તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છબરડો કે ગોલમાલ:AMC માટે મહાનગર અમદાવાદ એક વિસ્તાર!, યાદીમાં શહેરનો એરિયા તરીકે ઉલ્લેખ

અમદાવાદ9 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • એક પોઝિટિવ દર્દીનો 12 મે અને 13 મેની દર્દીઓની યાદીમાં ઉલ્લેખ
 • આખા સરનામની જગ્યાએ હવે તો માત્ર વિસ્તાર જ કહેવાનું શરૂ કરવામાં આવ્યું

કોરોના વાઇરસના કેસો રાજ્યમાં અને ખાસ કરીને અમદાવાદ શહેરમાં વધી રહ્યા છે. દરરોજ 250થી વધુ કેસો નોંધાઇ રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદની પ્રજાને કોરોના વાઇરસના કેસો કેટલા નોંધાયા છે અને ક્યાં ક્યાં વિસ્તારમાં કોરોના ફેલાઈ રહ્યો છે, તેની સાચી માહિતી છુપાવવામાં આવી રહી છે. કોર્પોરેશન દ્વારા હવે પોઝિટિવ કેસોના વિસ્તારની યાદીમાં સોસાયટીનું પૂરું સરનામું લખવાની જગ્યાએ હવે માત્ર વિસ્તાર લખવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં કોર્પોરેશનના અધિકારીઓએ તો અમદાવાદ શહેર જે એક મહાનગર છે તેને વિસ્તાર બનાવી દીધો છે. આખા અમદાવાદમાં રોજ 250થી વધુ કેસ હોય છે અને યાદીમાં પણ અમદાવાદના એક એક કેસ બતાવવામાં આવી રહ્યા છે, એટલે હવે અમદાવાદીઓમાં ચર્ચા જાગી છે કે અમદાવાદ મહાનગર છે કે એક વિસ્તાર છે.
અમદાવાદની પ્રજા સાથે આંકડાકીય રમત
કોરોના વાઇરસની પરિસ્થિતિ અમદાવાદ શહેરમાં ગંભીર બની છે. એકતરફ ટેસ્ટિંગ તો ઓછા થઈ જ ગયા છે, પરંતુ ખરેખર અમદાવાદમાં કેટલા કેસ અને કયા કયા વિસ્તારમાં થઈ રહ્યા છે, તેની આંકડાકીય રમત અમદાવાદની પ્રજા સાથે થઈ રહી છે. કોર્પોરેશનના અધિકારીઓએ હવે પોઝિટિવ કેસોની યાદીમાં આખું સરનામું લખવાની જગ્યાએ માત્ર વિસ્તાર જ લખવાના શરૂ કર્યા છે.  કેટલાક કેસો અને વિસ્તારમાં કેસો ઓછા બતાવવા માટે હવે અમદાવાદ નામનો વિસ્તારમાં કોર્પોરેશનએ શોધી કાઢ્યો છે. ખરેખર તો અમદાવાદ મહાનગર છે પરંતુ કોર્પોરેશન નવો વિસ્તાર ગણે છે કે શું એ અધિકારીઓ જ જાણે છે.

એક જ દર્દીને બેવાર પોઝિટિવ દર્શાવાયો

કેસો વધારે બતાવવા કે ઓછા બતાવવા એ બંને રીતે કોર્પોરેશનના અધિકારીઓ માહેર થઈ ગયા છે. 12 તારીખની પોઝિટિવ કેસની યાદીમાં 261 નંબરમાં સાબરમતીમાં સિમલા બંગલોઝમાં 52 વર્ષના પુરુષ પોઝિટિવ બતાવ્યા છે જ્યારે બીજા દિવસે એટલે કે 13 તારીખની યાદીમાં પણ 286 નંબરમાં સાબરમતીમાં સિમલા બંગલોઝમાં 52 વર્ષના પુરુષ પોઝિટિવ બતાવ્યા છે. કોર્પોરેશનની આ માયાજાળ છે કે ભૂલ છે તેનો જવાબ અધિકારીઓ જ આપી શકે છે પરંતુ તેઓ આનો કોઈ જવાબ આપવા તૈયાર નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો