તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Meteorological Department Forecasts Heavy To Very Heavy Rains In The State For The Next Five Days, With Heavy Rains Likely In Dwarka Including Kheda Anand.

હાઇએલર્ટ:હવામાન વિભાગની આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીઃ ખેડા-આણંદ સહિત દ્વારકામાં એલર્ટ, 98 જળાશયમાં હાઇએલર્ટ અપાયો

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • બંગાળની ખાડીમાં સર્જાઇ રહેલા લોપ્રેશરને કારણે સમગ્ર રાજ્યમાં વરસાદ પડશે
  • રાજ્યમાં 98 જળાશય હાઇએલર્ટ પર છે
  • સવારે 6થી બપોરના 2 વાગ્યા સુધી 115 તાલુકાઓમાં 1 મીમીથી લઇને 62 મીમી સુધી વરસાદ નોંધાયો
  • ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે NDRFની ટીમો સ્ટેન્ડ બાય કરી

હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડે તેવી આગાહી કરી છે. ગાંધીનગરમાં રાહત કમિશનર અને અધિક સચિવ હર્ષદ આર. પટેલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપનો વેબિનાર યોજાયો હતો. જેમાં હવામાન વિભાગે આગામી પાંચ દિવસમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત બંગાળની ખાડીમાં સર્જાઇ રહેલા લોપ્રેશરને કારણે સમગ્ર રાજ્યમાં 21મી ઓગસ્ટથી 27 ઓગસ્ટ સુધી સારો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે.

કયા-કયા જિલ્લામાં વરસાદની શક્યતા
રાજ્ય સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, તાપી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, વલસાડ, જામનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, પોરબંદર, મોરબીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જ્યારે ખેડા, આણંદ અને દેવભૂમિ દ્વારકામાં અત્યંત ભારે વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે. 18 ઓગસ્ટથી 22 ઓગસ્ટ સુધી તમામ વિભાગોને એલર્ટ રહેવા તથા જરૂરી આગોતરી તૈયારીઓ કરવા રાહત કમિશનરે સૂચના આપી છે.

તંત્રએ NDRFની ટીમો સ્ટેન્ડ બાય કરી
આગામી સપ્તાહમાં 18 ઓગસ્ટથી 22 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે NDRFની ટીમો સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે. આ ટીમો જરૂર જણાશે તો ઉત્તર ગુજરાતમાં ૫ણ મોકલવામાં આવશે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં NDRFની ટીમ યથાવત રાખવામાં આવશે. ભારે વરસાદની આગાહીના ૫ગલે તમામ વિભાગોએ સચેત રહેવા તથા તે અંગેની આગોતરી તૈયારી કરવા પણ તમામ વિભાગોને જરૂરી સૂચના આપવામાં આવી છે.

સુરતના ઉમરપાડામાં સૌથી વધુ વરસાદ
રાહત કમિશનરે આ મામલે જણાવ્યું હતુ કે, ‘આજે સવારે 6થી બપોરના 2 વાગ્યા સુધી 115 તાલુકાઓમાં 1 મીમીથી લઇને 62 મીમી સુધી વરસાદ નોંધાયો છે. સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં સૌથી વધુ 62 મીમી વરસાદ પડ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 694.63 મી.મી. વરસાદ નોંધાયેલો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજ્યની એવરેજ 831 મીમીની સરખામણીએ 83.59 ટકા છે.’

રાજ્યમાં 98 જળાશય હાઇએલર્ટ પર
કૃષિ વિભાગ દ્વારા જણાવાયું હતુ કે, ચાલુ વર્ષે ઓગસ્ટે સુધીમાં અંદાજિત 80.64 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમ્યાન 75.51 લાખ હેક્ટર વાવેતર થયું હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે 94.99 ટકા વાવેતર થવા પામ્યું છે. સિંચાઇ વિભાગ દ્વારા જણાવાયું હતુ કે, સરદાર સરોવર જળાશયમાં 1,81,997 એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના 54.48 ટકા છે. રાજયનાં 205 જળાશયોમાં કુલ સંગ્રહ 64.37 ટકા છે. હાલમાં રાજ્યમાં કુલ-98 જળાશય હાઇ એલર્ટ ઉ૫ર છે. કુલ-9 જળાશય એલર્ટ ઉ૫ર છે. જ્યારે 14 જળાશય વોર્નિંગ પર છે.

અન્ય સમાચારો પણ છે...