બેફામ રોમિયો:​​​​​​​અમદાવાદમાં રસ્તે જતી સગીરાની યુવકોએ છેડતી કરી મારામારી કરી, જો પોલીસ કેસ કરશે તો રેપ કરવાની ધમકી આપી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
તસવીર પ્રતિકાત્મક છે
  • સગીરાને રેપની ધમકી આપતા ડરી અને રડતા રડતા માતા પિતાને આપવીતી જણાવી
  • માતા-પિતાએ મહિલા હેલ્પલાઇનની મદદ લેતા અભયમની ટીમે પોલીસ ફરિયાદ માટે પોલીસ સ્ટેશનમાં મોકલ્યા

અમદાવાદમાં રસ્તા પર જતી છોકરીઓની છેડતી હવે સામાન્ય બાબત બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. હવે અસામાજિક તત્વો એટલા બેફામ બની ગયા છે કે છેડતી કર્યા બાદ મારામારી પણ કરે છે. શહેરના સાબરમતી વિસ્તારમાં રહેતી 17 વર્ષીય સગીરા તેના ઘર નજીકથી પસાર થઈ રહી ત્યારે ઘરની આસપાસ રહેતા કેટલાક છોકરાઓએ તેની છેડતી કરી મારઝુડ કરી હતી. એટલુ જ નહિં જો તું અમારા વિરુદ્ધમાં પોલીસ કેસ કરીશ તો તારા પર રેપ કરીશું. તેવી ધમકી પણ આપી હતી. જેથી ડરી ગયેલી સગીરા ઘરે જઇ ખૂબ જ રડી હતી. માતા પિતાને જાણ કરતા તેઓએ મહિલા હેલ્પલાઇન અભયમની મદદ માંગી હતી. અભયમની ટીમે સગીરા અને તેના માતા-પિતાને કાયદાકીય માહિતી આપી પોલીસ ફરિયાદ કરવા માટે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં મોકલી આપ્યા હતા.

તસવીર પ્રતિકાત્મક છે
તસવીર પ્રતિકાત્મક છે

તારા પર દુષ્કર્મ કરી દઈશુ: સગીરાને ધમકી
મહિલા હેલ્પલાઇન અભયમ 181માં સાબરમતી વિસ્તારમાંથી ફોન આવ્યો હતો કે, તેના ઘરની નજીક ચાલીમાં રહેતા છોકરાઓ છેડતી કરી મારઝુડ કરીને પોલીસ ફરિયાદ કરીશ તો તારા પર દુષ્કર્મ કરી દઈશુ તેવી ધમકી આપે છે. જેથી હેલ્પલાઇનની ટીમ તાત્કાલિક ત્યાં પોહચી હતી. સગીરાના માતા-પિતા મજુરી કામ કરવા જાય છે. સગીરા ઘરે એકલી હોય છે. સગીરા સોસાયટીમાં કામ કરીને ઘરે આવતી હતી ત્યારે તેની ચાલી નજીકમાં રહેતા કેટલાક છોકરાઓએ તેની છેડતી કરી હતી જેથી સગીરાએ તેનો પ્રતિકાર કરતા તેની સાથે મારઝુડ કરી હતી એટલુ જ નહીં ધમકી પણ આપી હતી કે, જો અમારા વિરુદ્ધમાં છેડતીની ફરિયાદ કરીશ તો તારા પર રેપ કરીશું. જેથી ગભરાયેલી સગીરા ઘરે જઈને રડતી હતી.

તસવીર પ્રતિકાત્મક છે
તસવીર પ્રતિકાત્મક છે

માતા-પિતા પહોંચ્યા પોલીસ સ્ટેશન
સગીરાના માતા-પિતા પણ મજુરી કામ કરીને ઘરે પરત ભર્યા ત્યારે સગીરાને રડતી જોઈને પુછપરછ કરી ત્યારે સગીરાએ તમામ બાબતની જાણ કરી હતી. જેથી અભયમની ટીમે સગીરા અને તેના માતા-પિતાને કાનૂની સમજ આપી હતી. બાદમાં સગીરા અને તેના માતા-પિતા આ છોકરાઓના વિરુદ્ધમાં ફરિયાદ કરવાનું કહેતા અભયમની ટીમે તેમને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા મોકલી આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...