વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના વકીલ દ્વારા કોર્ટ ટ્રાન્સફર માટેની અરજી ચીફ મેટ્રો કોર્ટમાં કરવામાં આવી હતી. જે ચીફ કોર્ટે રદ કરી છે, જેને લઇને સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી કરવામાં આવશે.
રાજધાની ટ્રેન રોકવા અને AMTSના હંગામી કર્મચારીના પ્રશ્ને વિરોધનો કેસ
જીગ્નેશ મેવાણી સામે બે ગુનાના ના કેસ મેટ્રો કોર્ટની 21 નંબરની કોર્ટમાં ચાલતા હતા. જે બન્ને કેસમાં એક રાજધાની ટ્રેન રોકવાનો પ્રયત્ન કરવાનો ગુનો રેલવે પોલીસે નોંધ્યો હતો. તેમાં જે તે સમયે જીગ્નેશ મેવાણી સહિતના તમામ આરોપીઓની ધરપકડ પછી કોર્ટે આરોપીઓના જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા અને અન્ય એક કેસ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં જે ગુનો નોંધવામાં આવ્યો હતો. તે ગુનામાં એએમટીએસના હંગામી કર્મચારીઓના પડતર પ્રશ્નોને ને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો. જે ગુનામાં પણ તમામ લોકોને જામીન પર મુક્ત કરીને મેટ્રો કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો.
ચીફ મેટ્રો કોર્ટમાં અરજી આપવામાં આવી
આ બન્ને કેસમાં કોર્ટ બદલવા માટે અરજદારના વકીલ તરફથી ચીફ મેટ્રો કોર્ટમાં અરજી આપવામાં આવી હતી. જે અંગે આજે ચીફ કોર્ટ દ્વારા કોર્ટ બદલાવની નામંજૂર કરવામાં આવી હતી. કોર્ટમાં અરજદારના વકીલ દ્વારા જે રજૂઆત કરવામાં આવી હતી કે, તેમના સિનિયર એડવોકેટ દોઢ મહિનાથી બીમાર છે, તો મુદત અરજી ગ્રાહ્ય રાખવામાં આવે. જે અંગે કોર્ટે જણાવ્યું છે કે સુપ્રિમ કોર્ટના ડાયરેક્શન મુજબ મુદત અરજી નામંજૂર કરી શકે છે અને જો વકીલ બીમાર છે તો અન્ય વકીલ રાખી શકાય છે અને કોર્ટ ટ્રાન્સફર માટેની અરજી નામંજૂર કરવામાં આવે છે.
કોર્ટ ચેન્જ કરવાની અરજી નામંજૂર
વધુમાં ચીફ મેટ્રો કોર્ટે જણાવ્યું છે બે કેસમાંથી એક કેસમાં 3 સાક્ષી તપાસવાના બાકી છે અને અન્ય કેસમાં હવે 6 સાક્ષી તપાસવાના બાકી છે, ત્યારે હવે કોર્ટ બદલવાની જરૂર નથી અને જો તે કોર્ટ પાસેથી આ કેસને લાગતું કામ લઈ લેવામાં આવે તો તે કોર્ટના માનસ પર અસર થઈ શકે છે. માટે કોર્ટ ટ્રાન્સફર કરવાની અરજીને ચીફ મેટ્રો કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવે છે. આમ બન્ને કેસની કોર્ટ ચેન્જ કરવાની અરજી નામંજૂર કરવામાં આવી હતી. મેવાણી હવે સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરશેકૉર્ટ ટ્રાન્સફરની અરજી નામંજૂર થતાં જીગ્નેશ મેવાણીના વકીલ રીતુ મકવાણાએ જણાવ્યું હતું કે આ અંગે આગામી સમયમાં રિવિઝન અરજી સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં દાખલ કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.