તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકાર તંત્ર:AMC સંચાલિત સ્કૂલોમાં "કોવિડ રસીકરણ કેન્દ્ર" લખેલા લાખોના ખર્ચે બનાવેલા બોર્ડ ફાટેલી અને તૂટેલી હાલતમાં પડ્યા છે

અમદાવાદ7 મહિનો પહેલા
પ્રજા માટે ઉભી કરવામાં આવેલી સેવાને તંત્રએ ખોરવી નાંખી
  • અમદાવાદમાં 2015 પુરુષ, 1622 મહિલા સિનિયર સિટિઝને કોરોનાની રસી લીધી

દેશમાં કોરોનાં વેકસીનેશનના ત્રીજા તબક્કાનો પ્રારંભ થઇ ચુક્યો છે. હવે 45થી વધુ ઉંમરના કો- ઓરબીડ અને 60 વર્ષથી વધુની વયના લોકોને રસી આપવામા આવી રહી છે. લોકોને રસી મુકાવવા માટે અગવડતા ન પડે તેના માટે સ્કૂલોમાં પણ રસીકરણ કેન્દ્રો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત 300 જેટલી સ્કૂલોમાં વેકસીનેશન કેન્દ્ર ઉભા કરવામાં આવ્યા છે. વેકસીનેશન માટે નક્કી કરેલી સ્કૂલોમાં કોર્પોરેશને લાખો રૂપિયાના ખર્ચે "કોવિડ રસીકરણ કેન્દ્ર"ના બોર્ડ માર્યા છે પરંતુ હવે ક્યાંય બોર્ડ દેખાતા નથી. કેટલીક સ્કૂલમાં બોર્ડ તૂટી અને નીચે પડી ગયા છે. તો ક્યાંક બોર્ડ પણ ફાટી ગયા છે.

પ્રાથમિક શાળાના ગેટ પાસેજ બોર્ડ નીચે પડેલુ જોવા મળે છે
પ્રાથમિક શાળાના ગેટ પાસેજ બોર્ડ નીચે પડેલુ જોવા મળે છે

સરકારે અત્યારે માત્ર હોસ્પિટલોમા જ રસીકરણ કેન્દ્ર શરૂ કર્યા
કોરોનાં વેકસીનેશન માટે સ્કૂલોમાં કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે. AMC સંચાલિત સ્કૂલોને પણ વેકસીનેશન કેન્દ્ર બનાવવામાં આવતા સ્કૂલોની બહાર કોર્પોરેશને લાખો રૂપિયાના ખર્ચે "કોવિડ રસીકરણ કેન્દ્ર"ના બોર્ડ બનાવી લગાવી દીધાં છે પરંતુ હાલની પરિસ્થિતિએ કેટલીક સ્કૂલોમાં આ બોર્ડ દેખાતાં નથી. લગાવેલા બોર્ડ નીચે પડી ગયા છે અથવા તો તૂટીને નીચે પડી ગયા છે. સરકારે અત્યારે માત્ર હોસ્પિટલોમા જ રસીકરણ કેન્દ્ર શરૂ કર્યા છે. કોરોનાં વેકસીનના છેલ્લા તબક્કામાં સામાન્ય લોકોને રસી આપવામાં આવનાર છે અને હજી સુધી ચોથા તબક્કાન શરૂઆતની જાહેરાત નથી થઈ તે પહેલાં જ આ રીતે લાખોના ખર્ચે લગાવેલા બોર્ડ ગાયબ થઈ ગયા છે. ત્યારે લોકોમાં સવાલો ઉઠી રહ્યાં છે કે શું કોર્પોરેશન ફરી આ માટે પ્રજાના પૈસે નવા બોર્ડ બનાવશે?

લાખોના ખર્ચે તૈયાર કરેલા બોર્ડ તૂટી ગયાં
લાખોના ખર્ચે તૈયાર કરેલા બોર્ડ તૂટી ગયાં

અમદાવાદમાં 2015 પુરુષ, 1622 મહિલા સિનિયર સિટિઝને રસી લીધી
મંગળવારે 2014 પુરુષ સિનિયર સિટિઝન, 1622 મહિલા સિનિયર સિટીઝન, 2195 આરોગ્યકર્મી, 1089 ફ્રન્ટલાઈન વર્કર અને 266 કો-મોર્બિડ સહિત કુલ 7186 લોકોએ કોરાનાની રસી મુકાવી હતી. શહેરની વધુ 56 ખાનગી હોસ્પિટલને રસીકરણમાં જોડવામાં આવી છે. હજુ સુધી એકપણને કોઈ આડઅસર થઈ નથી. દરમિયાન સોલા સિવિલમાં રસી માટેના કોવિન પોર્ટલમાં ખામી સર્જાતાં લોકોએ હોબાળો મચાવ્યો હતો. સિનિયર સિટિઝન હવે રજિસ્ટ્રેશન વગર પણ રસી મુકાવી શકશે. નવી વ્યવસ્થામાં સ્પોટ રજિસ્ટ્રેશન કરી કોરોનાની રસી આપવામાં આવશે.
રાજ્યમાં કુલ 1,97,351 લોકોને રસીનો બીજો ડોઝ અપાઈ ચૂક્યો છે
60 વર્ષથી વધુ વયના તેમજ 45થી વધુ વયના ગંભીર બીમારી ધરાવતા લોકોને રસી આપવાના અભિયાનના બીજા દિવસે 56,489 લોકોને રસી અપાઈ હતી. રાજ્યમાં કુલ 9,41,602 લોકોને પ્રથમ ડોઝ અને 1,97,351 લોકોને રસીનો બીજો ડોઝ અપાઈ ચૂક્યો છે. દરમિયાનમાં છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતમાં કોરોનાના 454 નવા કેસ નોંધાયા હતા. અા સાથે કુલ કેસની સંખ્યા 2,70,770ની થઈ છે. રાહતની વાત એ છે કે મંગળવારે એક પણ વ્યક્તિનું મોત નિપજ્યું નથી. સાજા થનારની સંખ્યા 361 થતાં કુલ સાજા થનારની સંખ્યા 2,63,837ની થઈ છે.

અન્ય સમાચારો પણ છે...