સરકારની જાહેરાત:સતત બીજા વર્ષે ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની શિક્ષણમંત્રીએ જાહેરાત કરી

22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સતત બીજા વર્ષે ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની શિક્ષણમંત્રીએ જાહેરાત કરી

રાજ્ય સરકારે સતત બીજા વર્ષે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે. આ અંગેની જાહેરાત રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કરી છે. ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને સતત બીજા વર્ષે માસ પ્રમોશનનો સરકારનો નિર્ણય કર્યો છે. કોરોનાની પરિસ્થિતિને કારણે ગુણ કે ગ્રેડ ધ્યાને લીધા વિના વર્ગ બઢતી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુણ, ગ્રેડ કે ટકાને ધ્યાને લીધા વગર તમામ વિદ્યાર્થીઓને વર્ગબઢતી
વિદ્યાર્થીઓના વિશાળ હિતને ધ્યાને લઇ વર્ષ 2022-23માં લેવાયેલી વાર્ષિક પરીક્ષાઓના પરિણામને આધારે વર્ગબઢતી આપવા અંગેના તા.21/09/2019ના જાહેરનામાના અમલને રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષ પૂરતો મુલતવી રાખવામાં આવશે.આ નિર્ણયને કારણે ધોરણ 1થી 8ના વિધાર્થીઓનું પરિણામ જે પણ હોય તેમાં એમના ગુણ, ગ્રેડ કે ટકાને ધ્યાને લીધા વગર તમામ વિદ્યાર્થીઓને વર્ગબઢતી આપવામાં આવશે.પ્રાથમિક શાળાઓમાં રાબેતા મુજબ દ્વિતીય સત્રાંત(વાર્ષિક) પરીક્ષા પૂર્ણ થઇ હોવાથી પરીક્ષાના પરિણામની અસર વિદ્યાર્થીઓની વર્ગબઢતી પર લાગૂ કરવાની રહેશે નહીં.

અંદાજે 12.50 લાખ વિદ્યાર્થીને ચાલુ શૈક્ષણિક વર્ષમાં નાપાસ નહીં થાય
રાજ્યભરના ધોરણ-5 અને 8ના અંદાજે 12.50 લાખ વિદ્યાર્થીને ચાલુ શૈક્ષણિક વર્ષમાં નાપાસ કરવામાં આવશે નહીં. આથી ધોરણ-5 અને 8માં વિદ્યાર્થીઓને પાસ કે નાપાસ કરવાના શિક્ષણ વિભાગના ગત વર્ષ-2020ના આદેશની અમલવારી થઇ શકશે નહીં. આથી ચાલુ શૈક્ષણિક વર્ષમાં વાર્ષિક પરિણામ તૈયાર કરતી વખતે ગત વર્ષ-2020ના આદેશની અમલવારી કરવી કે નહી તેની મૂંઝવણ દૂર થઇ છે.

રાજ્યભરના ધોરણ-1થી 8ના કુલ-5125905 વિદ્યાર્થીઓમાંથી જેને વાર્ષિક પરીક્ષા આપી હશે તેવા વિદ્યાર્થીઓને નાપાસ કરાશે નહી. જોકે ધોરણ-1થી 8ના 51.25 લાખ વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષા શનિવારે પૂર્ણ થતાં ઉનાળું વેકેશનનો પ્રારંભ થયો છે. પરંતુ પ્રાથમિક શિક્ષકોનું 35 દિવસીય ઉનાળુ વેકેશનનો પ્રારંભ આગામી તારીખ 9મી, મે-2022ના રોજ પ્રારંભ થશે.

પ્રથમ પરીક્ષા નહીં લેવાઈ હોવાથી તેના 40 ગુણ ગણતરીમાં નહીં લેવાય
રાજ્યની પ્રાથમિક શાળામાં ધોરણ-5 અને 8માં વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવશે કે નહી તેમ પૂછતા રાજ્યના શિક્ષણ સચિવ વિનોદ રાવે જણાવ્યું છે કે કોરોનાના કારણે શૈક્ષણિક વર્ષના છથી સાત માસ બંધ રહ્યા હોવાથી ચાલુ વર્ષે ધોરણ-5 અને 8ના વિદ્યાર્થીઓના નાપાસ કરાશે નહીં.

ચાલુ શૈક્ષણિક વર્ષમાં 160 ગુણમાંથી મૂલ્યાંકન કરવાનું રહેશે
કોરોનાની મહામારીને કારણે પ્રથમ શૈક્ષણિક સત્રમાં ઓનલાઇન શિક્ષણ આપવામાં આવ્યું હતું. આથી વાર્ષિક પરિણામ તૈયાર કરવામાં 200ને બદલે માત્ર 160 ગુણમાંથી મૂલ્યાંકન કરીને પરિણામ તૈયાર કરવાનો શિક્ષણ વિભાગે આદેશ કર્યો છે. કેમ કે પ્રથમ શૈક્ષણિક સત્રમાં પ્રથમ સત્રાંત પરીક્ષા લેવામાં આવી નહી હોવાથી તેના 40 ગુણ ગણતરીમાં લેવાના રહેશે નહી.

વાર્ષિક પરિણામના મૂલ્યાંકનના નિયમો

પ્રથમ સત્રની પરીક્ષાના

એકમ કસોટીનાવિદ્યાર્થીઓની વર્ગખંડમાં સહભાગિતાનો સમાવેશકુલ-200 ગુણમાંથી મૂલ્યાંકન કરવાનો નિયમ
40 ગુણ40 ગુણ20 ગુણ

બીજા સત્રની પરીક્ષાના

એકમ કસોટીના

વિદ્યાર્થીઓની વર્ગખંડમાં સહભાગિતાના આધારે

40 ગુણ40 ગુણ20 ગુણ
અન્ય સમાચારો પણ છે...