તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ગ્રાઉન્ડ રિપોર્ટ:5 મહિને મેટ્રો ફરી શરૂ, મુસાફરોએ કહ્યું- કોરોનાની બીક લાગે છે, બસ-રીક્ષા કરતા મેટ્રોમાં મુસાફરી વધુ સુરક્ષિત લાગે છે

અમદાવાદ2 મહિનો પહેલાલેખક: અનિરુદ્ધસિંહ મકવાણા
  • કૉપી લિંક
ટ્રેનમાં પ્રવેશ કર્યા બાદ દરેક વ્યક્તિને એક સીટ છોડી અને બેસાડવામાં આવ્યા, સોશિયલ ડિસ્ટન્સ સાથે મુસાફરોની સ્ટેશનમાં એંટ્રી
  • દરેક મુસાફરને સ્ટેશનમાં પ્રવેશતાં જ હેન્ડ સેનેટાઈઝ કરી તાપમાન ચેક થાય છે
  • સોશિયલ ડિસ્ટન્સ સાથે ટિકિટ અપાય છે, ટ્રેનમાં પણ 3 ફૂટના અંતરે બેસવા સૂચના

હું વસ્ત્રાલ મેટ્રો સ્ટેશનના દાદરા ચઢી રહ્યો હતો ત્યારે લગભગ 10.30 થવા આવ્યા હતા. સૂનકાર મારતા મેટ્રોના પગથિયા પાંચ મહિના પછી મને કાંઈક અલગ અહેસાસ કરાવતા હતા. આમેય 23 માર્ચે લોકડાઉન-1માં બંધ થયેલી અમદાવાદ મેટ્રો ટ્રેન આજથી ફરી શરૂ થવા જઈ રહી હતી. હું વિચારતો ઉપર જતો હતો એટલામાં તો મને મુખ્ય પ્રવેશદ્વાર પાસે જ સિક્યુરિટી ગાર્ડ દેખાયા. મેં નામ પૂછ્યું... તો તેમણે કાંઈક કહ્યું, પરંતુ તેમણે પહેરેલા માસ્ક, તેની પરના ફેસ ગાર્ડમાંથી ગળાઈને અવાજ આવ્યો તો ખબર જ ના પડી કે એ શું બોલ્યા. મેં માસ્ક પહેરેલું હતું એટલે મને અંદર જવા દીધો. સ્ટેશનના પહેલા માળે પહોંચ્યા બાદ ફેસ શિલ્ડધારી બીજા સિક્યુરિટી ગાર્ડ સાથે મારો ભેટો થયો. તેમણે હેન્ડ સેનેટાઈઝરમાંથી સ્પ્રે કર્યો અને મારા હાથને જીવાણુરહિત કર્યા. હાથના કાંડા પર ટેમ્પરેચર ગન તાકીને મારું તાપમાન ચેક કર્યું. મારો વારો પત્યો એટલે કુતુહલવશ હું બાજુમાં ખસીને સહેજ દૂરથી જોવા લાગ્યો કે બીજા પેસેન્જરોનું શું થાય છે. જો કે, અંદર સ્ટેશન પર કર્મચારીઓ દ્વારા સતત સેનેટાઈઝેશન કરવામાં આવી રહ્યું હતું. ટિકિટબારી પર કર્મચારીઓ ફેસ શિલ્ડ અને હેન્ડ ગ્લવ્સ પહેરેલા જોવા મળ્યા હતા.

અન્ય ટ્રાન્સપોર્ટેશન કરતા મેટ્રોમાં સેક્ટી વધુ: પેસેન્જર
પેસેન્જરો ધીરે ધીરે આવવાના શરૂ થયા હતા. મને વિશ્વાસ છે કે, 5 મહિના બાદ શરૂ થયેલી મેટ્રો ટ્રેનમાં સફર કરવા આવેલા અન્ય પેસેન્જરોને પણ મારા જેવો જ અહેસાસ થયો હશે. આ પેસેન્જર સાથે divyabhaskar વતી મેં વાતચીત શરૂ કરી. પૂજાબેન નામના મહિલા પેસેન્જરે જણાવ્યું કે, અન્ય ટ્રાન્સપોર્ટેશન કરતા અત્યારે તો મેટ્રોમાં જ સેક્ટી વધુ છે. અહીં સ્ટેશન પર સેનેટાઈઝિંગ અને સેક્ટીનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. એપરલ પાર્ક સુધી જવા માટે અમારે અગાઉ રીક્ષામાં જવું પડતું હતું પરંતુ હવે મેટ્રો શરૂ થતાં ઘણી રાહત મળશે. બસ અને રીક્ષા જેવા અન્ય સાધનો કરતા તો મેટ્રોમાં મુસાફરી જ સેફ ગણાવી હતી.

