શોખીન અમદાવાદી:RTOની નવી સિરીઝના નંબર માટે ઓનલાઈન ઓક્શનમાં લાખોની બોલી લાગી, 1 નંબર 4 લાખમાં તો 1111 નંબર 2 લાખમાં વેચાયો

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરટીઓ દ્વારા કારની નવી સિરીઝ GJ-1 WEનું ઓક્શન થયું હતું
  • સૌથી ઉંચી બોલી લગાવનારને પોતાનો મનપસંદ નંબર અપાયો હતો

અમદાવાદીઓ પોતાના અનોખા શોખના કારણે દેશભરમાં જાણીતા છે. તેવો જ એક શોખ છે વાહનના નંબરનો. અમદાવાદીઓ પોતાનો મનપસંદ નંબર મેળવવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરી નાખે છે. તાજેતરમાં આરટીઓ દ્વારા કારની નવી સિરીઝનું ઓક્શન થયું હતું. જેમાં 1 નંબર 4 લાખથી વધુમાં વેચાયો છે. જ્યારે 1111 નંબરને 2 લાખથી વધુમાં ખરીદવામાં આવ્યો છે.

સૌથી વધુ 1,1111,9 અને 007 નંબર માટે બોલી લાગી
આરટીઓ દ્વારા થયેલા કાર નંબર માટે ઓનલાઈન ઓક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓક્શનમાં 700ની આસપાસ નંબર ફાળવવામાં આવ્યા હતા. જેમાથી મોટાભાગના નંબરો સામાન્ય કિંમતમાં વેચાયા હતા. જ્યારે 1 નંબર મેળવવા માટે ઘણા અરજદારો બોલી લગાવવા માટે તૈયાર થયા હતા. જે અંતે 4.01 લાખ રૂપિયામાં વેચાયો હતો. જ્યારે 1111 નંબરને 2.17 લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો.

કોરોનાના કારણે હાલમાં અમદાવાદ આરટીઓમાં કેટલીક કામગીરી બંધ છે
કોરોનાના કારણે હાલમાં અમદાવાદ આરટીઓમાં કેટલીક કામગીરી બંધ છે

નવી સિરીઝ GJ-1 WE માટે ઓનલાઈન ઓક્શન યોજાયું
અમદાવાદ આરટીઓમાં કારની જૂની સિરીઝ પૂર્ણ થતા નવી સિરીઝ GJ-1 WE માટે અરજદારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવી હતી. જેમા 700 લોકોએ પોતાનો મનપસંદ નંબર મેળવવા માટે ઓનલાઈન એપ્લાય કર્યું હતું. એક નંબર માટે એક કરતા વધુ અરજદારો હોવાથી ઓનલાઈન ઓક્શન યોજાયું હતું. જેમા સૌથી ઉંચી બોલી લગાવનારને પોતાનો મનપસંદ નંબર અપાયો હતો.

તસવીર પ્રતિકાત્મક છે
તસવીર પ્રતિકાત્મક છે

કયો નંબર કેટલામાં વેચાયા

નંબરરૂપિયા
14.01 લાખ
11112.17 લાખ
91.65 લાખ
0071.58 લાખ
70050 હજાર
845 હજાર
99980 હજાર
999979 હજાર
131541 હજાર
અન્ય સમાચારો પણ છે...