તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજ્યની 6 મહાનગરપાલિકાની ચૂંટણી આડે હવે 4 દિવસ જ બાકી છે. તમામ રાજકીય પાર્ટીઓ પોતાના ઉમેદવાર જીતાડવા માટે એડી ચોટીનું જોર લગાવીને પ્રચાર કરી રહ્યા છે જેમાં વર્ષોથી ભાજપનો ગઢ ગણાતા ખાડિયા વોર્ડમાં આ વખતે કોંગ્રેસનો પ્રચાર જોઈને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા મેદાનમાં ઉતર્યા છે. ખાડિયા વોર્ડમાં ભાજપએ પાર્ટીની નવી પોલિસી અનુસાર જુના ઉમેદવારની ટિકિટ કાપી અને આખી નવી પેનલને ઉમેદવાર તરીકે ઉભી રાખી છે જેને લઈને કાર્યકતાઓમાં નારાજગી જોવા મળી રહી છે. કેટલાક કાર્યકર્તા ઓ નવી ઉમેદવારની પેનલ થી નારાજ છે. તેઓ નું માનવું છે કે જુના ઉમેદવાર વિસ્તારના કામો કરાવવા સક્ષમ છે સાથે તેઓ નું સારું વર્ચસ્વ પણ ખાડિયામાં છે પાર્ટીના નિર્ણય ને માન્ય રાખી કાર્યકરો હાલ તો પ્રચાર કરી રહ્યા છે.
પ્રદીપસિંહ જાડેજાએ ખાડિયામાં પ્રચાર કરવા મેદાને ઉતારવું પડ્યું
બીજી બાજુ કોંગ્રેસમાં પણ આ વખતે ઉમેદવારની પસંદગીમાં બદલાવ થયા છે. જેમાં જમાલપુરના પૂર્વ કોર્પોરેટરને ખાડિયામાંથી ટિકિટ આપવામાં આવી છે. જેથી કોંગ્રેસમાં પણ ઘણા નેતાઓ અને કાર્યકરો નારાજ છે. કેટલાક કાર્યકરોએ તો કોંગ્રેસ ભવનની બહાર વિરોધ પણ કર્યો હતો સાથે જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પક્ષ થી નારાજ થઈને ઉમેદવારની પસંદગી અંગે વિરોધ કર્યો હતો.આ વખતે ભાજપની ઉમેદવારની પેનલ બદલાઇ છે એટલે ચોક્કસ રીતે કહી શકાય કે ભાજપમાં ક્યાંક ને ક્યાંક ભીતિ છે. જેને લઈને પ્રદીપસિંહ જાડેજાએ ખાડિયામાં પ્રચાર કરવા મેદાને ઉતારવું પડ્યું છે.
કોરોનાની ગાઈડલાઈનના લીરેલીરા ઉડ્તા નજરે પડ્યા
આ પ્રચાર દરમિયાન કોરોનાની ગાઈડલાઈનના લીરેલીરા ઉડ્તા નજરે પડ્યા હતાં. કેટલાક કાર્યકરો માસ્ક વગર જોવા મળ્યા તો કેટલાક ટોળું વળીને ફોટો પડાવવા ધક્કામૂકી કરતા નજરે પડ્યા હતાં.રાજ્ય ચૂંટણીપંચની ગાઈડલાઈનનો અનાદર થતો જોવા મળ્યો કારણ કે ક્યાંય સોશિયલ ડિસ્ટન્સ જોવા મળ્યું નહોતું. સામાન્ય વ્યક્તિને જો નાકની નીચે પણ માસ્ક હોય તો તેને એક હજાર રૂપિયા દંડ પેટે ભરવા પડે છે. બીજી બાજુ આ પ્રચાર દરમિયાન પોલીસ કેમ મુખપ્રેક્ષક બની ને બેઠી છે તેવા સવાલો થઇ રહ્યા છે.
કોંગ્રેસના ગઢ દરિયાપુરમાં પ્રદેશ પ્રમુખ મેદાનમાં ઉતર્યા
દરિયાપુર વોર્ડ કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે આ વખતે કોંગ્રેસના સિનિયર નેતા અને કોર્પોરેટર એવા સુરેન્દ્ર બક્ષીના પુત્ર નીરવ બક્ષીને પક્ષે ટિકિટ આપી છે કોંગ્રેસનો ગઢ એવા આ વોર્ડમાં લઘુમતી સમાજના મોટા મત રહેલા છે. કોંગ્રેસ પક્ષને દરિયાપુરમાં આ વખતે સામે AIMIMના ઉમેદવાર હોવાથી કોંગ્રેસને કપરાં ચઢાણ લાગી રહ્યા છે. દરિયાપુર વોર્ડમાં કોંગ્રેસનું પ્રભુતવ વધુ હોવાથી આસાનીથી જીતી શકે તેમ છે. તેમ છતાં કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને આ વખતે ડોર ટુ ડોર પ્રચાર કરવા માટે મેદાનમાં આવવું પડ્યું છે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.