કાર અપડેટ:ફર્સ્ટ કાર માટે મિનિ એસયુવી અમદાવાદીઓની પસંદ; કોરોના બાદ ઓટોમોબાઇલ સેક્ટર બિઝનેસમાં 30%નો વધારો

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એસયુવી અને મિનિ એસયુવી લોકોની પહેલી પસંદ
  • ફર્સ્ટ ફેમિલી કારનું બજેટ પણ 5 લાખથી વધી 6.5-7 લાખ થયું
  • છેલ્લા એક વર્ષમાં મેક્સિમમ લોકોએ પોતાની કાર અપગ્રેડ કરી

કોરોના બાદ ઓટોમોબાઇલ સેક્ટરમાં પણ અનેક નવા બદલાવ જોવા મળી રહ્યા છે. લોકો હવે કમ્ફર્ટ અને સેફ્ટીને વધારે પસંદ કરી રહ્યા છે જેના કારણે ફર્સ્ટ ફેમિલી કારનું બજેટ પણ 5 લાખથી વધીને 6.5-7 લાખની આસપાસ થઇ ચૂક્યુ છે.

કોરોના બાદ ટૂર પર રેન્ટેડ કારને અવોઇડ કરતા ઘણા લોકોએ પોતાની કાર અપગ્રેડ કરતા હેચબેક અને સેડાનની સરખામણીએ એસયુવી કારના વેચાણમાં 20 ટકાનો વધારો થયો છે. એટલુ જ નહિ કોરોના બાદ કાર લેનારા લોકોની સંખ્યામાં પણ જૂન 2020થી અત્યારસુધીમાં 20 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ બદલાવ અંગે સિટી ભાસ્કરે ઓટો એક્સપર્ટ સાથે વાત કરતા જાણવા મળ્યું કે છેલ્લા એક વર્ષમાં ઘણા લોકોએ પોતાની કારને હેચબેક અને સેડાનથી થોડા હાઇએન્ડ ફીચર્સ અને કમ્ફર્ટ સાથે માઇક્રો એસયુવીમાં અપગ્રેડ કરી છે જેના કારણે માઇક્રો એસયુવી સેગમેન્ટમાં પણ ડિમાન્ડ વધારે છે.

ટેક્નોલોજીની સાથે કમ્ફર્ટ અને સેફ્ટિ લોકોની પસંદગી
કસ્ટમરના પ્રેફરન્સમાં બદલાવ આવતા કારના બજેટમાં વધારો થયો છે. મોટાભાગના લોકો હવે ટેક્નોલોજીની સાથે કમ્ફર્ટ અને સેફ્ટી ફીચર્સને સૌથી વધારે મહત્વ આપી રહ્યા છે. આજ કોમ્બિનેશનના કારણે લોકોનું ફર્સ્ટ કારનું બજેટ 5 લાખથી વધીને 6.6-7 લાખ સુધી થઇ ગયુ છે - ઉર્વિશ શાહ, કાર ડિલર

GenZની પહેલી પસંદ બ્રાઇટ કલર્સની માઇક્રો એસયુવી
GenZની કારના પ્રેફરન્સની જો વાત કરીએ તો માઇક્રો એસયુવી તેમની સૌથી પહેલી પસંદ છે. સેફ્રોન, ડાર્ક ગ્રે કે ડાર્ક બ્લૂ જેવા બ્રાઇટ કલર્સની કાર ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. આ ઉપરાંત ઇવી પણ તેમની પસંદમાં સૌથી અગ્રેસર આવે છે પણ ખૂબ લિમિટેડ ક્લાસમાં તેની ડિમાન્ડ છે. - જીગર વ્યાસ, કાર ડિલર

ખરીદીમાં આવેલા બદલાવ
1. ફર્સ્ટ ફેમિલી કાર માટે લોકોનું બજેટ 5 લાખથી વધી 7 લાખ થયુ
2.હેચબેક અને સેડાનની સરખામણીએ એસયુવીની માગ વધી
3. માઇક્રો એસયુવી કારની માગ સૌથી વધારે
4. કાર કલરમાં ગ્રે, મરૂન અને બ્લૂ કલરની ડિમાન્ડ સૌથી વધારે
5.GenZમાં સેફ્રોન, ડાર્ક ગ્રે કે ડાર્ક બ્લૂ કલર ટ્રેન્ડિંગ

અન્ય સમાચારો પણ છે...