તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

લોકડાઉન 4.0:દૂધ એકત્રીકરણ અને ડેરી સંબંધિત કામગીરી સવારના 7થી સાંજના 7 સુધી કરી શકાશે, રાજ્યના ગૃહ વિભાગનો આદેશ

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહામારી કોરોનાને કારણે રાજ્યમાં છેલ્લા બે મહિનાથી લોકડાઉન ચાલી રહ્યું છે. તેમજ લોકડાઉન 1.0 લાગુ થયું ત્યારથી લઈ અત્યાર સુધી જરૂરી ચીજ વસ્તુઓને છૂટછાટ આપવામાં આવી છે. જો રાજ્યમાં લોકડાઉનના ચોથા તબક્કામાં રાજ્ય સરકારે મહત્તમ વેપાર-ધંધા ઉદ્યોગોને છૂટ આપી છે. દુકાનોને સવારે 8થી બપોરે 4 વાગ્યા સુધીની છૂટ આપવામાં આવી છે ત્યારે દૂધ કલેક્શન અને ડેરીની કામગીરી સવારે 7થી સાંજે 7 વાગ્યા સુધી ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગૃહ વિભાગે આ અંગેનું સુધારા નોટીફેકશન બહાર પાડી આદેશ કર્યો છે. લોકડાઉનના તમામ તબક્કામાં દૂધ વિતરણ કોઇપણ વિક્ષેપ વગર ચાલું રહ્યું હતું. હવે ચોથા તબક્કામાં શરતોને આધિન કેટલીક છૂટછાટો અપાઇ છે. ત્યારે ગૃહ વિભાગે આર્થિક ગતિવિધિ તેમજ આજીવિકાને વેગ આપવાના હેતુસર રાજ્યમાં દૂધ એકત્રીકરણ અને તેને સંલગ્ન ડેરીને લગતી કામગીરી સવાર ના 7 થી સાંજ ના 7 વાગ્યા સુધી ચાલુ રાખવા દેવા અંગે હુકમો જારી કર્યા છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો