એજ્યુકેશન:MICAના PGDM પ્લેસમેન્ટમાં એવરેજ 19 લાખ રૂપિયાના પેકેજની ઓફર

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક

MICA ખાતે યોજાયેલા ફ્લેગશિપ PGDM-કોમ્યુનિકેશન પ્રોગ્રામની 27મી બેચના પ્લેસમેન્ટ્સમાં સરેરાશ પેકેજમાં 100% પ્લેસમેન્ટ સાથે 35%નો વધારો નોંધાયો છે. આ વર્ષે હાઈએસ્ટ ડોમેસ્ટિક પેકેજ રૂ.57.51 લાખનું મળ્યું છે જે અગાઉના વર્ષની સરખામણીએ 16%નો વધારો પણ નોંધાવે છે. જ્યારે સરેરાશ સીટીસી 14 લાખથી વધીને 19 લાખ થઈ, તેમજ 50% વિદ્યાર્થીઓનું સરેરાશ સીટીસી 24.15 લાખ છે. IT સેક્ટરે સૌથી વધુ ઓફર કરી, ત્યારબાદ એનાલિટિક્સ, બેન્કિંગ અને કન્સલ્ટિંગ અને મીડિયા અને એડવર્ટાઇઝિંગ ક્ષેત્રમાંથી કંપનીઓએ ઓફર કરી હતી.

પ્લેસમેન્ટ પ્રોસેસમાં આ વર્ષે કુલ 77 રિક્રૂટર્સમાંથી 58% નવા રિક્રૂટર્સ છે. કુલ 208માંથી 46.5% એન્જિનિયર્સ, 17.2% મેનેજમેન્ટ, 16.7% કોમર્સ, 10.7% સાયન્સ અને 8.8% આર્ટ્સ અને ડિઝાઇન સ્ટુડન્ટ્સનો સમાવેશ થાય છે. IT/ITES સેક્ટરે 94 ઑફર્સ કરી, ત્યારપછી એનાલિટિક્સ અને કન્સલ્ટિંગ તરફથી 39 ઑફર્સ, મીડિયા અને એડવર્ટાઈઝિંગ તરફથી 27 ઑફર્સ અને FMCG સેક્ટર તરફથી 25 ઑફર્સ મળી હતી.

અન્ય સમાચારો પણ છે...