ક્રાઉડ ફન્ડિંગના નામે એકત્રીત કરેલા નાણાનો દુરુપયોગ કરવાના ગુનામાં તૃણમૂલના નેતા સાકેત ગોખેલના રિમાડ બાદ આરોપી દ્વારા મેટ્રો કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી જે કોર્ટે ફગાવી છે. સરકારી વકીલની રજૂઆતને ગ્રાહ્ય રાખીને મેટ્રો કોર્ટે આરોપીની જામીન અરજી ફગાવી છે.
ગોખલે સામે વધુ એક ગુનો નોંધાયો હતો
આરોપીની સાયબર ક્રાઇમે ધરપકડ કરી હતી. જેમાં આરોપીએ 32 લાખથી વધુ નાણા લોકો પાસેથી પડાવતા હોવાનું પોલીસ તપાસ સામે આવ્યુ હતુ. આરોપી દ્વારા પ્રજાલક્ષી સારા કામો કરવા માટે જુદી જુદી સરકારી કેચેરીઓમાંથી આરટીઆઇ દ્વારા માહિતી માગે છે તેથી તેને આ કામ કરવા માટે આર્થિક મદદની જરૂર છે. તેવું બતાવીને બનાવટી સંસ્થાના નામે ફરિયાદી સહિત અન્ય લોકો પાસેથી રૂપિયા પડાવ્યા હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમમાં થઈ હતી. જેમાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
આરોપીની જામીન અરજીનો કોર્ટમાં વિરોધ
જે ગુનામાં આરોપીના રિમાન્ડ બાદ આરોપી સાકેત ગોખલે દ્વારા મેટ્રો કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી. જે જામીન અરજીનો વિરોધ કરતી અરજી સરકારી વકીલે કરીને કોર્ટમાં રજુઆત કરી હતી કે આરોપી દ્વારા મોટી રકમ લોકો પાસેથી મેળવીને પોતાના અંગત ખર્ચ માટે ઉપયોગમાં કરી હોવાની હકકિત જણાતા આરોપીને જામીન આપવા જોઈએ નહીં. આરોપીને જામીન આપવામાં આવે તો તેને કરલે કોઈ રોકાણ અને કોઈને આપેલા નાણા સગેવગે કરી શકે તેવી શક્યતા છે. આરોપી સામે તપાસ ચાલુ છે અને જામીન આપવા આવે તો તપાસને નુકશાન પહોંચાડી શકે છે. માટે આરોપીને જામીન આપવા ન જોઈએ. આરોપી દ્વારા વેબસાઇટ્સના માધ્યમથી ક્રાઉડ ફન્ડિગ મેળવ્યુ હોવાથી તેની તપાસ ચાલુ છે. આરોપીને જામીન આપવા આવે તો વેબસાઇટ્સની માહિતી ડિલીટ કરીને તપાસમાં નુકશાન પહોંચાડી શકે છે માટે આરોપીને જામીન ના આપવા જોઈએ.
તપાસમાં નુક્શાન પહોચાડી શકે તેમ છે
બનાવટી ઇલેટ્રોનિક દસ્તાવેજ કોની કોની મદદથી બનાવામાં આવ્યા છે તેની તપાસ ચાલુ હોવાથી આરોપીને જામીન ન આપવા જોઈએ. સરકારીની કોર્ટમાં રજૂઆત આરોપીને જામીન આપવામાં આવે તો ફરિયાદીને ધાક ધમકી કે લોભ લાલચ આપી શકે તેમ છે. કેસ ચાલે તેના પહેલા ફેરવી કે તોડવી શકે તેમ છે. તપાસમાં નુક્શાન પહોચાડી શકે તેમ છે માટે આરોપીને જામીન ન આપવામાં આવે. આરોપી ગુજરતનો રહેવાસી નથી. અન્ય રાજ્યમાં રહેતો હોવાથી જામીન આપવામાં આવે તો તપાસમાં હાજર ન રહે તેવી પણ શક્યતા છે અને કેસની ટ્રાયલ સમયે પણ ના હાજર રહે તેવી શક્યતા છે. આરોપીને જામીન ના આપવા જોઈએ. આમ ઉપર મુજબની રજુઆત સરકારી વકીલ કોર્ટમાં કરી હતી અને આરોપી સાકેત ગોખલેની જામીન અરજીનો વિરોધ કર્યો હતો.
સાકેત ગોખલે સામે અગાઉ પણ ગુનો નોંધાયો હતો
સાકેત ગોખલે દ્વારા અગાઉ પણ સોશિયલ મીડિયામાં વિવાદીત પોસ્ટ મુકવામાં આવી હતી. મોરબી દુર્ઘટનાને લઈને કરેલી પોસ્ટના ગુનામાં આરોપીની સાયબર ક્રાઇમે ધરપકડ કરી હતી. જેમાં આરોપીને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. ત્યારે ફરીવાર આરોપી સામે વધુ એક ગુનામાં સાયબર ક્રાઇમે ધરપકડ કરી હતી. આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. મેટ્રો કોર્ટે આરોપી સાકેત ગોખલે તૃણમૂલના નેતાની જામીન અરજીને ફગાવી છે. સરકારી વકીલની રજૂઆતને ગ્રાહ્ય રાખીને મેટ્રો કોર્ટે આરોપીની જામીન અરજી ફગાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.