કાર્યવાહી:જામીનપાત્ર ગુનો હોવા છતાં રિમાન્ડ માગનાર શાહપુર PSIને મેટ્રો કોર્ટે રૂ.500 દંડ ફટકાર્યો

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દારૂના કેસમાં સરકારી વકીલને મળ્યા વિના આરોપીના 3 દિવસના રિમાન્ડ માગ્યા હતા
  • કોર્ટે​​​​​​​ પીએસઆઈને પૂછ્યું, જામીનપાત્ર ગુનો છે તો પછી રિમાન્ડ અરજી કેમ કરી?

જામીનપાત્ર ગુનો હોવા છતાં આરાેપીના ત્રણ દિવસના રિમાન્ડની માગણી કરી મેટ્રો કાેર્ટનાે સમય બગાડવા બદલ શાહપુર પાેલીસ સ્ટેશનના પીએસઆઈ એસ. આર. બલાતને મેટ્રાેપાેલિટન મેજિસ્ટ્રેટે રૂ.500નાે દંડ ફટકાર્યાે છે.

શાહપુર પાેલીસે વિદેશી દારૂની 2 બાેટલ સાથે આરાેપી સલીમ ઉર્ફે ટાેલિયાની ધરપકડ કરી હતી. આ કેસના તપાસ અધિકારી પીએસઆઇ એસ. આર. બલાતે આરાેપીને મેટ્રાે કાેર્ટમાં રજૂ કર્યાે હતાે. પીએસઆઈ સરકારી વકીલને મળ્યા વગર સીધા જ આરાેપીને કાેર્ટ સમક્ષ રજૂ કરી 3 દિવસના રિમાન્ડ માટેની અરજી કરી હતી. પાેલીસ રિમાન્ડની માંગણી કરતા કાેર્ટે પીએસઆઈને પૂછ્યું હતું કે, આ ગુનાે જામીનલાયક છે કે બિનજામીનલાયક છે. એની તમને ખબર છે?

આથી પીએસઆઈએ કાેર્ટને જણાવ્યું હતું કે, આ ગુનાે જામીનલાયક છે. આથી કાેર્ટે ટકાેર કરી હતી કે, જામીનલાયક ગુનાે છે તાે પછી શા માટે રિમાન્ડ અરજી કરી છે. પીએસઆઈએ કાેર્ટને જણાવ્યું હતું કે, ‘મારે આ કેસમાં તપાસ કરવાની હાેવાથી આરાેપીના રિમાન્ડની માગણી કરી છે.’ આથી મેટ્રો કાેર્ટે સરકારી વકીલને બાેલાવ્યા હતા. સરકારી વકીલે કાેર્ટને જણાવ્યું હતું કે, જામીનલાયક ગુનાે હાવાથી રિમાન્ડ માગી ન શકાય.

મેટ્રો કાેર્ટે આરાેપીના 3 દિવસના રિમાન્ડની અરજી ફગાવી દીધી હતી અને કાયદાકીય જાેગવાઇ જાણતા હાેવા છતાં આરાેપીના રિમાન્ડ માટેની અરજી કરી કાેર્ટનાે સમય બગાડનાર પીએસઆઇને રૂ.500 દંડ ફટકારવાનાે આદેશ કર્યાે હતાે. કાેર્ટના આદેશ મુજબ પીએસઆઇએ તાત્કાલિક રૂ.500નાે દંડ ભરી દીધાે હતાે.

જામીનપાત્ર ગુનામાં રિમાન્ડ ન માગી શકાય
કનુભાઈ છગનલાલ વર્સિસ સ્ટેટ ઓફ ગુજરાતના ચુકાદા મુજબ સીઆરપીસી અને મેન્યુલની જોગવાઈઓ પ્રસ્થાપિત કરવામાં આવી છે. જામીનલાયક ગુનામાં રિમાન્ડ ન હોય તેવું સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે અને તેનું પાલન ના થાય તો પીએસઆઈ સામે પેનલ્ટીની અને આઇપીસીની કલમ 166 (A) ‘રાજ્ય સેવકે કાયદા હેઠળના આદેશોની અવજ્ઞા કરી કહેવાય’ અને અરજી થતાં ખાતાકીય તપાસ પણ થાય છે. રૂ. 500 રૂપિયા પેનલ્ટી થઈ તે કન્ટેમ્પ્ટનો પુરાવો છે અને આર્ટિકલ 21 મુજબ પર્સનલ લિબર્ટી ગણાય છે.

અન્ય સમાચારો પણ છે...