અનુમાન:ગુજરાત પર વધુ એક આફત આવી શકે, આવતા અઠવાડીયે વાવાઝોડા સાથે વરસાદની આગાહી

અમદાવાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હાલ ભારત સહિત સમગ્ર વિશ્વ મહામારી કોનાનો સામનો કરી રહ્યાં છે, ત્યારે હવે દેશમાં વાવાઝોડા પણ આવવા લાગ્યા છે. તેની સાથે સાથે ગુજરાત વાવાઝોડાનું સંકટ ઉભું થયું છે. ગુજરાત અરબી સમુદ્રમાં નવી સાયક્લોન પેટર્ન સર્જાઇ રહી છે. હવામાન વિભાગ મુજબ, અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ વેસ્ટ સેન્ટ્રલ અને સાઉથ વેસ્ટ પર બની રહી છે. જેને કારણે 29 મેના રોજ સિસ્ટમમાંથી લો પ્રેશર ઉભું થશે અને 48 કલાકમાં ડિપ્રેશનમાં બદલી શકે છે અને વાવાઝોડાનું રૂપ ધારણ કે એવી શક્યતા છે. જો આમ થયું તો આવતા અઠવાડીયે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. આ વાવાઝોડાનું નામ નિસર્ગ હોય શકે છે.

અન્ય સમાચારો પણ છે...