તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અપહરણ:રામોલમાં ધાબે સૂતેલા પરિવારને પોલીસની ઓળખ આપી કેટલાક શખ્સો સગીરનું અપહરણ કરી ગયા હતા, એકની અટકાયત

અમદાવાદ6 દિવસ પહેલા
 • કૉપી લિંક
તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
તસવીર પ્રતિકાત્મક છે
 • સગીરને આંખે પટ્ટી બાંધી હાથ બાંધી દઈ અલગ-અલગ જગ્યાઓ પર ફેરવ્યો હતો
 • અંતે સગીરને સીટીએમ પાસે ઉતારી શખ્સો ફરાર થઈ ગયા હતા

શહેરના રામોલ વિસ્તારમાં રહેતો એક પરિવાર મકાનના ધાબે સૂતો હતો. ત્યારે ઘર પાસે એક સફેદ ઇકો કાર આવી હતી અને તેમાંથી કેટલાક શખ્સો આવી મકાનના ધાબે ચડી ગયા હતા. ત્યાં સૂઈ રહેલા એક યુવકના પરિવારને પોલીસ હોવાની ઓળખાણ આપી સગીરનું અપહરણ કરી ફરાર થઈ ગયા હતા. આ સગીરને આંખે પટ્ટી બાંધી હાથ બાંધી દઈ અલગ-અલગ જગ્યાઓ પર ફેરવ્યો હતો અને બાદમાં તેને સીટીએમ પાસે ઉતારી શખ્સો ફરાર થઈ ગયા હતા. જોકે બાદમાં એવું સામે આવ્યું કે, સગીરના ભાઈએ અગાઉ એક છોકરાને માર મારવા બાબતે આ શખ્સોએ અપહરણ કર્યું હતું. જે અંગે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મોટા દીકરાનો અન્ય સાથે ઝઘડો થયો હતો
રામોલમાં રહેતા સરોજબહેન તિવારીને સંતાનમાં 22 વર્ષીય દિપક, દીકરી અને 15 વર્ષનો સંદીપ નામના ત્રણ બાળકો છે. મોટો દીકરો દિપક સિટીએમ ખાતે ફાયનાન્સનો ધંધો કરે છે અને ચારેક દિવસ પહેલા તેને કોઈ આકાશ નામના છોકરા સાથે ઝઘડો થયો હતો. ત્યારનો તે ઘરે આવ્યો ન હતો. રાત્રે સરોજ બહેન તેમનો દીકરો સંદીપ, દીકરી સહિતના લોકો ગરમીના કારણે ધાબે સુતા હતા.

સગીરને ઉઠાવી ઇકો કારમાં લઈ ગયા હતા
ત્યારે રાત્રે સાડા ત્રણેક વાગ્યે એક ઇકો કાર ઘર પાસે આવી અને તેમાં આવેલા કેટલાક શખ્સો સીધા ધાબે ચઢી ગયા અને સંદીપને જગાડી કહ્યું કે, દીપકે બાબાને માર માર્યો છે. અમે પોલીસ સ્ટેશનથી આવીએ છીએ ઉપરથી સાહેબે કીધું છે, પરિવારમાંથી કોઈને બોલાવી લાવો. જેથી સરોજ બહેનની દીકરીએ આ પોલીસની ઓળખ આપનાર પાસેથી આઈકાર્ડ માગતા આઈકાર્ડ ન હોવાનું શખ્સોએ જણાવ્યું હતું અને સંદીપને ઉઠાવી ઇકો કારમાં લઈ ગયા હતા.

નકલી પોલીસ બની સગીરનું અપહરણ કર્યું હતું
સરોજ બહેને આસપાસના લોકોની મદદથી તપાસ કરી પણ કોઈ પતો લાગ્યો નહિ. જેથી પોલીસ સ્ટેશન જઈને તપાસ કરતા કોઈને ન લાવ્યા હોવાનું જણાતા નકલી પોલીસ સગીરનું અપહરણ કરી લઈ ગઈ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો અને અભિમન્યુ બોલું છું કહીને હું અને પ્રમોદ યાદવ તારા ભાઈને લઈ ગયા છે. તેવું આ ફોન કરનાર વ્યક્તિએ કહ્યું હતું. દિપક આવી જશે તો સંદીપને મુક્ત કરી દઈશું તેવું કહેતા સરોજબહેન અપહરણની ફરિયાદ નોંધાવી રહ્યા હતાં.

પોલીસે એક શખ્સની અટકાયત કરી
તેવામાં સવારે છએક વાગ્યે સંદીપ આવી ગયો હતો. તેની આંખે પટ્ટી બાંધી, હાથે રૂમાલ બાંધી શખ્સો તેનું અપહરણ કરી ગયા હતા અને અલગ અલગ જગ્યાઓ પર ફેરવ્યો હોવાનું જણાવતા રામોલ પોલીસે ગુનો નોંધી પોલીસની ઓળખ આપનાર એક શખ્સની અટકાયત કરી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો