ચાલશે વડાપ્રધાન:12મી માર્ચે 10 વાગ્યે સાબરમતી આશ્રમ પહોંચશે પ્રધાનમંત્રી, બાપુની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી પ્રતિકાત્મક દાંડી યાત્રા શરૂ કરશે

અમદાવાદ8 મહિનો પહેલા
સાબરમતી આશ્રમમાં ગાંધી બાપુને પુષ્પ અર્પણ કરતા વડાપ્રધાનની ફાઈલ તસવીર
  • દાંડી યાત્રાના 91 વર્ષ થઈ રહ્યા હોવાના અવસરે દાંડી પુલ પર ખૂદ નરેન્દ્ર મોદી ચાલતા જશે
  • આજે SPG અને ગુજરાત પોલીસની ટીમે મોદીની વિઝીટના સ્થળોનું નિરીક્ષણ કર્યું

અમદાવાદના સાબરમતી આશ્રમમાં 12મી માર્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી રહ્યા છે. તે સમયે કેન્દ્રના કેટલાક દિગ્ગજ નેતાઓ પણ તેમની સાથે આવશે. દાંડી યાત્રાના 91 વર્ષ થઈ રહ્યા હોવાના અવસરે દાંડી પુલ પર ખૂદ નરેન્દ્ર મોદી ચાલતા જશે. જે માટે આજે SPG અને ગુજરાત પોલીસની ટીમે મોદીની વિઝીટના સ્થળોનું નિરીક્ષણ કર્યું હતું. અહીંયા તેઓ પહેલા ગાંધીની પ્રતિમાને સુતરની આટી પહેરાવશે ત્યાર બાદ હૃદય કુંજ જશે અને ત્યાંથી તેઓ ચાલતા દાંડી બ્રિજ તરફ જશે.

10 વાગ્યે ગાંધી આશ્રમ જશે પીએમ મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 12મી માર્ચે સવારે અમદાવાદ આવશે અને 10 વાગ્યાની આસપાસ ગાંધી આશ્રમ જશે. ત્યાં તેઓ કઈ કઈ જગ્યાએ જશે તે માટેની તૈયારીની આખરી ઓપ અપાઈ રહ્યો છે. જેના કારણે આજે મોટાભાગની જગ્યાઓનું નિરીક્ષણ SPG અને અન્ય સ્થાનિક પોલીસ એજન્સી દ્વારા કરવામાં આવ્યું છે.

સાબરમતી આશ્રમની તસવીર
સાબરમતી આશ્રમની તસવીર

નરેન્દ્ર મોદી ક્યાં વિઝિટ કરશે?

  • ગાંધી આશ્રમમાં નરેન્દ્ર મોદી 10 વાગે આવશે જ્યાં મહાત્મા ગાંધીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવશે.
  • હૃદય કુંજ જશે જ્યાં તેઓ રેંટિયો કાંતે તેવી શકયતા છે જે માટે એક મહિલા ત્યાં હાજર રહશે.
  • નરેન્દ્રમોદી ત્યાર બાદ ચાલતા દાંડીબ્રિજ પર જશે જ્યાંથી તેઓ પ્રતીકાત્મક દાંડી યાત્રા શરૂ કરશે.

21 દિવસની દાંડીયાત્રાને ફ્લેગ ઓફ કરશે
દેશની આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણીનો પ્રારંભ, ‘આઝાદી કા અમૃત મહોત્સવ’નો પ્રારંભ 12 માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં થશે અને એનો પ્રથમ કાર્યક્રમ 21 દિવસની દાંડીયાત્રાને વડાપ્રધાન ફલેગ ઓફ કરશે. એટલું જ નહીં, વડાપ્રધાન મોદી પણ પદયાત્રામાં થોડો સમય ચાલશે. આ યાત્રા અમદાવાદના સાબરમતીથી રવાના થશે.

સાબરમતી આશ્રમમાં વડાપ્રધાનના આગમન માટેની તૈયારીઓ
સાબરમતી આશ્રમમાં વડાપ્રધાનના આગમન માટેની તૈયારીઓ

યાત્રામાં 81 ગાંધી અનુયાયીઓ જોડાશે
વડાપ્રધાન આ માટે ખાસ અમદાવાદ આવશે, આ યાત્રામાં 81 ગાંધી અનુયાયીઓ જોડાશે અને 1930માં ઐતિહાસિક દાંડીયાત્રા સમયે મહાત્મા ગાંધીએ જે માર્ગો પર આ યાત્રા યોજી હતી એના પર જ આ યાત્રા આગળ વધશે. આ માટે અમદાવાદમાં સાબરમતી આશ્રમ નજીક જ સ્વ.વડાપ્રધાન મોરારજી દેસાઈનો જે સમાધિ ‘અક્ષર ઘાટ’ છે ત્યાં એક ખાસ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે અને કેન્દ્રના સાંસ્કૃતિક વિભાગ દ્વારા તેમણે મૂળ દાંડીયાત્રામાં ભાગ લીધો હતો.