તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:જિલ્લામાં દૂધ અને દવાના વાહનો નહીં રોકાય: ખેડૂતો

અમદાવાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શહેરોમાંજતો શાકભાજી સહિતનો પૂરવઠો અટકાવાશે

ખેડૂત આંદોલન હેઠળ અપાયેલા ભારત બંધના લીધે અમદાવાદા જિલ્લામાંથી આસપાસના શહેરોમાં સપ્લાય થતો શાકભાજી સહિતનો પૂરવઠો આસપાસના શહેરોમાં પહોંચી શકશે નહીં. દૂધ અને દવાના વાહનો નહીં રોકવા ખેડૂતોની વિવિધ સમિતીએ નિર્ણય કર્યો છે. બીજીતરફ જિલ્લા કોંગ્રેસ અને ભાજપના સભ્યો વચ્ચે સોશીયલ મિડીયા પર વોર ચાલી રહ્યું છે. જિલ્લાની વિવિધ ખેડૂત સમિતીઓએ કહ્યું કે, ખેડૂત આંદોલનને અમારો ટેકો છે. ભારતબંધ ખેડૂતોએ આપ્યું છે. જેમાં અમારો પણ સમાવેશ થાય છે. રાજકીય પાર્ટીઓ પોતાની રીતે રાજકારણ કરી રહી છે. પરંતુ અમારી માંગ નહીં સ્વિકારાય તો આંદોલન ચાલુ જ રહેશે. જિલ્લામાંથી શહેરોમાં સપ્લાય થતા શાકભાજી સહિતના જથ્થાને મંગળવારે અટકાવવા વિવિધ સમિતીઓને જાણ કરાઇ છે. દવા અને દૂધના વાહનોને નહીં રોકવા સૂચના અપાઇ છે. બીજીતરફ જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો અને ધારાસભ્યો પણ આંદોલનને સફળ બનાવવા છેલ્લા 24 કલાકથી ખેડૂતો તેમજ તાલુકાના વિવિધ માર્કેટોના હોદ્દેદારોનો સંપર્ક કરી રહી છે.

કોંગ્રેસના હોદ્દેદારોએ કહ્યું કે, જિલ્લામાં અંદાજે પાંચ લાખ ખેડૂતો હશે. મોટાભાગના ખેડૂતો કૃષિ કાયદો રદ કરવાની તરફેણ કરે છે. પ્રવેશમાર્ગો પર દેખાવ કરાશે. દવા અને દૂધના વાહનોની અવરજવર ચાલુ રહેશે. બીજીતરફ જિલ્લા ભાજપના હોદ્દેદારો અને ધારાસભ્યો ખેડૂતોને કૃષિ કાયદા વિશે સમજાવી આંદોલનમાંથી દૂર રહેવા સમજાવી રહી છે. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં તમામ ચીજ-વસ્તુઓના માર્કેટ ચાલુ રહે તેવા પ્રયાસો કરે છે. જિલ્લાના વિવિધ માર્કેટ એસોસીએસનની ગુપ્ત બેઠકોમાં મોટાભાગના હોદ્દેદારોએ ખેડૂત આંદોલનને ટેકો આપવા સહમતી આપી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો