છેડતી બાદ ગુંડાગર્દી:પરિણીતાને બીભત્સ ઈશારા કરી ફોન નંબર માંગ્યો, પતિ સમજાવવા ગયો તો છરીથી હુમલો કર્યો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવતીએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ત્રણેય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

શહેરમાં પરિણીત યુવતીને તેની સામે ઓફિસમાંથી યુવકે છેડતી કરી મોબાઇલન નંબર આપી યુવતીનો મોબાઈલ નંબર માંગ્યો હતો જેથી પરિણીતાનો પતિ આ બાબતે યુવકને સમજાવવા ગયો ત્યારે યુવકે છરીથી હુમલો કર્યો અને તેના ભાઈ અને પિતાએ પણ ગડદાપાટુનો માર માર્યો હતો, જે મામલે પરિણીતાએ ફરિયાદ નોંધાવી છે.

યુવતીના પતિને ગડદાપાટુનો માર માર્યો
દાણીલીમડામાં રહેતી 25વર્ષીય પરિણીત યુવતી જ્યારે તેના ઘરે હતી ત્યારે એના ઘરની સામે આવેલી ઓફિસમાંથી મોહસીન નામના યુવકે બીભત્સ ઈશારો કર્યો હતો અને યુવતીનો મોબાઇલ નંબર માંગ્યો હતો. આ બાબતે યુવતીએ તેના પતિને જાણ કરી હતી ત્યારે યુવતીનો પતિ મોહસીનને સમજાવવા ગયો હતો. જેના બીજા દિવસે યુવતીનો પતિ મોહસીનની ઓફિસ ખાતેથી પસાર થતો હતો ત્યારે મોહસીન એ યુવતીના પતિને કહ્યું કે કેમ તે ગઈકાલે મારી ઓફિસ આવી મારી સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યો, આટલું કહીને યુવતીના પતિને બિભત્સ ગાળો આપી બાદમાં યુવતીના પતિને ગડદાપાટુનો માર માર્યો અને વધારે ઝઘડો ન થાય તે માટે યુવતી અને તેની નણંદ છોડાવવા વચ્ચે પડ્યા હતા.

યુવતી બૂમાબૂમ કરતા લોકો ભેગા થઇ ગયા હતા
ત્યારે મોહસીને છરી કાઢી ને યુવતીના પતિને બરડાના તથા છાતીના ભાગે પણ છરી મારી હતી. આ દરમિયાન મોહસીનના પિતા હબીબ શેખ અને તેનો ભાઈ વસીમ શેખ પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને યુવતીના પતિને મારવા લાગ્યા હતા. યુવતી બૂમાબૂમ કરતા આસપાસના માણસો ભેગા થઇ ગયા હતા જેથી ત્રણેય બાપ-દીકરા ત્યાંથી ભાગી ગયા હતા. સમગ્ર મામલે યુવતીએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ત્રણેય બાદ દીકરા વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...