2.એક અઠવાડિયાથી દરરોજ ટ્રેનને સેનિટાઈઝ કરવામાં આવે છે
2.એક અઠવાડિયાથી દરરોજ ટ્રેનને સેનિટાઈઝ કરવામાં આવે છે

5 મહિના પછી 11.06 વાગ્યે વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક તરફ રવાના થઈ ટ્રેન​​
સોશિયલ ડિસ્ટનસ જાળવીને લોકો ટિકિટ લેવા લાઇનમાં ઉભા રહ્યા હતા. ટિકિટ લીધા બાદ પેસેન્જર પ્લેટફોર્મ પર આવવા લાગ્યા. પહેલો દિવસ અને સવારની એક અને સાંજની એક જ ટ્રીપ હતી એટલે ખાસ મુસાફરો નહોતા. પરંતુ પ્લેટફોર્મ પર એક બાબત ઊડીને આંખે વળગે એવી હતી કે લોકો ડિસ્ટન્સિંગ સાથે જ ઊભા હતા. આટલામાં પ્લેટફોર્મ પર ટ્રેન આવી એટલે પેસેન્જરો ટ્રેનમાં બેઠા. એક સીટ છોડી અને તમામ પેસેન્જરો બેસેલા જોવા મળ્યા હતા. 5 મહિના પછી બરાબર 11.06 વાગ્યે વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક તરફ ટ્રેન રવાના થઈ હતી. આજે સવારે અને સાંજે 1 કલાક માટે શરૂ થયેલી મેટ્રો ટ્રેનમાં માત્ર 20થી 25 પેસેન્જરો જ જોવા મળ્યા હતા.

સ્ટેશનના કર્મચારીઓ ફેસ શિલ્ડ સાથે જોવા મળ્યા
મેટ્રો ટ્રેન શરૂ થાય તે પહેલાં કર્મચારીઓ દ્વારા વસ્ત્રાલ ગામના મેટ્રો સ્ટેશન પર સતત સેનેટાઈઝ કરવામાં આવી રહ્યું હતું. તમામ કર્મચારીઓ ફેસ સિલ્ડ સાથે જોવા મળ્યા હતા. ટ્રેનમાં PPE કીટ પહેરી અને ટ્રેનને સેનેટાઈઝ કરવામાં આવી હતી. ટ્રેનમાં એક સીટ છોડી બેસવા માટે સૂચનો પણ લખેલા હતા.

3. સ્ટેશનના ખુણે ખુણે સેનિટાઈઝર પ્રે કરવામાં આવે છે
3. સ્ટેશનના ખુણે ખુણે સેનિટાઈઝર પ્રે કરવામાં આવે છે
4.મુસાફરોએ સ્ટેશનમાં એન્ટ્રી પહેલા રજીસ્ટર પર એન્ટ્રી કરવી પડે છે
4.મુસાફરોએ સ્ટેશનમાં એન્ટ્રી પહેલા રજીસ્ટર પર એન્ટ્રી કરવી પડે છે
5. ટિકિટબારી પર કર્મચારીઓ ફેસ સિલ્ડ અને હેન્ડ ગ્લવ્સ પહેરેલા હતા
5. ટિકિટબારી પર કર્મચારીઓ ફેસ સિલ્ડ અને હેન્ડ ગ્લવ્સ પહેરેલા હતા
6. રજીસ્ટર પર એન્ટ્રી કર્યા બાદ મુસાફરોને એક ટિકિટ આપવામાં આવે છે
6. રજીસ્ટર પર એન્ટ્રી કર્યા બાદ મુસાફરોને એક ટિકિટ આપવામાં આવે છે
7.સોશિયલ ડિસ્ટન્સ સાથે મુસાફરોએ ટ્રેનમાં પ્રવેશ કર્યો
7.સોશિયલ ડિસ્ટન્સ સાથે મુસાફરોએ ટ્રેનમાં પ્રવેશ કર્યો
8.મુસાફરો ભરી મેટ્રો વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક જવા રવાના થઈ
8.મુસાફરો ભરી મેટ્રો વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક જવા રવાના થઈ
9.મેટ્રો પસાર થયા બાદ સ્ટેશનનો નજારો
9.મેટ્રો પસાર થયા બાદ સ્ટેશનનો નજારો

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો