તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અફોર્ડેબલ શો:માસ્ટર્સના લાખોના ચિત્રોની પ્રિન્ટ હજારોમાં વેચવા મૂકાઈ, કોરોનાકાળમાં 60 ટકા ડાઉન છે કળાનું માર્કેટ

અમદાવાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગુફા આર્ટ ગેલેરીમાં અમદાવાદ અને દેશભરનાં 13 નામાંકિત કળાકારોના આર્ટવર્કના સેરીગ્રાફનો શૉ યોજાયો

અમદાવાદ સહિત દેશભરના આર્ટ માર્કેટમાં મહામારીને લઈને મંદી છે. તો બીજી તરફ ચિત્રકારો, કલાસંગ્રાહકો અને આર્ટ ગેલેરી કેવી રીતે આર્ટમાં સ્થિતિ સુધરે તેની રાહ જુવે છે. આ સમયમાં લોકો થોટા વૈકુંઠમ, એસએચ રઝા, વૃંદાવન સોલંકી, અમિત શાહ જેેવા માસ્ટર્સના પેઇન્ટિંગ લાખોમાં લેવા તેને બદલે જો સેરીગ્રાફ હજારમાં મળતી હોય તો તે લેવાનું પસંદ કરે છે. અમદાવાદની ગુફા ગેલેરીમાં શરૂ થયેલા અફોર્ડેબલ માસ્ટર્સ શોમાં આ જોવા મળ્યું. આ શોમાં જાણીતી કલાકારના પેઇન્ટીંગ જોવામળશે.

પેઇન્ટિંગ અને સેરીગ્રાફ વચ્ચે આ છે તફાવત
એક ચિત્રકાર કેનવાસ કે પેપર પર ચિત્ર કરે તેની વેલ્યૂ કરોડ સુધીની પણ હોઈ શકે જ્યારે સેરીગ્રાફ એક પ્રિન્ટ છે જેને સ્ટુડિયોમાં તૈયાર કરવામાં આવે છે. તેની માટે આર્ટિસ્ટ સ્ટુડિયોમાં બેસીને પેન્સિલ ડ્રોઈંગ કરે છે પછી તે ડ્રોઈંગ સ્ક્રીન પર એક્સપોઝ થાય છે અને સ્ટેન્સિલ બને છે. આ એક સિલ્ક સ્ક્રીન પ્રિન્ટિંગ પ્રોસેસ છે. જેની વેલ્યુઓછી હોય છે. .

કોરોનાકાળમાં 60 ટકા ડાઉન છે આર્ટ માર્કેટ
માસ્ટર્સના જે પેઈન્ટિંગ્સની વેલ્યૂ લાખોમાં હોય છે ત્યારે બીજી તરફ સેરીગ્રાફ હજારોની વેલ્યૂ ધરાવતા હોય છે. જેમ કે વૃંદાવન સોલંકીનું ઓરિજિનલ ચિત્ર 1થી લઈને 15 લાખનું હોય છે જ સેરીગ્રાફ હજારોમાં (1500થી લાખ માં) મળતી હોય તો સેરીગ્રાફ લેવાનું પસંદ કરે છે. - મનન રેલીયા, શોના ક્યુરેટર

લોકો સારી કીંમતમાં સેરીગ્રાફ ખરીદી શકશે
જેમ કવિતા, નાટક અને કોલમ લખાય એમ આર્ટ જગતમાં પેઇન્ટિંગ, શિલ્પ અને ગ્રાફિક હોય છે. આને તમે ગ્રાફિક પ્રિન્ટ કહી શકો. આજે 80 ટકા કરતા વધારે લોકોને પેઇન્ટિંગ અને સેરીગ્રાફ વચ્ચેના તફાવતની સમજ નથી. લોકો સારી કિંમતમાં સેરિગ્રાફ મેળવી શકશે. - વૃંદાવન સોલંકી, ચિત્રકાર

સેરીગ્રાફમાં આર્ટીસ્ટની સહી હોય જ છે
ઓરિજિનલ ચિત્ર લોકો એફોર્ડ ન કરી શકે અને તે મર્યાદિત હોય એટલે વેલ્યૂ પણ લાખોમાં હોય. જ્યારે સેરીગ્રાફ 50 કે 100ની સંખ્યામાં હોય એટલે ઓરિજિનલ કરતા સસ્તી હોય. જોકે, સેરીગ્રાફ પણ આર્ટિસ્ટની અપ્રુવલ (સહી સાથે) હોય એટલે તે પણ રેર રહેવાની જ છે. - અમિત અંબાલાલ, ચિત્રકાર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો