ક્રાઇમ:ચાર્જર આપવાનું કહી સગીરા 12 વર્ષ મોટા પ્રેમી સાથે ફરાર

અમદાવાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાણીપમાં માતા સાથે કરિયાણું લેવા ગઇ હતી

લૉકડાઉનમાં માતાની સાથે કરિયાણું લેવાના બહાને નીકળેલી સગીરા પ્રેમી સાથે ભાગી ગઇ હતી. મોબાઈલનું ચાર્જર આપીને પાછી આવવાનું કહીને સગીરા ગઇ ત્યારબાદ સગીરા પાછી આવી જ નહીં. ફાઈનાન્સ કંપનીના મેનેજરની દીકરી 3 વર્ષ કરતાં વધારે સમયથી તેના કરતાં 12 વર્ષ મોટી ઉંમરના સિકયોરિટી ગાર્ડના પ્રેમમાં પડી હતી અને તેની સાથે જ ભાગી ગઇ હતી.  રાણીપની એક સોસાયટીમાં રહેતા સચીનભાઇની દીકરી મોના (17, નામ બદલ્યું છે) માતા  સાથે કરિયાણુ લેવા ગઇ હતી. દરમિયાનમાં મોનાએ માતાને કહ્યું હતું કે, હું ભરત ગુર્જરને ચાર્જર આપીને પાછી આવું છું. તેમ કહીને મોના ગઇ હતી. જોકે મોના પરત ન આવતા તેની માતાએ રાણીપ પોલીસ સ્ટેશનમાં ભરત ગુર્જર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પીઆઈ જે.બી.ખાંભલાએ જણાવ્યું હતું કે, ભરત ગુર્જર અને મોના વચ્ચે 3 વર્ષથી સમયથી પ્રેમ સંબંધ હતો. જોકે ભાવેશ રાણીપ બસ સ્ટેન્ડમાં સિક્યોરિટીનો કોન્ટ્રાકટર ધરાવતી કંપનીમાં ગાર્ડ તરીકે ફરજ બજાવે છે

અન્ય સમાચારો પણ છે...