સગીરાની પજવણી:અમદાવાદમાં સગીરાની પિતાને ફરિયાદ, આપણા ફ્લેટમાં રહેતો યુવક પાછળ આવે છે, નવરાત્રીમાં પાછળથી સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • યુવકે ઝઘડામાં વચ્ચે પડેલા ફ્લેટના વ્યક્તિને પણ બોલાચાલી કરી માર માર્યો

અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં રહેતી 12 વર્ષીય સગીરાને તેના જ ફ્લેટમાં રહેતો યુવક ત્રણ મહિનાથી હેરાન પરેશાન કરી છેડતી કરતો હતો. સગીરા સ્કૂલે જાય ત્યારે પીછો કરતો હતો. જેથી સગીરાની પિતાને ફરિયાદ કરી હતી કે આપણા ફ્લેટમાં રહેતો યુવક મારી પાછળ પાછળ આવે છે, મારી સામે ધારી ધારીને જુએ છે. નવરાત્રીમાં પાણી પીવા ગઈ તો પણ પાછળ આવી સ્પર્શ કરવાનો પ્રયત્ન કર્યો હતો. સગીરાની માતાને જાણ થતાં આરતી બાદ યુવકને સમજાવવા ગઈ તો ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઝઘડામાં વચ્ચે પડેલા ફ્લેટના વ્યક્તિને પણ બોલાચાલી કરી માર માર્યો હતો. આ મામલે કૃષ્ણનગર પોલીસે યુવક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મારી સામે ધારી ધારીને જુએ છે
નવા નરોડા વિસ્તારમાં આવેલા ફ્લેટમાં 12 વર્ષીય સગીરા તેના પરિવાર સાથે રહે છે અને કૃષ્ણનગર સરદાર ચોકમાં આવેલી સ્કૂલમાં ધો. 7માં અભ્યાસ કરે છે. ચાર દિવસ પહેલા સગીરાની પિતાને ફરિયાદ કરી હતી કે આપણા ફ્લેટમાં રહેતો અંકિત હું સ્કૂલે જાઉં ત્યારે મારી પાછળ પાછળ આવે છે, મારી સામે ધારી ધારીને જુએ છે. મારી સાથે ફ્રેન્ડશીપ કરવાનો પ્રયત્ન કરે છે. નવરાત્રીમાં પણ આવા પ્રયત્ન કર્યા હતા. ગરબા રમ્યા બાદ પાણી પીવા જાઉ તો પણ પાછળ આવી સ્પર્શ કરવાનો પ્રયત્ન કર્યો હતો.

યુવકે જાનથી મારી નાખવાની ધમકી આપી
સગીરાની માતાને જાણ થતાં તેઓ બીજા દિવસે રાતે ફ્લેટમાં આરતી બાદ અંકિતને સમજાવવા ગયા હતા. મારી દીકરીને હેરાન કરતો નહિ એમ કહેતા અંકિત ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળાગાળી કરી ફરિયાદ કરવા જશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઝઘડામાં વચ્ચે પડેલા ફ્લેટના વ્યક્તિને પણ બોલાચાલી કરી માર માર્યો હતો. આ મામલે કૃષ્ણનગર પોલીસે યુવક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...