માગણી:ચેક રિટર્નની 10 કોર્ટનું બિલ્ડિંગ ઝડપથી બાંધવા રજૂઆત કરાઈ, મેટ્રો બારે કાયદા મંત્રીને આવેદન આપ્યું

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઘી કાંટા ખાતે આવેલા પીળા ક્વાર્ટર તરીકે ઓળખાતી જગ્યા મેટ્રો કોર્ટને ફાળવાઈ છે. આ જગ્યાએ ચેક રિટર્નની 10 કોર્ટ તેમ જ વકીલોની બેઠક વ્યવસ્થા માટે બિલ્ડિંગ તાત્કાલિક અસરથી બાંધવામાં આવે તેવી રજૂઆત સાથે મંગળવારે રાજ્યના સૌથી મોટા અમદાવાદ ક્રિમિનલ કોર્ટ બાર એસોસિયેશને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને મળી આવેદનપત્ર આપ્યું છે. આ આવેદનપત્રને ધ્યાનમાં રાખીને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ મેટ્રો કોર્ટના બાર એસોસિયેશને સત્વરે બાંધકામ શરૂ કરવા હૈયાધારણ આપી છે.

અમદાવાદ ક્રિમિનલ કોર્ટ બાર એસો.ના પ્રમુખ ભરત શાહે જણાવ્યું હતું કે, બારના હોદ્દેદારો અને કારોબારી સભ્યો તેમજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના અનિલ કેલ્લા, ગુલાબખાન પઠાણ, પૂર્વ કોપ મેમ્બર બલવંતસિંહ યાદવ અને અશોક પરમાર કાયદા મંત્રીને મળી આવેદનપત્ર આપ્યું હતું અને વકીલોના હિત માટે વિવિધ સમસ્યાઓનો સત્વરે નિકાલ કરવા રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...