના સમર્થકો મીઠાઈ વહેંચવા લાગ્યા અને ખુશી મનાવવા લાગ્યા હતા પણ એક એવો ફોન આવ્યો કે, જેના લીધે આ ખુશી લાંબી ટકી નહિ. જેમાં ઉમેદવારની ટિકિટ ગઈ હોવાની જાણ હતી.
ટિકિટ મુદ્દે શનિવારે કાર્યકરોનો વિરોધ દિવસભર ચાલુ રહ્યો હતો
ગઈકાલે કોંગ્રેસ ઉમેદવારોની યાદી સત્તાવાર જાહેર કરશે તેવી વાત બહાર આવ્યા પછી કાર્યકરો અને નેતાઓએ રાત્રે રાહ જોઇ પણ મોડી રાત સુધી યાદી બહાર આવી હતી નહીં. ધારાસભ્યો અને સંગઠનમાં કામ કરતા નેતાઓ-કાર્યકરો વચ્ચે એટલે અસંતોષ અને મતભેદ હતા કે કોંગ્રેસ યાદી બહાર પાડી શકી નહીં. છેવટે વિરોધ એટલો થયો કે ફોન કરીને ઉમેદવારોને જાણ કરી અને શુક્રવારે મોડી રાત્રે અંધારામાં મેન્ડેટ પહોંચાડવા માટે નેતાઓને દોડાવાયા હતા. જો કે, શનિવારે કાર્યકરોનો વિરોધ દિવસભર ચાલુ રહ્યો હતો. ધારાસભ્યો તેમના ટેકેદારોને ચૂંટણી લડાવવાની જીદ પકડતા મામલો ગુંચવાયો હતો.સ્થાનિક સંગઠન અને પ્રદેશ નેતાઓ કાર્યકર્તા અને પક્ષને વફાદાર રહીને કામ કરતા નેતાઓને ટિકિટ આપવા માગતા હોવાથી ધારાસભ્યો-સંગઠન વચ્ચે ટકરાવ થયો હતો. છેવટે ધારાસભ્યોની જ જીદ ચાલી હતી.
ટિકિટ નહીં મળતાં NSUIના હોદ્દાદારો લડી લેવાના મૂડમાં
અમદાવાદમાં કોર્પોરેશનની ચૂંટણીમાં ટિકિટ નહીં મળતાં NSUIના હોદ્દાદારો લડી લેવાના મૂડમાં આવી ગયા હતા. અમદાવાદ જિલ્લાના 700 જેટલા હોદ્દાદારોએ રાજીનામા ધરી દીધા હતા, NSUIના નેતાઓ એટલે સુધી રોષે ભરાયેલા છે કે, તેમણે આ સમગ્ર બાબતને લઈને કોંગ્રેસના આંતરીક વિખવાદને ઉજાગર કર્યો છે. તેમણે ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. કાર્યકરોનો આક્ષેપ છે કે, બંને ધારાસભ્યો કાર્યકરોને સતત દબાવી રહ્યા છે. તેમણે બળાપો કાઢતા કહ્યું કે, પોલીસની લાકડીઓ ખાવા માટે NSUIના કાર્યકરોને આગળ કરવામાં આવે છે, પરંતુ લાભ ખાટવામાં પોતે આગળ રહે છે.
એક MLA પર ટિકિટનો વહીવટ કર્યાનો આરોપ
એક યુવા કોંગ્રેસના પૂર્વ પ્રમુખે પણ છેલ્લા 48 કલાકમાં એક્ટિવ થયા હતા. કોંગ્રેસે રામોલમાં એક ઉમેદવારને સીધો ફોન કરી દીધો હોવાની વાત ચર્ચામાં હતી. આ ઉપરાંત અસારવામાંથી આયાતી ઉમેદવારને પસંદ કરવામાં આવ્યો હોવાની વાત વહેતી થતાં કાર્યકરો પ્રદેશ કાર્યાલય દોડી ગયા હતા અને દેખાવો કર્યા હતા.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.