ન્યાયની માંગ:​​​​​​​ગુજરાતમાં મુસ્લિમ સમાજ વિરુદ્ધ ઉશ્કેરણી જનક ભાષણ સામે FIR ન નોંધાતા માઈનોરિટી કોર્ડિનેશન કમિટીની ન્યાય માર્ચ કાઢવાની જાહેરાત

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મુજાહિદ નફિસ, કન્વીનર, માઈનોરિટી કોર્ડિનેશન કમિટી - Divya Bhaskar
મુજાહિદ નફિસ, કન્વીનર, માઈનોરિટી કોર્ડિનેશન કમિટી
  • 10 નવેમ્બરે ગાંધી આશ્રમથી રાજભવન સુધી ન્યાય માર્ચ કાઢવામાં આવશે

માઈનોરિટી કોર્ડિંનેશન કમિટી- ગુજરાત(MCC)એ આણંદ જિલ્લામાં 24 ઓટકોબરના રોજ પિંકલ ભાટિયા દ્વારા મુસ્લિમ સમાજની લાગણી દુભાય એવા ભાષણો આપીને ટોળાને હિંસા માટે ઉશ્કેર્યા, જેની લેખિતમાં ફરિયાદ આપવા છતાં આરોપી ઉપર FIR દાખલ ન કરવામાં આવતા વાંધો ઉઠવ્યો છે. તેમનું કહેવું છે કે, આરોપી હજુ પણ બહાર ખુલ્લા ફરે છે અને લોકોમાં ભય ઉત્પન્ન કરે છે.

બીજી ઘટના મોરબી જિલ્લાના, મોરબી શહેરમાં 27 ઓક્ટોબરના રોજ “જય અંબે” ગ્રુપ દ્વારા એક જાહેર સભામાં કાજલ બેન નામની મહિલા દ્વારા ટોળાને ખુલ્લી રીતે મુસ્લિમ ધર્મની મસ્જિદ તોડવા માટે આહ્વાન કરવામાં આવેલું, જેની લેખિત ફરિયાદ 28 ઓક્ટોબરના રોજ મોરબી ખાતે કરવામાં આવી હતી. પરંતુ તેની પણ હજુ સુધી એફઆઇઆર દાખલ કરવામાં આવેલી નથી.

આ બાબતે રાજ્યના મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રીને પત્ર લખીને આ લોકો સામે કલમોમાં ધરપકડ માટે માંગ કરેલી છે, પરંતુ અત્યાર સુધી કોઈપણ કાર્યવાહી કરવામાં આવેલી નથી. આ બાબતે MCC તરફથી સરકારને 9 નવેમ્બર સુધી આરોપીઓ સામે કાર્યવાહી કરવા અલ્ટીમેટમ અપાયું છે. જો આરોપીઓને પકડવામાં નહીં આવે તો 10મી નવેમ્બરના રોજ ગાંધી આશ્રમથી રાજભવન ગાંધીનગર સુધી ન્યાય માર્ચ કાઢવાની જાહેરાત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...