તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:અમદાવાદની મેટ્રો કોર્ટમાં કોરોનાનો પગપેસારો, ચીફ જજ સહિત 2 જજ અને સ્ટાફ મળી કુલ 15 લોકો પોઝિટિવ

અમદાવાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • 10 એપ્રિલના રોજ રાજ્યની તમામ કોર્ટમાં યોજાનારી લોક અદાલત બંધ રાખવા વકીલોની માગ

રાજ્યમાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે અને અમદાવાદમાં હવે કોરોના બેકાબુ બની ગયો છે. અમદાવાદની મેટ્રો કોર્ટમાં પણ કોરોનાના કેસો સામે આવ્યા છે. ઘી કાંટા મેટ્રો કોર્ટના CJM એ.વાય. દવે સહિત બે જજ અને સ્ટાફ પોઝિટિવ આવ્યા છે. કુલ 15 જેટલા લોકો કોરોના પોઝિટિવ આવતાં કોર્ટમાં હાહાકાર મચી ગયો છે. રાજ્યની અન્ય નીચલી કોર્ટમાં પણ કોરોનાનું સંક્રમણ વધતા બંધ રાખવાની ફરજ પડી છે, ત્યારે કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખી અમદાવાદમાં પણ નીચલી કોર્ટ બંધ રાખવામાં આવે અને ઓનલાઇન સુનાવણી થાય તેવી શક્યતા રહેલી છે.

વકીલોની લોક અદાલત બંધ રાખવા માગ
રાજ્યમાં કોરોનાના કેસો વધતા કોર્ટ બંધ થયા બાદ તાજેતરમાં જ અમદાવાદમાં નીચલી કોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી શરૂ કરવામાં આવી છે. ફરી એકવાર રાજ્યમાં કોરોનાના કેસો વધતા રાજ્યના અન્ય શહેરમાં આવેલી કોર્ટમાં પણ કોરોનાના કેસો સામે આવ્યા છે. કોરોનાનું સંક્રમણ જે રીતે વધી રહ્યું છે. તેને ધ્યાનમાં રાખીને 10 એપ્રિલના રોજ અમદાવાદ સહિત રાજ્યની તમામ કોર્ટમાં યોજાનારી લોકઅદાલત બંધ રાખવા માટે વકીલોએ માગ કરી છે.

હાઈકોર્ટના ચીફ જસ્ટિસને પત્ર
અમદાવાદ કોર્ટમાં વકીલ તરીકે પ્રેક્ટિસ કરતા ભાવેશ બારોટે હાઇકોર્ટ ચીફ જસ્ટિસ અને મેટ્રો કોર્ટના ચીફ જજને પત્ર લખી માગ કરી છે કે, 10 એપ્રિલના રોજ રાજ્યની તમામ કોર્ટમાં યોજાનારી લોક અદાલતમાં મોટી સંખ્યામાં લોકો, પક્ષકારો, વકીલો કોર્ટમાં આવશે. જેથી કોરોનાનું સંક્રમણ ફેલાઈ શકે છે જેથી કોર્ટમાં યોજાનારી લોકઅદાલત બંધ રાખવામાં આવે.

હાલ વકીલોનું વેક્સિનેશન ચાલી રહ્યું છે
ઉપરાંત રાજ્યમાં જે રીતે 45 વર્ષથી વધુ લોકોને વેક્સિન આપવાની કામગીરી શરૂ થઈ છે ત્યારે કોર્ટમાં પણ વકીલોને વેક્સિન આપવાની કામગીરી શરૂ કરવામા આવી છે. કોર્ટમાં 45 વર્ષથી ઉપરના વકીલોને પણ વેક્સિન આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો